Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Local Election Resul: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ PM મોદીએ કહ્યું-"ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે"

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર PM મોદીનું ટ્વીટ ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે:PM મોદી સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે: PM મોદી ભાજપના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું:PM મોદી   Gujarat Local Election Resul: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની...
gujarat local election resul  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ pm મોદીએ કહ્યું  ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે
Advertisement
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર PM મોદીનું ટ્વીટ
  • ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે:PM મોદી
  • સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે: PM મોદી
  • ભાજપના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું:PM મોદી

Gujarat Local Election Resul: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની (Gujarat Local Election Resul)ચૂંટણીમાં પણ સત્તાધારી ભાજપનું પ્રદર્શન એકંદરે શાનદાર રહ્યું છે. જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. રાજ્યની 68 નગર પાલિકાના જાહેર થયેલા પરિણામોમાં મોટાભાગની નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર PM મોદી(,PM Modi)એ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે, સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે.

Advertisement

Advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર PM મોદીની પોસ્ટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર PM મોદીની પોસ્ટમાં લખ્યું હતું કે, ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે.સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે. રાજ્યમાં યોજાયેલી નાગરિક ચૂંટણીઓમાં ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે. આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઉર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે. હું ભાજપના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું, જેમની અથાક મહેનત અને પ્રયત્નોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે.

આ પણ  વાંચો -Sthanik Swaraj Election Result 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ભાજપનો વિજયોત્સવ!

ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું શાસન જાળવી રાખ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીતની સ્ટ્રાઇક રેટ 90 ટકાથી ઉપર રહી છે. જ્યારે કોંગ્રેસ માટે ઝટકા સમાન પરિણામ આવ્યું છે. આમ આદમી પણ ગુજરાતમાં ખાસ પ્રદર્શન કરી શકી નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે. 66 નગરપાલિકાઓની ચૂંટણી પરિણામો પણ સામે આવી ગયા છે. કુલ 1844 બેઠકો હતી જેમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. નગરપાલિકાની ચૂંટણીમાં ફરીએકવાર ભાજપે મજબૂતાઈ સાથે બાજી મારી છે.

આ પણ  વાંચો -Sthanik Swaraj Election Result 2025: ફરી ભાજપનો ભગવો લહેરાયો,10 નપામાં ક્લિન સ્વીપ, કોંગ્રેસ-AAP નાં સૂપડા સાફ

66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા

રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે તો ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે.

Tags :
Advertisement

.

×