Maharashtra : શિંદે સરકારના નિર્ણય પર CM ફડણવીસની રોક, વિપક્ષે કૌભાંડના આક્ષેપ કર્યા
- CM દેવેન્દ્ર ફડણવીસે Maharashtra સરકારની કામણ સાંભળી
- CM ની કમાન સંભાળતા લીધો મોટો નિર્ણય
- પૂર્વ CM શિંદેના નિર્ણય પર ફડણવીસનો સ્ટોપ
CM દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર (Maharashtra) સરકારની કમાન સંભાળતાની સાથે જ ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. હવે પોતાના સાથી અને પૂર્વ CM એકનાથ શિંદે માટે એક મોટા નિર્ણય પર પ્રતિબંધ લગાવીને તેમણે વિપક્ષને પ્રહાર કરવાની વધુ એક તક આપી છે. CM દેવેન્દ્ર ફડણવીસે બસ ભાડે આપવાના ભૂતપૂર્વ એકનાથ શિંદે સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી છે. CM ફડણવીસે આ નિર્ણયની સમીક્ષા કરી અને પછી તેને હાલ માટે રોકવાનો નિર્ણય કર્યો. જોકે, એ સ્પષ્ટ નથી કે તેઓ શિંદે સરકારના અન્ય નિર્ણયોની પણ સમીક્ષા કરશે કે નહીં. વિપક્ષે આ નિર્ણયને લઈને કૌભાંડના આક્ષેપો કર્યા છે.
વિપક્ષે સવાલો ઉઠાવ્યા...
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ આ નિર્ણયમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે, 1,310 બસો ભાડે આપવા માટે નક્કી કરાયેલી રકમમાં મોટો તફાવત છે. દાનવેના જણાવ્યા અનુસાર, 2022 માં પ્રતિ કિલોમીટર બસ ભાડાનો દર 44 રૂપિયા હતો, જેમાં તેલ પણ સામેલ હતું. પરંતુ નવી સ્કીમમાં આ દર 34.7 રૂપિયાથી 35.1 રૂપિયા પ્રતિ કિલોમીટર તેલ વગર નક્કી કરવામાં આવ્યો હતો. જો તેને તેલ સાથે જોડવામાં આવે તો આ દર 56-57 રૂપિયા પ્રતિ કિલોમીટર સુધી પહોંચી શકે છે. દાનવેએ તેને મોટું કૌભાંડ ગણાવ્યું હતું.
આ પણ વાંચો : 'અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈને 23 મંદિરો તોડવાના આદેશ આપ્યા હતા', LG ઓફિસનો પર્દાફાશ
બસો કયા રૂટ પર દોડાવવાની હતી?
આ બસો મુંબઈ-પુણે, નાસિક-છત્રપતિ સંભાજી નગર અને નાગપુર-અમરાવતી જેવા મુખ્ય રૂટ પર ચલાવવાની હતી. સપ્ટેમ્બર 2024 માં, શિંદે જૂથના ધારાસભ્ય ભરત ગોગાવલેને મહારાષ્ટ્ર (Maharashtra) સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પછી ત્રણ ખાનગી કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ કરારને લઈને વિવાદ થયો હતો અને હવે CM એ તેના પર પૂર્ણવિરામ મૂક્યું છે.
આ પણ વાંચો : UP : યોગી સરકારનો મોટો વહીવટી ફેરફાર, 46 અધિકારીઓના નવા પદ સોંપાયા
ભાજપનું સ્ટેન્ડ શું છે?
આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું કે CM ફડણવીસ કોઈ પણ પ્રોજેક્ટને રોકવાના પક્ષમાં નથી. પરંતુ જો કોઈ યોજનામાં ગેરરીતિની સંભાવના હોય તો તેની સમીક્ષા કરવી જરૂરી છે. જો કોઈ ખામી જણાશે તો તેને સુધારવાની કામગીરી કરવામાં આવશે અને જો બધુ બરાબર રહેશે તો યોજનાને લીલી ઝંડી આપવામાં આવશે.
આ પણ વાંચો : PM મોદીએ અમેરિકામાં થયેલા ટ્રક હુમલા પર શોક વ્યક્ત કર્યો, કહ્યું 'આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો',


