Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'રોજ બોમ્બ અને મિસાઈલનો અવાજ સંભળાતો', Syria થી પરત ફરેલા 4 ભારતીયોએ કહ્યું...

Syria માં યુદ્ધમાં ફસાયેલા ચાર ભારતીય નાગરિકો પરત ફર્યા ભારતીય દૂતાવાસે તેમને Syria માંથી બહાર કાઢ્યા આજે વહેલી સવારે તેઓ Syria થી પરત દિલ્હી એરપોર્ટ પહોંચ્યા સીરિયા (Syria)માં યુદ્ધમાં ફસાયેલા ચાર ભારતીય નાગરિકો પરત ફર્યા છે. ભારતીય દૂતાવાસે તેમને...
 રોજ બોમ્બ અને મિસાઈલનો અવાજ સંભળાતો   syria થી પરત ફરેલા 4 ભારતીયોએ કહ્યું
Advertisement
  1. Syria માં યુદ્ધમાં ફસાયેલા ચાર ભારતીય નાગરિકો પરત ફર્યા
  2. ભારતીય દૂતાવાસે તેમને Syria માંથી બહાર કાઢ્યા
  3. આજે વહેલી સવારે તેઓ Syria થી પરત દિલ્હી એરપોર્ટ પહોંચ્યા

સીરિયા (Syria)માં યુદ્ધમાં ફસાયેલા ચાર ભારતીય નાગરિકો પરત ફર્યા છે. ભારતીય દૂતાવાસે તેમને સીરિયા (Syria)માંથી બહાર કાઢ્યા અને હાલમાં તેઓ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા છે. દેશમાં પરત ફર્યા બાદ આ નાગરિકોએ સીરિયા (Syria)ની સ્થિતિનું વર્ણન કર્યું છે. IGI એરપોર્ટ પર પહોંચેલા એક ભારતીય નાગરિકે કહ્યું, "હું 15-20 દિવસ પહેલા ત્યાં ગયો હતો. ભારતીય દૂતાવાસે અમને બહાર કાઢ્યા. પહેલા અમે લેબનોન ગયા અને પછી ગોવા ગયા અને આજે અમે દિલ્હી પહોંચ્યા. અમને ખુશી છે કે અમે અમારા દેશ પરત પહોંચી ગયા છીએ. ભારતીય દૂતાવાસે અમને ઘણી મદદ કરી.

ભારતે તેના તમામ નાગરિકોને સીરિયા (Syria)માંથી બહાર કાઢ્યા છે. અસદ સરકારના પતન પછી ઘણા મોટા શહેરો અને નગરો પર બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર પણ કબજો જમાવ્યો હતો. ભારતે મંગળવારે સીરિયા (Syria)માંથી પોતાના નાગરિકોને બહાર કાઢ્યા હતા. જયસ્વાલે જણાવ્યું હતું કે, "અમે સીરિયા (Syria)માં હાજર તમામ ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે જેઓ તે દેશમાં તાજેતરની ઘટનાઓને પગલે ઘરે પરત ફરવા માંગતા હતા. જયસ્વાલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં, 77 ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા છે."

Advertisement

Advertisement

આ પણ વાંચો : અમને ન શિખવાડો કોને વિઝા આપવા અને કોને નહી: કેનેડાને ભારતનો સજ્જડ જવાબ

સીરિયાની સ્થિતિ કેવી છે?

"અમે અમારા દૂતાવાસનો સંપર્ક કર્યો અને તેઓએ અમને દમાસ્કસ બોલાવ્યા, અમે ત્યાં 2-3 દિવસ રોકાયા, પછી અમને બેરુત લઈ જવામાં આવ્યા. સીરિયા (Syria)થી પરત ફરેલા એક ભારતીય નાગરિકે જણાવ્યું કે, ત્યાંની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. દરરોજ અમને રોકેટ ફાયરના અવાજ્જો સંભળાય છે." ભારતીય દૂતાવાસે અમારી મદદ કરી અને અમને સુવિધાઓ પૂરી પાડી.

આ પણ વાંચો : Patna : STF અને ગુનેગારો આમને-સામને, આરોપીનું મોત, એક ઇન્સ્પેક્ટર ઘાયલ

સીરિયામાં અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત...

બળવાખોરોએ સીરિયાના અન્ય કેટલાક મોટા શહેરો અને નગરો પર કબજો કર્યા બાદ રાજધાની દમાસ્કસ પર પણ કબજો જમાવ્યો હતો. બળવાખોર જૂથ હયાત તહરિર અલ-શામ (એચટીએસ) એ દમાસ્કસ પર નિયંત્રણ મેળવ્યા પછી અસદ દેશમાંથી ભાગી ગયો, તેના પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો. રશિયન રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે અસદ મોસ્કોમાં છે અને તેમને આશ્રય આપવામાં આવશે. તેમનો લગભગ 14 વર્ષનો કાર્યકાળ ગૃહયુદ્ધ, રક્તપાત અને તેમના રાજકીય વિરોધીઓના ક્રૂર દમન દ્વારા ચિહ્નિત થયેલ હતો.

આ પણ વાંચો : Jharkhand ના બોકારોમાં ગંભીર અકસ્માત, 5 લોકોના મોત, ત્રણ ઘાયલ

Tags :
Advertisement

.

×