Shah Rukh પર જીવલેણ હુમલો! સામાન્ય બોલાચાલીમાં છરો હુલાવી દેતા ઘટના સ્થળે મોત
- આરોપી હત્યા કરીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો
- નોએડામાં સેક્ટર 117 માં કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે
- મીટની દુકાનમાં સામાન્ય બાબત પર બોલાચાલી બાદ છરો હુલાવી દીધો
Noida : નોએડાના સેક્ટર 117 માં નાનકડી બોલાચાલીમાં એક ગ્રાહકે બીજાને ચાકુથી હુમલો કરી દીધો. મૃતકની ઓળખ મેટ નિવાસી શાહરુખ તરીકે થઇ છે. જે મીટની દુકાન પર કંઇક ખરીદવા માટે આવ્યો હતો. પોલીસે કેસ દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : HM હર્ષ સંઘવીએ મીડિયાનો આભાર માનતા કહ્યું, મીડિયાની ટીકામાંથી શીખ લઈ અમે કામ કર્યું
નોએડામાં કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
નોએડાના સેક્ટર 117 કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવનારી અને હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક નાનકડી બોલાચાલીમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી. સેક્ટર 113 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક મીટની દુકાનમાં બોલાચાલી બાદ મામલો હત્યામાં પલટાયો હતો. બે ગ્રાહકો વચ્ચે સામા ખરીદવા મામલે થયેલો વિવાદ એટલો મોટો બની ગયો કે એક વ્યક્તિએ બીજા પર ચાકુથી હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો : રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી મામલે હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી
પોલીસના અનુસાર મૃતકની ઓળખ શાહરુખ તરીકે થઇ
પોલીસના અનુસાર મૃતકની ઓળખ મેરઠ નિવાસી 34 વર્ષીય શાહરુખ તરીકે થઇ છે. શાહરુખ ગુરૂવારે બપોરે સેક્ટર 117 માં એક મીટની દુકાન પર ખરીદી કરી રહ્યો હતો. ત્યારે ત્યાં અન્ય ગ્રાહક સાથે કોઇ મામલો વિવાદ થઇ ગયો. આ વિવાદ ઝડપથી હિંસક ઝગડામાં બદલી ગયો ગુસ્સામાં આવેલા બીજા વ્યક્તિએ અચાનક ચાકુ કાઢીને શાહરુખ પર હુમલો કરી દીધો. શાહરુખનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : Prayagraj Movement : વિદ્યાર્થીઓના આંદોલનની થઇ જીત! UPPSC એ ઉમેદવારોની માંગ સ્વીકારી
પોલીસ દ્વારા આરોપીની ધરપકડ માટે ચક્રોગતિમાન
હત્યાની આ ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો. માહિતી મળતાની સાથે જ સેક્ટર 113 પોલીસ સ્ટેશનની ટીમ અને ઉચ્ચે અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોલીસના અનુસાર આરોપીની ધરપકડ માટે ટીમોની રચા કરી લેવાઇ છે. આ સમગ્ર વિસ્તારના સીસીટીવી ફુટેજ શોધવામાં આવી રહ્યા છે. જેથી આરોપીની ઓળખ અને તેની ધરપકડ કરી શકાય.


