Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની હાલત ગંભીર, વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા!

કિડની સંબંધિત સમસ્યાના લીધે શિબુ સોરેન ને જૂનના છેલ્લા અઠવાડિયામાં તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની હાલત ગંભીર  વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા
Advertisement
  • ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની તબિયત બગડી
  • શિબુ સોરેનને ઘણા સમયથી કિડના રોગથી પીડિત છે
  • દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા છે દાખલ

Jharkhand : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની તબિયત બગડતા તેમને દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા પણ આજે શનિવારે તેમની તબિયત વધુ લથડતા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે, પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનને ઘણા સમયથી કિડના રોગથી પીડિત છે. કિડની સંબંધિત સમસ્યાના લીધે શિબુ સોરેન ને જૂનના છેલ્લા અઠવાડિયામાં તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

shibu soren health Update

Advertisement

શિબુ સોરેનની તબિયત લથડી

સૂત્રોના જણાવ્યા અનુસાર ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન હાલમાં વેન્ટિલેટર પર છે અને તેમની હાલત ખુબ નાજુક છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કિડની સંબંધિત સમસ્યાઓના કારણે તેમને એક મહિનાથી વધુ સમયથી દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

shibu soren health news

શિબુ સોરેન પાર્ટીના સ્થાપક

81 વર્ષીય શિબુ સોરેન લાંબા સમયથી હોસ્પિટલમાં નિયમિત સારવાર લઈ રહ્યા છે. શિબુ સોરેનના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને 24 જૂને તેમના પિતાના હોસ્પિટલમાં દાખલ થવા પર કહ્યું હતું કે તેમને તાજેતરમાં અહીં દાખલ કરવામાં આવ્યા છે. અમે તેમને મળવા આવ્યા હતા. તેમની તબિયતની તપાસ કરવામાં આવી રહી છે. શિબુ સોરેન છેલ્લા 38 વર્ષથી ઝારખંડ મુક્તિ મોરચાના નેતા રહ્યા છે. તેઓ પાર્ટીના સ્થાપક છે.

shibu soren health news

shibu soren health news

હેમંત સોરેને સ્વાસ્થ્ય અંગે આપી અપડેટ

નોંધનીય છે કે બે દિવસ પહેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તેમના પિતા શિબુ સોરેનના સ્વાસ્થ્ય અંગે મોટી અપડેટ આપી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પિતાની હાલત હાલમાં સ્થિર છે. તેમના મતે, ડોક્ટરોએ તેઓ ક્યારે સંપૂર્ણપણે સાજા થશે તે અંગે સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી. શિબુ સોરેન છેલ્લા એક મહિનાથી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી હેમંત સોરેન સતત દિલ્હીમાં રહીને તેમની સંભાળ રાખી રહ્યા છે.

આ પણ વાંચો :  ગુમલામાં ઝારખંડ પોલીસનું મોટું ઓપરેશન: JJMP કમાન્ડર સહિત 3 નક્સલી ઠાર

Tags :
Advertisement

.

×