Himachal Pradesh : ભારે વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં વધુ 4 લોકોના મોત, મૃતાંક 57ને પાર
- Himachal Pradesh માં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
- છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં વધુ 4 લોકોના મોત
- ભારે વરસાદને લીધે Himachal Pradesh ની 786 કરોડથી વધુ સંપત્તિને નુકસાન થયું છે
Himachal Pradesh : ભારતમાં અત્યારે ચોમાસુ બરાબરનું જામ્યું છે. કેટલાક રાજ્યોમાં તો સીઝનનો 70થી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) જેવા રાજ્યને તો વરસાદે ઘમરોળી કાઢ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં વધુ 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 57ને પાર થયો છે. રાજ્યમાં 192 રસ્તા બંધ છે અને 745 પાણી પુરવઠા યોજનાઓ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે શિમલા, સોલન અને સિરમૌરમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
મૃતાંક 57ને પાર
ભારતના પહાડી રાજ્ય Himachal Pradesh માં વરસાદે કહેર વરસાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં વધુ 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 57ને પાર થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ મૃતકોમાંથી બે કુલુ અને કાંગડા જિલ્લાના છે. જ્યારે અન્ય એક મૃતક બિલાસપુરનો રહેવાસી છે. જ્યારે એક વ્યક્તિનું ઊંચાઈ પરથી પડી જવાથી મૃત્યુ થયું છે. હવામાન વિભાગે મંગળવારે શિમલા, સોલન અને સિરમૌર જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યુ છે કારણ કે આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત શુક્રવાર સુધી રાજ્યના 12 માંથી 7 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' પણ જાહેર કરવામાં આવ્યું છે.
#WATCH | शिमला: हिमाचल प्रदेश के मंत्री जगत सिंह नेगी ने कहा, "पिछले 2-3 दिनों से राष्ट्रीय राजमार्ग पर कई जगहों पर भूस्खलन हुआ है, जिसके कारण यातायात, खासकर चंडीगढ़-मनाली राजमार्ग पर, बाधित हुआ है... संपर्क सड़कों को खोलने के लिए हर संभव प्रयास किया जा रहा है... बिजली डीटीआर की… pic.twitter.com/Fl1X1Lym1r
— ANI_HindiNews (@AHindinews) July 14, 2025
786 કરોડથી વધુની સંપત્તિને નુકસાન
હિમાચલ પ્રદેશના SEOC અનુસાર અત્યાર સુધીમાં રાજ્યને ચોમાસા દરમિયાન 786 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. મંડી જિલ્લામાં 146 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે. 745 પાણી પુરવઠા યોજનાઓ અને 65 પાવર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર પણ પ્રભાવિત થયા છે. હિમાચલ પ્રદેશમાં ચોમાસું 20 જૂનથી શરૂ થયું હતું અને 13 જુલાઈ સુધી રાજ્યમાં કુલ 105 લોકો મૃત્યુ પામ્યા છે. આમાંથી 61 લોકો વરસાદ સંબંધિત ઘટનાઓમાં અને 44 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. 35 લોકો હજુ પણ ગુમ છે જ્યારે 184 લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચોઃ Sofia Firdous: ઓડિશામાં કોંગ્રેસનો ફાયરબ્રાન્ડ ચહેરો, પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય
22 વખત વાદળ ફાટ્યા
હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસુ શરુ થયા બાદ અત્યાર સુધીમાં 31 વખત પૂર, 22 વખત વાદળ ફાટવા (Cloudburst) ની ઘટનાઓ અને 18 વાર ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. 30 જૂન અને 1 જુલાઈની રાત્રે મંડી જિલ્લામાં વાદળ ફાટવા અને પૂરમાં 15 લોકો માર્યા ગયા હતા અને 27 લોકો હજુ પણ લાપતા છે. તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. સિરમૌરના રાજગઢમાં સૌથી વધુ 72 મીમી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જુબ્બરહટ્ટીમાં 59.2 મીમી, મંડીમાં 26.4 મીમી, શિમલામાં 18.5 મીમી અને ધર્મશાળામાં 16 મીમી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ Breaking news: હરિયાણા-ગોવાને મળ્યા નવા રાજ્યપાલ, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક


