Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GST : ઓછી આવક ધરાવતા વર્ગને રાહત આપવા માટે 12 % સ્લેબને નાબૂદ કરવા સરકારની વિચારણા

કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા 12 % GST ની યાદીમાં મોટાભાગની વસ્તુઓને 5 % ના સ્લેબમાં મૂકવા અથવા 12% ના સ્લેબને નાબૂદ કરવાનું વિચારી રહી છે. વાંચો વિગતવાર.
gst   ઓછી આવક ધરાવતા વર્ગને રાહત આપવા માટે 12   સ્લેબને નાબૂદ કરવા સરકારની વિચારણા
Advertisement
  • GST દરમાં મોટા પરિવર્તનની સરકાર તૈયારીઓ કરી રહી છે
  • 12 % વાળા સ્લેબને નાબૂદ કરવા અંગે વિચારણા
  • 12 % વાળા સામાનને 5 % સ્લેબમાં પણ સમાવિષ્ટ કરી શકાશે

GST : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં GST માં મોટી રાહત આપે તેવી સંભાવનાઓ છે. સરકાર GST સ્લેબમાં ફેરફાર કરવા વિચારણા રહી છે. મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર રાહત મળે તે દિશામાં સરકાર પ્રયત્ન કરી રહી છે. વર્તમાનમાં ઓછી આવક ધરાવતા વર્ગના સામાન્ય વપરાશની ચીજ-વસ્તુઓ પર12 % GST વસૂલવામાં આવે છે. સરકાર હવે 12 % GST ની યાદીમાં મોટાભાગની વસ્તુઓને 5 % ના સ્લેબમાં મૂકવા અથવા 12% ના સ્લેબને નાબૂદ કરવાનું વિચારી રહી છે.

રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓનો સ્લેબ બદલાશે

મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર રાહત મળે તે દિશામાં સરકાર પ્રયત્ન કરી રહી છે. વર્તમાનમાં ઓછી આવક ધરાવતા વર્ગના સામાન્ય વપરાશની ચીજ-વસ્તુઓ પર12 % GST વસૂલવામાં આવે છે. સરકાર હવે 12 % GST ની યાદીમાં મોટાભાગની વસ્તુઓને 5 % ના સ્લેબમાં સમાવિષ્ટ કરી શકે છે. એક ધારણા અનુસાર કદાચ સરકાર 12 % GST નો સ્લેબ નાબૂદ પણ કરી શકે છે. 12 % GST સ્લેબમાં સામાન્ય લોકો દ્વારા રોજિંદા ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ આ શ્રેણીમાં આવે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Stock Market Opening : શેરબજાર ગ્રીનઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 195 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

GST કાઉન્સિલની આગામી બેઠકમાં થઈ શકે નિર્ણય

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લઈ શકાય છે. આ બેઠક આ મહિને યોજાઈ શકે છે. બેઠક માટે 15 દિવસની નોટિસ આપવી પડશે. GST કાઉન્સિલની આગામી બેઠકમાં 12 % વાળા સામાનને 5 % સ્લેબમાં પણ સમાવિષ્ટ કરવાની ચર્ચા થઈ શકે છે. 12 % GST સ્લેબમાં સામાન્ય લોકો દ્વારા રોજિંદા ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ આવતી હોવાથી સરકાર આ વસ્તુઓને 5 % સ્લેબમાં સમાવિષ્ટ કરવાની ચર્ચા ઉપરાંત 12 % GST સ્લેબને નાબૂદ કરવા મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.

શું થશે સસ્તુ ?

GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દેશભરમાં એક કર પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. જેથી વિવિધ કરને એકસાથે જોડી શકાય. જોકે હવે GST માળખામાં 8 વર્ષ પછી સરકાર વધુ એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થઈ શકે છે. સરકાર 12% ટેક્સ સ્લેબ દૂર કરવાની અને ઘણી વસ્તુઓને 5% ટેક્સ હેઠળ લાવવાની યોજના છે. જેના કારણે મીઠાઈઓ, અમુક પ્રકારના કપડાં અને ડેરી ઉત્પાદનો જેવી ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. આ સાથે, કાર, તમાકુ, પાન મસાલા, ઠંડા પીણા વગેરે જેવી મોંઘી વસ્તુઓ જે હાલમાં વધારાનો કર (સેસ) વસૂલવામાં આવે છે, તેને પણ હવે સીધા GST દરમાં સમાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ 2000 Rupee Note: હજુ પણ 6000 કરોડથી વધુની નોટો બજારમાં હાજર

Tags :
Advertisement

.

×