Himachal Pradesh: હિમાચલમાં વરસાદને કારણે ભૂસ્ખલન,85 લોકના મોત
- હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ
- રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિત 245 રસ્તાઓ ક્ષતિગ્રસ્ત
- 740 જળ યોજનાઓને પણ અસર પહોંચી
Himachal Pradesh floods : હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે (Himachal Pradesh floods) રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિત 245 રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. આ બાબતે અધિકારીઓએ ગુરુવારે જાણકારી આપી હતી. રાષ્ટ્રીય રાજમાર્ગ -ત્રણ પંજાબની અટારીને લડાખના લેહ સાથે જોડે છે. ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઈડને કારણે ફક્ત મંડી જિલ્લામાં 138 રસ્તાઓ બંધ છે. ત્યાં ગણા વિસ્તારોમાં વરસાદને કારણે ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા છે અને 740 જળ યોજનાઓને પણ અસર પહોંચી છે
10 જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટના બની
મંડીમાં 30 જૂન અને 1 જુલાઈ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન લગભગ 10 જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટના બની હતી. અત્યાર સુધીમાં પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં ૧૫ લોકોના મોત થયા છે. આખો પહાડી પ્રદેશ આ દિવસોમાં કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે. મંડીમાં 138 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે 124 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે અને 137 પાણી પુરવઠા પ્રોજેક્ટ્સને અસર પહોંચી છે.
આ પણ વાંચો -Maharashtra: મહિલા શિક્ષકે 125 બાળકીઓ સાથે આ શું કર્યું? વાલીઓમાં આક્રો
આ રાજ્યોમાં થયો ભારે વરસાદ
બુધવારે સવાર સુધીમાં રાજ્યમાં કુલ 192 ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા હતા અને 740 જળ યોજનાઓને અસર પહોંચી હતી.સિરમૌર અને બિલાસપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સૌથી વધુ 168.5 મીમી વરસાદ ધૌલા કુઆનમાં નોંધાયો હતો. બિલાસપુરમાં 120.4 મીમી વરસાદ પડ્યો હતો અને યલો એલર્ટ જાહેર કર્યું છે.


