Download Apps
Home » ‘પત્ની આપશે પતિને 10 હજારનું ભરણ પોષણ’, Bombay High Court નો મહત્વપૂર્ણ ચુકાદો

‘પત્ની આપશે પતિને 10 હજારનું ભરણ પોષણ’, Bombay High Court નો મહત્વપૂર્ણ ચુકાદો

Bombay High Court: અત્યાર સુધી કોર્ટે ભરણપોષણ માટે મોટા ભાગે મહિલા તરફી જ નિર્ણય આપ્યો હોય છે. મતલબ કે, ભરણ પોષણ ભરવાની વાત આવે તો તે પુરૂષોને જ ભરવું પડે છે. પરંતુ અત્યારે એક એવા સમાચાર સામે આવ્યાં છે જેમાં પત્નીને ભરણ પોષણ ભરવું પડશે તેવો ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે, બોમ્બે હાઈકોર્ટે નિચલી અદાલતના ચુકાદાનો કાયમ રાખ્યો છે. જેમાં એક પત્નીને તેના બેરોજગાર પતિને મહિને 10 હજારનું ભરણ પોષણ આપવાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પરંપરાગત કાનૂની માન્યતાને પડકારે છે જ્યાં પતિને સામાન્ય રીતે પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપવામાં આવે છે.

પત્નીએ દલીલ કરી હતી કે તે ભરણપોષણ ચૂકવવામાં અસમર્થ છે

નીચલી કોર્ટના આદેશને પડકારતી પત્નીની અરજીના જવાબમાં હાઈકોર્ટનો આ નિર્ણય આવ્યો છે. ‘લો ટ્રેન્ડ’ના એક અહેવાલ મુજબ, કોર્ટે હિંદુ લગ્ન અધિનિયમની કલમ 24 નો ઉલ્લેખ કર્યો છે, જેમાં ‘પતિ/પત્ની’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પતિ-પત્ની બંને સામેલ છે. તમને જણાવી દઈએ કે, આ કેસની કાર્યવાહી કરતા દરમિયાન કોઈ પણ પક્ષ પોતાનું ભરણ પોષણ કરવામાં અસક્ષમ હોય તો તે સામે વાળા સામે ભરણ પોષણની માંગણી કરી શકે છે. આ કિસ્સામાં, પત્નીને તેના બેરોજગાર પતિને ભરણપોષણ ચૂકવવાનો પ્રારંભિક આદેશ કલ્યાણની એક અદાલત દ્વારા 13 માર્ચ, 2020 ના રોજ જારી કરવામાં આવ્યો હતો. આ સૂચનાને પડકારતાં પત્નીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તે ભરણપોષણ ચૂકવવામાં અસમર્થ છે.

પતિ અને પત્ની સામે કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

નોંધનીય છે કે, પત્નીએ આ ભરણ પોષણ ભરવામાં પોતાની ક્ષમતા નથી તેવું જણાવ્યું હતું જેથી તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પત્નીએ કહ્યું હતું કે, તેણે નોકરીમાંથી રાજીનામું આપ્યું છે અને હોમ લોન ચાલુ છે, અને બાળકોનું પણ તેણે જ ભરણ પોષણ કરવાનું છે. જેથી તે પતિનું ભરણ પોષણ કરી શકે તેમ નથી. તેનાથી વિપરિત, પતિના વકીલે તેની આવકનો સ્ત્રોત જાહેર કર્યા વિના પત્નીની આ ખર્ચાઓ સહન કરવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ શર્મિલા દેશમુખે બંને પક્ષોને સાંભળ્યા બાદ નીચલી અદાલતની દલીલ સાથે સહમત થયા કે જો પત્ની ખરેખર લોનની ચુકવણી અને બાળકોની સંભાળની જવાબદારી લેતી હોય તો તેણે તેની આવકનો સ્ત્રોત જાહેર કરવો પડશે. જે તે કરવામાં નિષ્ફળ રહી હતી. તેથી, કોર્ટે પત્નીને તેના બેરોજગાર પતિને દર મહિને 10,000 રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: CBI : દિલ્હી લિકર પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે. કવિતાની ધરપકડ

આ પણ વાંચો: Haryana : મહેન્દ્રગઢમાં ગોઝારો અકસ્માત, સ્કૂલ બસ પલટી જતાં 5 માસૂમ વિદ્યાર્થીઓનાં મોત

આ પણ વાંચો: Arvind Kejriwal :કેજરીવાલને વધુ એક ઝટકો! વિજિલન્સ વિભાગે PA બિભવ કુમારને હટાવ્યા

આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ