Download Apps
Home » લૂક મસ્ત, સ્ટાઈલ જબરદસ્ત, નવા અવતારમાં લોન્ચ થઇ 2024 Maruti Suzuki Swift

લૂક મસ્ત, સ્ટાઈલ જબરદસ્ત, નવા અવતારમાં લોન્ચ થઇ 2024 Maruti Suzuki Swift

2024 New Maruti Swift Launch : ભારતમાં Maruti Suzuki ની કાર પર સામાન્ય વર્ગના લોકો સૌથી વધુ ભરોસો કરતા હોય તેવું જોવા મળ્યું છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki એ લાંબી રાહ જોયા બાદ તેમની સૌથી વધુ પસંદ કરવામાં આવતી હેચમેક (hatchback) કાર Maruti Suzuki Swift ના નેક્સ્ટ જનરેશન મોડલને લોન્ચ કરી છે. Maruti Suzuki Swift ની શું છે કિંમત, ક્યારે શરૂ થશે બુકિંગ અને કેવા ફિચર સાથે લોન્ચ કરવામાં આવી છે આ કાર આવો જાણીએ આ આર્ટિકલમાં…

New Maruti Swift Launch

New Maruti Swift Launch

ભારતમાં 4th જનરેશનની સ્વિફ્ટ લોન્ચ

દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની Maruti Suzuki એ ભારતમાં તેની 4th જનરેશનની સ્વિફ્ટ લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ મારુતિ સ્વિફ્ટના નેક્સ્ટ જનરેશન મોડલની પ્રારંભિક કિંમત રૂ. 6.49 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપની આ હેચબેક કારમાં ઘણા મોટા ફેરફાર કરી રહી છે. કંપનીએ નવી સ્વિફ્ટનું સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધું છે. રસ ધરાવતા ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ડીલરશીપ દ્વારા આ કાર બુક કરાવી શકે છે. નવી મારુતિ સ્વિફ્ટને સૌથી પહેલા જાપાન મોબિલિટી શો દરમિયાન કોન્સેપ્ટ તરીકે રજૂ કરવામાં આવી હતી.

2024 New Maruti Swift Launch

2024 New Maruti Swift Launch

1st જનરેશન સ્વિફ્ટ ભારતમાં વર્ષ 2005 થઇ હતી લોન્ચ

નવી સ્વિફ્ટમાં નવું Z સીરીઝનું પેટ્રોલ એન્જિન છે જે 14% વધુ માઈલેજ આપે છે. જણાવી દઈએ કે મારુતિ સુઝુકીએ પહેલી જનરેશનની સ્વિફ્ટને ભારતમાં વર્ષ 2005માં લૉન્ચ કરી હતી અને અત્યાર સુધીમાં ભારતમાં તેના 30 લાખ ગ્રાહકો છે. એટલે કે સ્વિફ્ટને ભારતમાં આવ્યાને 19 વર્ષ થઈ ગયા છે. સુઝુકીએ કહ્યું કે, ભારતીય કાર બજાર તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કંપનીએ નવી સ્વિફ્ટના નિર્માણ માટે 1450 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

1st Generation Swift car

1st Generation Swift car

કેટલી આવશે એવરેજ ?

નવી સ્વિફ્ટ હાઇબ્રિડ એન્જિન સાથે આવશે જેના કારણે તે જૂની સ્વિફ્ટ કરતાં 3.3 Kmpl વધુ માઇલેજ આપશે. સૂત્રો અનુસાર, તે એક લિટરમાં લગભગ 25.72 Kmpl ની માઈલેજ આપશે. હાલમાં માર્કેટમાં આટલી માઈલેજ આપતી બીજી કોઈ હેચબેક કાર નથી. નવી સ્વિફ્ટમાં 1.2 લિટર પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન મળશે જે રિટ્યુન કરવામાં આવશે.

New Maruti Swift Launch

New Maruti Swift Launch

કિંમત કેટલી છે?

કંપનીએ તેને 6 વેરિઅન્ટ LXi, VXi, VXi (O), ZXi, ZXi+ અને ZXi+ ડ્યુઅલ ટોનમાં લોન્ચ કરી છે. તેની કિંમત વિશે વાત કરીએ તો, 2024 મારુતિ સ્વિફ્ટ બેઝ વેરિઅન્ટ LXi ની કિંમત 6.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલ ZXi ડ્યુઅલ ટોન માટે 9.64 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ છે.

New Maruti Swift Launch

New Maruti Swift Launch

સેફ્ટી ફીચર્સ

મારુતિ સુઝુકીએ 2024 સ્વિફ્ટની સુરક્ષા પર ઘણું કામ કર્યું છે. 2024 મારુતિ સ્વિફ્ટની સેફ્ટી ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં હિલ હોલ્ડ કંટ્રોલ, ESP (ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ-ESP), નવું સસ્પેન્શન અને તમામ વેરિઅન્ટ્સ માટે 6 એરબેગ્સ મળશે. તેમાં તમામ સીટો માટે 3-પોઈન્ટ સીટ બેલ્ટ, એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), બ્રેક આસિસ્ટ (BA) જેવી આકર્ષક સુરક્ષા સુવિધાઓ છે.

આ પણ વાંચો – મેન્યુફેક્ચરિંગને લઈને દેશને ફાયદો કે નુકશાન, જાણો શું કહે છે PMI નો રિપોર્ટ…

આ પણ વાંચો – ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં Tata નો પંચ, માર્કેટમાં વેચી અધધ કાર

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?