Haryana :પ્રેમનો ભયાનક અંત! પ્રેમી યોગા શિક્ષકને 7 ફૂટ ઉંડા ખાડામાં જીવતો દફનાવ્યો!
- મેરઠના સૌરભ રાજપૂત હત્યા કેસ મામલો
- પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા
- 7 ફૂટ ઊંડા ખાડામાં જીવતો દાટી દીધો
Haryana: મેરઠના સૌરભ રાજપૂત હત્યા કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. પ્રેમ સંબંધમાં બંધાયેલી મુસ્કાન રસ્તોગીએ તેના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને તેના પતિની જે ક્રૂરતાથી હત્યા કરી તે જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે. હવે હરિયાણાના (Haryana)રોહતક જિલ્લામાંથી પ્રેમ પ્રકરણમાં બર્બર હત્યાની (Rohtak Jagdeep Murder Case)મેરઠ જેવી જ એક ઘટના સામે આવી છે. મેરઠમાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. રોહતકમાં પતિએ તેના મિત્રો સાથે મળીને પત્નીના પ્રેમીની ઘાતકી હત્યા કરી નાખી.
મસ્તનાથ યુનિવર્સિટીના યોગ શિક્ષક જગદીપની હત્યા
વાસ્તવમાં આ મામલો રોહતકની બાબા મસ્તનાથ યુનિવર્સિટીના યોગા શિક્ષક જગદીપની હત્યાનો છે. જગદીપની 24મી ડિસેમ્બરે હત્યા કરવામાં આવી હતી. હવે ત્રણ મહિના પછી 24 માર્ચે પોલીસને જગદીપનો મૃતદેહ મળ્યો. જગદીપના હત્યારાઓએ તેને 7 ફૂટ ઊંડા ખાડામાં જીવતો દાટી દીધો હતો.
રોહતકથી 61 કિલોમીટર દૂર ચરખી દાદરીમાં દફનાવ્યો હતો
રોહતકથી 61 કિ.મી દૂર ચરખી દાદરીના પંતવાસ ગામમાં પ્રેમપ્રકરણના કારણે યોગા શિક્ષકનું અપહરણ કરીને તેને 7 ફૂટના ખાડામાં જીવતી દાટી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, અપહરણના 10 દિવસ પછી ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ 3 મહિના સુધી યોગ શિક્ષકને શોધી રહી હતી. બરાબર 3 મહિના પછી 24 માર્ચે પોલીસે યોગા શિક્ષકની લાશને ખાડામાંથી બહાર કાઢી અને બે આરોપીઓની ધરપકડ કરી.
આ પણ વાંચો -Milk Price Hike : આ રાજ્યમાં દૂધનો ભાવ આસમાને! જાણો નવો ભાવ!
ઝજ્જરના માંડોઠી ગામનો રહેવાસી હતો જગદીપ
ઝજ્જર જિલ્લાના માંડોઠી ગામના જગદીપનું 24 ડિસેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું અને પોલીસે 24 માર્ચે તેનો મૃતદેહ શોધ્યો હતો. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે જેથી આ કેસમાં વધુ વિગતો બહાર આવી શકે. આરોપીઓએ મૃતક જગદીશને માર માર્યો અને તેના હાથ-પગ બાંધી દીધા અને ખાડામાં જીવતો દાટી દીધો.
આ પણ વાંચો -આ રાજ્યમાં એક સાથે 10 લોકો HIV પોઝિટિવ થતાં ચકચાર !
હાથ-પગ બાંધ્યા, મોં પર ટેપ લગાવી પછી ખાડામાં જીવતી દાટી દીધો!
જગદીપ રોહતકની બાબા મસ્તનાથ યુનિવર્સિટીમાં યોગ શિક્ષક હતા. 24 ડિસેમ્બરના રોજ જગદીપ સવારે ડ્યુટી માટે ગયો હતો અને સાંજે ઘરે પહોંચતા જ ગુમ થઈ ગયો હતો. પ્રેમ પ્રકરણના કારણે જગદીપનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આરોપીઓએ જગદીપના હાથ-પગ બાંધી દીધા હતા અને તેને અવાજ ન કરવા માટે તેના મોં પર ટેપ પણ લગાવી દીધી હતી અને રોહતકથી 61 કિલોમીટર દૂર ચરખી દાદરીના પંતવાસ ગામમાં નિર્જન ખેતરોમાં 7 ફૂટ ખાડો ખોદીને તેને જીવતો દાટી દીધો હતો.
ત્રણ મહિના બાદ કોલ ડિટેઈલ દ્વારા આરોપી સુધી પહોંચી પોલીસ
અપહરણના 10 દિવસ પછી એટલે કે 3જી ફેબ્રુઆરીએ જગદીપના ગુમ થયાની ફરિયાદ શિવાજી કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પોલીસે તેમના સ્તરે શોધખોળ શરૂ કરી અને 3 મહિના સુધી જગદીપને શોધતી રહી, આખરે જગદીપની કોલ ડિટેઈલ દ્વારા પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચી અને હરદીપ અને ધરમપાલ નામના બે આરોપીઓની ધરપકડ કરી.
આ પણ વાંચો -Ranya Rao: સોનાની દાણચોરીના મામલામાં હજુ જેલમાં વિતાવવા પડશે દિવસો
જે ભાડાના મકાનમાં રહેતો હતો જગદીપ, તેની એક મહિલા સાથે હતો પ્રેમ સંબંધ
તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. વાસ્તવમાં જગદીપ જે મકાનમાં ભાડે રહેતો હતો, ત્યાં એક મહિલા સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું, જેના વિશે મહિલાના પતિને જાણ થઈ ગઈ, ત્યારબાદ જગદીપને માર માર્યો, તેનું અપહરણ કર્યું, તેને કારમાં બેસાડી પંતવાસ ગામ લઈ ગયો, જ્યાં તેણે અગાઉથી તૈયાર કરેલા 7 ફૂટ ઊંડા ખાડામાં જીવતો દાટી દીધો.
બોરવેલ માટે કહીને ખોદાવ્યો હતો ખાડો
આ પહેલા જગદીપના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા અને તેને પહેલાથી તૈયાર કરેલા ખાડામાં નાખવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાડો ખોદનાર વ્યક્તિએ અહીં બોરવેલ બનાવવાની વાત કહીને ખાડો ખોદ્યો હતો પરંતુ પોલીસે આ મામલાનો ભેદ ઉકેલી લીધો છે.
પોલીસે કહ્યું- હરદીપ અને ધરમપાલ નામના બે આરોપીઓની ધરપકડ
CIA-1ના ઈન્ચાર્જ કુલદીપ સિંહે જણાવ્યું કે હરદીપ અને ધરમપાલ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના સહયોગીઓ પણ આ હત્યામાં સામેલ છે. 24 ડિસેમ્બરે મૃતક જગદીપને માર મારવામાં આવ્યો હતો અને તેના હાથ-પગ બાંધીને કારમાં બેસાડી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તે કોઈ અવાજ ન કરે તે માટે તેના મોઢા પર ટેપ લગાવી દેવામાં આવી હતી અને તેને ચરખી દાદરીના પંતાવશ ગામમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને પહેલેથી જ નિર્જન જગ્યાએ ખેતરોમાં તૈયાર કરવામાં આવેલા 7 ફૂટના ખાડામાં જીવતો દાટી દેવામાં આવ્યો હતો.


