Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ શહેરમાં ભિખારીમુક્ત અભિયાન શરુ, ભિક્ષા આપશો તો થશે FIR

1 જાન્યુઆરીથી ભિક્ષા આપનારાઓ સામે FIR દેશના ઇન્દોર શહેરમાં લાગુ થયો નિયમ ભિક્ષા આપવાથી ગેરકાયદેસર બનશે મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સોમવારે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે 1 જાન્યુઆરી, 2025...
આ શહેરમાં ભિખારીમુક્ત અભિયાન શરુ  ભિક્ષા આપશો તો થશે fir
Advertisement
  • 1 જાન્યુઆરીથી ભિક્ષા આપનારાઓ સામે FIR
  • દેશના ઇન્દોર શહેરમાં લાગુ થયો નિયમ
  • ભિક્ષા આપવાથી ગેરકાયદેસર બનશે

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સોમવારે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે 1 જાન્યુઆરી, 2025 થી ઈન્દોરમાં ભિખારીઓને ભિક્ષા આપનારા લોકો સામે પણ FIR દાખલ કરવામાં આવશે. ઇન્દોરને ભિખારીથી મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે. ચાલો આ નિર્ણય વિશે વિગતવાર જાણીએ.

શું છે સમગ્ર મામલો?

1 જાન્યુઆરીથી ઈન્દોર શહેરમાં ભિક્ષા આપનારા લોકો સામે પણ FIR દાખલ કરવામાં આવશે. ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે જણાવ્યું હતું કે, "ભિખારી સામે અમારું જાગૃતિ અભિયાન આ મહિનાના અંત સુધી (ડિસેમ્બર) શહેરમાં ચાલશે. 1 જાન્યુઆરીથી, જો કોઈ વ્યક્તિ ભિક્ષા આપતો જોવા મળશે, તો તેની સામે પણ FIR દાખલ કરવામાં આવશે. "

Advertisement

આ પણ વાંચો : 46 વર્ષ પછી ખુલ્યું Sambhal નું મંદિર, કૂવામાંથી મળી દેવતાઓની મૂર્તિઓ

Advertisement

ભીખ માંગીને પાપના સહભાગી ન બનો - જિલ્લા મેજિસ્ટ્રેટ

ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું છે કે, વહીવટીતંત્રએ શહેરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પહેલેથી જ જારી કરી દીધો છે. તેમણે કહ્યું, "હું ઇન્દોરના તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ લોકોને ભિક્ષા આપવાના પાપમાં ભાગીદાર ન બને." જુદી જુદી ગેંગનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો : મહિલા સુરક્ષાને લઈને Supreme Court માં અરજી, કેન્દ્ર સરકારને નોટિસ પાઠવાઈ!

કેન્દ્ર સરકારનો પાયલોટ પ્રોજેક્ટ...

ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે કે, વહીવટીતંત્રે ભીખ માંગવામાં સામેલ ઘણા લોકોનું પુનર્વસન કર્યું છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત દેશના 10 શહેરોને ભિખારી મુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં ઈન્દોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : લોકસભામાં One Nation, One Election બિલ રજૂ થશે, વિપક્ષોએ વ્યક્ત કરી ચિંતા

Tags :
Advertisement

.

×