Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશભરમાં વરસાદથી ભારે તબાહી, 700થી વધુ લોકોના મોત

દેશભરમાં વરસાદથી ભારે તબાહી 700થી વધુ લોકોના મોત કેરળ, હિમાચલ પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત હવામાન વિભાગની ચેતવણી 25 રાજ્યોમાં વરસાદની સંભાવના નદીઓમાં પાણીનું સ્તર વધ્યું લોકોને સાવચેત રહેવાની સલાહ Rains Alert : દેશભરમાં ચોમાસા (Monsoon) ની મોસમ પૂર્ણ થવામાં...
દેશભરમાં વરસાદથી ભારે તબાહી  700થી વધુ લોકોના મોત
Advertisement
  • દેશભરમાં વરસાદથી ભારે તબાહી
  • 700થી વધુ લોકોના મોત
  • કેરળ, હિમાચલ પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત
  • હવામાન વિભાગની ચેતવણી
  • 25 રાજ્યોમાં વરસાદની સંભાવના
  • નદીઓમાં પાણીનું સ્તર વધ્યું
  • લોકોને સાવચેત રહેવાની સલાહ

Rains Alert : દેશભરમાં ચોમાસા (Monsoon) ની મોસમ પૂર્ણ થવામાં હજુ એક મહિનો બાકી હોવા છતાં, વરસાદે (Rain) ભારે તબાહી મચાવી છે. છેલ્લા ત્રણ મહિનામાં પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી આફતોના કારણે 700થી વધુ લોકોના જીવ ગયા છે. આ વર્ષે કેરળનું વાયનાડ શહેર સૌથી વધુ પ્રભાવિત થયું છે જ્યાં 400થી વધુ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.

ચાલુ ચોમાસાની સીઝનમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને આસામ જેવા રાજ્યોમાં પણ ભારે નુકસાન થયું છે. હિમાચલમાં 100થી વધુ લોકોના મોત થયા છે અને રાજસ્થાનમાં છેલ્લા 7 દિવસમાં 25 લોકોના મોત થયા છે. આસામમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી 100થી વધુ લોકોના મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 15 દિવસમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. આના કારણે હિમાચલમાં 150થી વધુ રસ્તાઓ અને 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયા છે. ઉત્તરાખંડમાં ઋષિકેશ, બદ્રીનાથ અને કેદારનાથ હાઇવે ભૂસ્ખલનને કારણે જોખમી બની ગયા છે. દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં પણ સતત વરસાદની સ્થિતિ છે. આજે હવામાન વિભાગે દિલ્હી સહિત 25 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે. દિલ્હીમાં 21 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે.

Advertisement

Advertisement

અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન સિસ્ટમ બનવાને કારણે કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ગંગાના તટીય વિસ્તારોમાં તોફાન આવી શકે છે. આ સિવાય બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, આસામ, મણિપુરમાં ભારે વરસાદની સંભાવના છે. લોકોને નદી, નાળા અને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યોએ આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કુદરતી આફતોએ રાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે આ કારણોસર લોકોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો:  વરસાદનું પાણી કારને તાણી ગયું, 9 લોકોએ ગુમાવ્યા જીવ; જુઓ VIDEO

Tags :
Advertisement

.

×