UPSC EPFO Exam 2025: ગુજરાત સહિત દેશભરમાં UPSC દ્વારા EPFO અને APFCની પરીક્ષા, 4.42 ઉમેદવારોએ કરાવી છે નોંધણી
- ગુજરાત સહિત દેશભરમાં UPSC દ્વારા લેવાશે EPFO અને APFCની પરીક્ષા
- PFમાં એકાઉન્ટ ઓફિસર, આસિ. ફંડ કમિશનર માટે પરીક્ષા
- કુલ 230 જેટલી જગ્યાઓ માટે દેશભરમાં લેવાશે પરીક્ષા
- 230 પૈકી 156 એકાઉન્ટ ઓફિસર, 74 આસિ. ફંડ કમિશનરની જગ્યા
- સવારે 9.30થી 11.30 સુધી પરીક્ષા લેવામાં આવશે
- APFCની 74 જગ્યા માટે અંદાજિત 5 લાખ જેટલી અરજી મળી
- UPSCની EPFOની પોસ્ટ માટે કુલ 4.42 ઉમેદવારોએ નોંધણી કરાવી
UPSC EPFO Exam 2025: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં એન્ફોર્સમેન્ટ ઓફિસર/એકાઉન્ટ્સ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (APFC)ની કુલ 230 જગ્યાઓ માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આજે ગુજરાત સહિત દેશભરમાં લેખિત પરીક્ષા યોજાશે.આ પરીક્ષા સવારે 9:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી એક જ પાળીમાં લેવામાં આવશે. દેશના વિવિધ શહેરોમાં સ્થાપિત પરીક્ષા કેન્દ્રો પર લાખો ઉમેદવારો હાજર રહેશે.
જગ્યાઓની વિગતવાર માહિતી
એન્ફોર્સમેન્ટ ઓફિસર/એકાઉન્ટ્સ ઓફિસર : 156 જગ્યાઓ
આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (APFC): 74 જગ્યાઓ
સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની 74 જગ્યાઓ માટે જ અંદાજે 5 લાખ જેટલી અરજીઓ મળી હતી, જ્યારે EPFOની એન્ફોર્સમેન્ટ ઓફિસર/એકાઉન્ટ્સ ઓફિસરની પોસ્ટ માટે કુલ 4.42 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.આ પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની હોય છે અને તેમાં જનરલ એબિલિટી, કરન્ટ અફેર્સ, ઈન્ડિયન ઈકોનોમી, સોશિયલ સિક્યોરિટી, લેબર લો તેમજ એકાઉન્ટન્સી જેવા વિષયોનો સમાવેશ થાય છે.
દેશભરમાં UPSC દ્વારા લેવાશે EPFO અને APFCની પરીક્ષા
PFમાં એકાઉન્ટ ઓફિસર, આસિ. ફંડ કમિશનર માટે પરીક્ષા
કુલ 230 જેટલી જગ્યાઓ માટે દેશભરમાં લેવાશે પરીક્ષા
230 પૈકી 156 એકાઉન્ટ ઓફિસર, 74 આસિ. ફંડ કમિશનરની જગ્યા
સવારે 9.30થી 11.30 સુધી પરીક્ષા લેવામાં આવશે
APFCની 74 જગ્યા માટે અંદાજિત… pic.twitter.com/r4I4vVLuCq— Gujarat First (@GujaratFirst) November 30, 2025
પરીક્ષામાં નેગેટિવ માર્કિંગની જોગવાઈ પણ છે.EPFOની આ ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અટકી હોવાથી ઉમેદવારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરીક્ષા બાદ લેખિત પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
આજે સુરતમાં UPSCની પરીક્ષા યોજાઈ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આયોજિત EPFOની અને APFCની પ્રતિષ્ઠિત પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. સુરત શહેરના કુલ 5 કેન્દ્ર પર સવારે 9:30થી 11:30 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે. કુલ 1605 વિદ્યાર્થી પાંચ કેન્દ્ર પરથી પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓએ પેપર સારું જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: દિલ્હીમાં ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત, 2 મહિલા ગંભીર રીતે ઘાયલ


