Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ghaziabad: લોહીનાં સંબંધને લજવતી ઘટના, જનેતાએ પોતાની 10 વર્ષની દીકરી સાથે કરી શર્મનાક હરકત

Ghaziabad: ગાઝિયાબાદમાં એક ખુબ જ શર્મનાક ઘટના બની છે. અહીં એક જનેતાઓ પોતાની જ દીકરી સાથે હદ પાર કરી દે એવું વર્તન કર્યું છે. મળતી વિગતો પ્રમાણે પોતાની દીકરીને વૈશ્યાવૃત્તિમાં નાખવા માંગતી હતી માતા. આરોપી માતા પોતાના બોયફ્રેન્ડ દ્વારા પોતાની...
ghaziabad  લોહીનાં સંબંધને લજવતી ઘટના  જનેતાએ પોતાની 10 વર્ષની દીકરી સાથે કરી શર્મનાક હરકત
Advertisement

Ghaziabad: ગાઝિયાબાદમાં એક ખુબ જ શર્મનાક ઘટના બની છે. અહીં એક જનેતાઓ પોતાની જ દીકરી સાથે હદ પાર કરી દે એવું વર્તન કર્યું છે. મળતી વિગતો પ્રમાણે પોતાની દીકરીને વૈશ્યાવૃત્તિમાં નાખવા માંગતી હતી માતા. આરોપી માતા પોતાના બોયફ્રેન્ડ દ્વારા પોતાની 10 દીકરી સાથે દુષ્કર્મ કરાવતી હતી. એક દિવસ રોજના ત્રાસથી કંટાળીને દીકરી ઘરેથી ભાગી ગઈ હતી. જ્યારે પોલીસને બાળકી દિલ્હીની સડકો પર ફરતી મળી તો તેઓએ તેની સાથે વાત કરી. યુવતીએ જ્યારે પોતાની વાત કહી તો પોલીસ પણ ચોંકી ગઈ. યુવતીની મેડિકલ તપાસ કરાવવાની સાથે પોલીસે આરોપી મહિલા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે.

બાળકીની વાત સાંભળીને પોલીસે પણ ચોંકી ગઈ

ઉલ્લેખનીય છે કે, બાળકી તેની માતાની મારપીટ અને રોજબરોજના જાતીય શોષણના દર્દથી કંટાળેલી યુવતી 20 જાન્યુઆરીના રોજ તેના ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારથી તે આમ તેમ ભટકી રહીં હતી અને માંગીને ખાઈ પોતાનો ગુજારો કરી રહી હતી. જ્યારે દિલ્હી પોલીસને આ બાળકી રસ્તા પર મળી ત્યારે પોલીસે તેની સાથે વાતચીત કરી હતીં. બાળકીની વાત સાંભળીને પોલીસે પણ ચોંકી ગઈ હતી. એક માતા પોતાની સગી દીકરી સાથે આવું કેવી રીતે કરી શકે?

Advertisement

માતા દીકરીને વૈશ્યાવૃત્તિના ધંધામાં નાખવા માંગતી હતી

આ મામલે પોલીસ જાણકારી આપતા જણાવ્યું કે, બાળકીએ જણાવ્યું કે તેની માતા તેને વૈશ્યાવૃત્તિના ધંધામાં નાખવા માંગતી હતીં. તે માટે તેના માતા બાળકીને તેના બોયફ્રેન્ડ સાથે પણ ગંદા કામ કરાવતી હતી. જો બાળકી રોવે તે તેને ઢોર માર પણ મારવામાં આવતો હતો. એક માતા પોતાની જ દીકરી સાથે આટલી હદે ખરાબ વર્તન કરી શકે તેનાથી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી વ્યક્તિ મહિલાના 13 વર્ષના પુત્ર સાથે પણ ગંદી હરકતો કરતો હતો પરંતુ માતાની હેરાનગતિ અને ડરના કારણે તે પણ કંઈ બોલી શકતો ન હતો.

Advertisement

પિતાના મોત બાદ બાળકો થઈ રહ્યા હતા હેરાન

પોલીસે કહ્યું કે, બાળકીના પિતાનું ચાર વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું હતું. ત્યાર બાદ તેની મા બન્ને બાળકોને લઈને ગાઝિયાબાદ (Ghaziabad) દાદા-દાદીના ઘરે રહેવા માટે આવી ગઈ હતી. તેનો ભાઈ પણ થોડા દિવસો પહેલા તેની માતા અને તેના મિત્ર દ્વારા થતી હેરાનગતિથી કંટાળીને ઘરેથી ભાગી ગયો હતો. હાલ પોલીસે આરોપી માતા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી લીધી છે. મેડિકલ તપાસ બાદ બાળકીને બાળ કલ્યાણ સમિતિમાં મોકલી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Rajasthan: ‘જોઈએ હવે તેમને રામ બચાવે છે કે હિંદુ ધર્મ’, BJP કાર્યકર્તાને મળ્યો ધમકીભર્યો પત્ર

આ પણ વાંચો: Bengaluru Cafe Blast કેસમાં NIA ને મોટી સફળતા, બંને મુખ્ય આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો: ‘પત્ની આપશે પતિને 10 હજારનું ભરણ પોષણ’, Bombay High Court નો મહત્વપૂર્ણ ચુકાદો

Tags :
Advertisement

.

×