જે બ્રાહ્મણ યુગલ ચાર બાળક પેદા કરશે સરકાર આપશે 1 લાખ રૂપિયા રોકડા, કેબિનેટ મંત્રીની જાહેરાત
- કેબિનેટ મંત્રીએ નિવેદન આપ્યું બાદ પલટો માર્યો
- મધ્યપ્રદેશના મંત્રીની મોટી જાહેરાત બાદ હોબાળો
- ભાજપ સરકારે સમગ્ર મામલે પોતાનો છેડો ફાડી નાખ્યો
ઇંદોર : મધ્યપ્રદેશમાં એક મંત્રીએ બ્રાહ્મણ યુગલોને ચાર બાળકોને જન્મ આપે તો 1 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. વિપક્ષ દ્વારા આ નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે. જ્યારે મંત્રીએ તેને વ્યક્તિગત પહેલ ગણાવી છે.
બ્રાહ્મણ યુગલોને અપાશે 1 લાખ રૂપિયા
મધ્યપ્રદેશના એક મંત્રીએ ચાર બાળકો પેદા કરનારા બ્રાહ્મણ યુગલને એક લાખ રૂપિયા ઇનામની જાહેરાત કરી દીધી છે. સંવૈધાનિક પદ પર રહેલા મંત્રીએ કહ્યું કે, યુવાન બ્રાહ્મણ યુગલ જે ચાર બાળકો પેદા કરશે તેમને એક લાખ રૂપિયા રોકડા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મોંઘવારીમાં કોઇ પણ પ્રકારે મેનેજ કરો પરંતુ બાળકો તો ચાર જ પેદા કરો. રાજ્યના મંત્રીના આ નિવેદન બાદ વિપક્ષે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. બીજી તરફ ભાજપના મંત્રીએ આ નિવેદનને પોતાનું વ્યક્તિગત્ત ગણાવ્યું છે.
આ પણ વાંચો : મા અંબાના પ્રાગટ્ય દિવસે ભક્તોનું ઘોડાપૂર, Shree Siddhi Group ના ચેરમેન Mukeshbhai Patel એ મંદિરમાં ધ્વજા અર્પણ કરી
ચાર બાળક પેદા કરવાનો શું છે મામલો?
મધ્ય પ્રદેશ સરકારના પરશુરામ કલ્યા બોર્ડના અધ્યક્ષ છે પંડિત વિષ્ણુ રાજોરિયા. રાજ્ય સરકારે તેમના કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત છે. ઇંદોરમાં એક કાર્યક્રમ દરમિયાન રાજોરિયાએ યુવા બ્રાહ્મણ યુગલોને ચાર બાળકો પેદા કરે તો એક લાખ રૂપિયાનું પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.
વિધર્મીઓની સંખ્યા સતત વધી રહી છે
દરજ્જો પ્રાપ્ત કેબિનેટ મંત્રી વિષ્ણુ રાજોરિયાએ કહ્યું કે, વિધર્મીઓની સંખ્યા વધી રહી છે કારણ કે આપણે આપણા પરિવારો પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. મને યુવાનો પાસેથી ઘણી આશા છે. અમે વૃદ્ધો પાસે વધારે આશા ન રાખી શકીએ. ધ્યાનથી સાંભળો, તમે ભવિષ્યની પેઢીની સુરક્ષા માટે જવાબદાર છો. યુવાન એક બાળક થાય એટલે પછી પોતાનું પરિવાર નિયોજન કરી નાખે છે. આ મોટી સમસ્યા છે. હું તમને અપીલ કરીશ કે ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરો. પરશુરામ બોર્ડ ચાર બાળક હશે તેવા યુવા બ્રહ્મ કપલને એક લાખ રૂપિયાનું પુરસ્કાર આપશે.
આ પણ વાંચો : HMPV Cases: ચિંતાઓ વચ્ચે, ચીનમાં HMPV વાયરસના કેસ ઘટવા લાગ્યા, જાણો ભારતમાં શું સ્થિતિ છે?
મોંઘવારીમાં ગમે તે પ્રકારે કામ ચલાવો પરંતુ ચાર બાળકો પેદા કરો
રાજોરિયાએ કહ્યું કે, હું બોર્ડનો અધ્યક્ષ રહું કે નહીં પરંતુ પુરસ્કાર આપવામાં આવશે. યુવાનો ઘણી વખથ તેમને કહ્યું કે, હવે શિક્ષણ મોંઘુ થઇ ચુક્યું છે. ગમે તેમ કરીને કામ ચલાવો પરંતુ બાળકો પેદા કરવામાં પાછા ન રહેશો. નહીં તો વિધર્મીઓ આ દેશ પર કબ્જો કરશે.
જો કે બાદમાં નિવેદન ફેરવી તોળ્યું.
જો કે બાદમાં રાજોરિયાએ કહ્યું કે, તેમની જાહેરાત એક વ્યક્તિગત્ત પહેલ હતી, ન કોઇ સરકારી પહેલ. આ મારુ સામાજિક વક્તવ્ય છે જે એક સામુદાયિક કાર્યક્રમમાં અપાયું હતું. બ્રાહ્મણ સમાજ આ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરી શકે છે, જેમાં બાળકોને ઉચ્ચ પદો માટે શિક્ષણ અને ટ્રેનિંગ દેવાનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Ahmedabad: રેલવે સ્ટેશન પર તમને કોઇ સ્માર્ટ કાર્ડ બનાવવાની લાલચ આપે તો ચેતી જજો
વિપક્ષે કર્યો હુમલો
કોંગ્રેસના મુકેશ નાયકે કહ્યું કે, રાજોરિયાએ પોતાની ટિપ્પણીઓ પર પુનર્વિચાર કરવો જોઇએ. તેઓ એક વિદ્વાન વ્યક્તિ છે, મારા મિત્ર છે. હું તેમને કહેવા માંગીશ કે, હું કહીશ કે વસ્તી વધારો આજના વિશ્વની મોટી સમસ્યાઓ પૈકીની એક છે. જેટલા ઓછા બાળકો હશે, તેમના શિક્ષણ સુનિશ્ચિત કરવું તેટલું જ સરળ હશે. એક ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે કે, મુસલમાનોની સંખ્યા હિંદુઓ કરતા વધારે થઇ જશે અને તેઓ હિંદુઓને ખાઇ જશે. આ કાલ્પનિક વિચાર છે. આપણો દેશ ત્યારે જ શક્તિશાળી બનશે જ્યારે આપણે એક બનીશું.
ભાજપે નિવેદન સાથે છેડો ફાડ્યો
કેબિનેટ મંત્રી રાજોરિયાના નિવેદન સાથે ભાજપે પોતે છેડો ફાડી લીધો હતો. ભાજપે કહ્યું કે, સરકાર નિયમો અને સંવિધાન અનુસાર કામ કરે છે. તેમણે જે કાંઇ પણ કહ્યું તે તેમનો વ્યક્તિગત્ત મંતવ્ય હોઇ શકે છે. સરકારનું માનવું છે કે, આ મામલો માતા-પિતાનો નિર્ણય છે. પાર્ટીનું તેની સાથે કોઇ જ લેવા દેવા નથી.
આ પણ વાંચો : Sambhal: મસ્જિદની બહાર 1978માં બનેલી ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝર ફરશે, વહીવટીતંત્રે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું


