Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

First goods train: કાશ્મીરમાં મોટી સિદ્ધિ: પહેલીવાર માલગાડી અનંતનાગ પહોંચી

First goods train: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પ્રથમ માલગાડી પહોંચી, જે USBRL પ્રોજેક્ટનો એક ભાગ છે. આનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. PM મોદીએ ખુશી વ્યક્ત કરી.
first goods train  કાશ્મીરમાં મોટી સિદ્ધિ  પહેલીવાર માલગાડી અનંતનાગ પહોંચી
Advertisement
  • જમ્મુ કાશ્મીરમાં રેલવે નેટવર્કના વિસ્તરણની કવાયત(First goods train)
  • ઉધમપુર શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટની શરૂઆત
  • રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યાત્રાનો વીડિયો કર્યો શેર
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી

First goods train: જમ્મુ-કાશ્મીરમાં રેલવે નેટવર્કના વિસ્તરણની કવાયત સતત ચાલી રહી છે, અને આ જ કડીમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. પ્રથમ વખત કોઈ માલગાડી જમ્મુ-કાશ્મીર(First goods train)ના અનંતનાગ પહોંચી છે. આ ઘટનાને આવકારવા માટે ત્યાં ઘણા લોકો એકઠા થયા હતા, અને આ ઉપલબ્ધિ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે.

આ પહેલ, ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટના બનિહાલ-સંગલદાન-રિયાસી-કટરા ખંડના ઓપરેશનની શરૂઆતનું પ્રતીક છે. આનાથી માત્ર સ્થાનિક અર્થતંત્રને જ વેગ મળશે નહીં, પરંતુ ચીજવસ્તુઓની અવરજવર પણ સરળ બનશે. અત્યાર સુધી, માલસામાનનું પરિવહન મુખ્યત્વે શ્રીનગર-જમ્મુ હાઈવે દ્વારા થતું હતું, જેમાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. આ રેલ લિંક શરૂ થવાથી પરિવહન ખર્ચ પણ ઓછો થશે.

Advertisement

Advertisement

First goods trainનો વીડિયો કર્યો શેર

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ પ્રસંગે ટ્રેનની યાત્રાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટ્રેન ટનલ અને પુલ જેવા દુર્ગમ વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળે છે. તેમણે લખ્યું કે, "કાશ્મીર ખીણને માલ પરિવહન નેટવર્ક સાથે જોડવામાં આ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે."

First goods train  અંગે PM મોદીની પ્રતિક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ પર ટિપ્પણી કરતા લખ્યું કે, "જમ્મુ-કાશ્મીરમાં વાણિજ્ય અને કનેક્ટિવિટી માટે આ એક ઉત્તમ દિવસ છે! આનાથી પ્રગતિ અને સમૃદ્ધિ બંનેમાં વધારો થશે." તેમણે જૂનમાં પણ કહ્યું હતું કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઈન પ્રોજેક્ટ માત્ર એક નામ નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરની નવી શક્તિ અને ભારતની વધતી ક્ષમતાઓનું પ્રતીક છે.

272 કિલોમીટરમાં પથરાયેલો છે પ્રોજેક્ટ

કુલ 272 કિલોમીટર લાંબી આ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર, રિયાસી, રામબન, શ્રીનગર, અનંતનાગ, પુલવામા, બડગામ અને બારામુલ્લા જેવા અનેક જિલ્લાઓને જોડે છે. આ પ્રોજેક્ટથી સમગ્ર પ્રદેશમાં પરિવહનમાં ક્રાંતિ આવશે.

આ પણ વાંચો: Trump Tariff Impact: બર્ગરથી લઈને બિર્કિન બેગ સુધી બધું મોંઘુ થશે, આ બ્રાન્ડ્સે કર્યો ભાવ વધારો

Tags :
Advertisement

.

×