Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમને મળ્યા પેરોલ

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 2017 બાદ 12 વખત પેરોલ મળ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા આજે એકવાર ફરી ગુરમીત રામ રહીમને 20 દિવસ માટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમને મળ્યા પેરોલ
Advertisement
  • ગુરમીત રામ રહીમને ફરી મળ્યા પેરોલ
  • 2017 બાદ 12 વખત પેરોલ મળ્યા
  • ગુરમીત રામ રહીમને 30 દિવસના પેરોલ મળ્યા

Gurmeet Ram Rahim Parole : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 2017 બાદ 12 વખત પેરોલ મળ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા આજે એકવાર ફરી ગુરમીત રામ રહીમને 20 દિવસ માટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આજે સવારે લગભગ 5:30 વાગ્યે, તેમને ગુપ્ત રીતે જેલમાંથી બહાર કાઢીને તેમના સિરસા કેમ્પમાં લઈ જવામાં આવ્યા, જે તેમનો મુખ્ય આશ્રમ છે. જોકે 8 વર્ષથી તેઓ અહીં ગયા નથી.

30 દિવસની પેરોલ પર રામ રહીમને સિરસા ડેરામાં રહેવાની મંજૂરી

જાણીને નવાઈ લાગશે કે, રામ રહીમ ગુરમીત સિંહને ફરીથી 30 દિવસની પેરોલ મળી છે. તેમને કડક સુરક્ષા સાથે સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ પેરોલ પર મુક્તિ મેળવ્યા બાદ, આ પહેલીવાર છે જ્યારે ગુરમીત રામ રહીમને સિરસા ડેરામાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે. 2017માં સજા ફટકાર્યા બાદ, તે 8 વર્ષથી આ ડેરા મુખ્યાલયમાં જઈ શક્યો ન હતો, પરંતુ આ વખતે તેને તેના મુખ્ય આશ્રમમાં જવાની મંજુર આપવામાં આવી છે. વધુમાં જણાવી દઇએ કે, સિરસાના ડેરા પહોંચીને, ગુરમીત રામ રહીમે તેમના અનુયાયીઓને સંદેશ આપ્યો છે કે તેઓ સિરસા ધામ ન આવે, પરંતુ પોતપોતાના સ્થળોએથી દર્શન કરે.

Advertisement

Advertisement

વર્ષ 2017 થી અત્યાર સુધીમાં ગુરમીત રામ રહીમને 12 વખત પેરોલ

કહેવામાં આવી રહ્યું છે કે, હનીપ્રીત રામ રહીમને કડક સુરક્ષાની વચ્ચે બે વાહનો સાથે ડેરા પ્રમુખને લેવા આવી હતી. જણાવી દઇએ કે, 2024ની શરૂઆતમાં પણ રામ રહીમે ઇમરજન્સી પેરોલ માટે અરજી કરી હતી, જેને ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરે 3 શરતો સાથે મંજૂરી આપી હતી. આ શરતો અનુસાર, રામ રહીમને હરિયાણાની મુલાકાત લેવાની પરમિશન ન હોતી અને તે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ચૂંટણી પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશે નહીં. જણાવી દઈએ કે, વર્ષ 2017 થી અત્યાર સુધીમાં ગુરમીત રામ રહીમને 12 વખત પેરોલ મળી ચૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા વારંવાર પેરોલ આપવા બદલ ઘણી વખત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

ગુરમીત રામ રહીમના જેલમાંથી મુક્તિ અને પેરોલોની વિગતો

  • ગુરમીત રામ રહીમને 24 ઓક્ટોબર 2020 ના રોજ 1 દિવસના પેરોલ પર જેલમાંથી મુક્તિ મળી હતી, જ્યારે તેણે તેના માતાને મળવા માટે પેરોલ માંગી હતી.
  • 21 મે 2021 ના રોજ પણ રામ રહીમને માત્ર 12 કલાકના પેરોલ પર જેલમાંથી છૂટકારો મળ્યો, અને તે ફરીથી પોતાની માતાને મળવા માટે બહાર આવ્યો.
  • 7 ફેબ્રુઆરી 2022 ના રોજ, ગુરમીત રામ રહીમને 21 દિવસની રજા આપવામાં આવી હતી, જેથી તે તેના પરિવાર સાથે સમય ગુજારવામાં મકબુલ રહે.
  • જૂન 2022માં, ગુરમીત રામ રહીમ 30 દિવસના પેરોલ પર જેલમાંથી છૂટ્યો અને ઉત્તર પ્રદેશના બાગપત આશ્રમમાં રોકાયો.
  • 14 ઓક્ટોબર 2022 ના રોજ, 40 દિવસના પેરોલ પર મ્યુઝિક વીડિયો બનાવવા માટે ગુરમીત રામ રહીમ જેલમાંથી બહાર આવ્યો.
  • 21 જાન્યુઆરી 2023 ના રોજ, ગુરમીત રામ રહીમને શાહ સતનામ સિંહની જન્મજયંતિમાં હાજરી આપવા માટે 40 દિવસનો પેરોલ મળ્યો.
  • 20 જુલાઈ 2023 ના રોજ, ગુરમીત રામ રહીમ ફરીથી 30 દિવસના પેરોલ પર જેલમાંથી મુક્ત થયો.
  • 21 નવેમ્બર 2023 ના રોજ, તે 21 દિવસ માટે જેલમાંથી બહાર આવ્યો અને બાગપત આશ્રમમાં પરત ફર્યો.
  • 19 જાન્યુઆરી 2024ના રોજ, રામ રહીમને 50 દિવસની રજા મળી હતી.
  • 13 ઓગસ્ટ 2024ના રોજ, ગુરમીત રામ રહીમને ફરીથી 21 દિવસની રજા પર છોડવામાં આવ્યો અને તે બાગપત આશ્રમ પહોંચ્યો.
  • 2 ઓક્ટોબર 2024ના રોજ, તે 20 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો અને તે ઉત્તર પ્રદેશના બર્નવા આશ્રમમાં રોકાયો હતો.
  • સૌથી છેલ્લે, આજે એટલે કે 28 જાન્યુઆરી 2025ના રોજ, ગુરમીત રામ રહીમને 20 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો અને તે સિરસા આશ્રમમાં રહેશે.

અન્ય કેસોમાં ગુરમીત રામ રહીમની સજા

25 ઓગસ્ટ 2017 ના રોજ પંચકુલામાં થયેલી હિંસા બાદ ગુરમીત રામ રહીમને સુનારિયા જેલમાં લાવવામાં આવ્યો હતો. રામ રહીમને બે સાધ્વીઓના જાતીય શોષણના કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, ગુરમીત રામ રહીમને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા અને ડેરાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જોકે, રણજીત સિંહ હત્યા કેસમાં પંજાબ-હરિયાણા કોર્ટે ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો :  હરિયાણામાં ભાજપની જીત, ગુરમીત રામ રહીમ સિંહની કેટલી ભૂમિકા?

Tags :
Advertisement

.

×