Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં SKM પાર્ટીએ મચાવી ધૂમ, ભાજપ-કોંગ્રેસ રહી શૂન્ય પર સવાર

Sikkim Assembly elections: આજે ઉત્તર-પૂર્વીય રાજ્ય સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો પહેલા મત ગણતરી હાથ ધરવામાં આવી હતી . સિક્કિમમાં મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગના નેતૃત્વમાં તેમની પાર્ટી સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)...
સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં skm પાર્ટીએ મચાવી ધૂમ  ભાજપ કોંગ્રેસ રહી શૂન્ય પર સવાર
Advertisement

Sikkim Assembly elections: આજે ઉત્તર-પૂર્વીય રાજ્ય સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો પહેલા મત ગણતરી હાથ ધરવામાં આવી હતી . સિક્કિમમાં મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગના નેતૃત્વમાં તેમની પાર્ટી સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) એ કુલ 32 વિધાનસભા બેઠકોમાંથી 31 પર જીત મેળવી છે.

  • SKM એ સિક્કિમમાં સતત બીજી વખત સરકાર બનાવી

  • PM Modi એ SKM પાર્ટીને અભિનંદન પાઠવ્યા

  • લોકોએ પણ આ કામના આધારે જ મતદાન કર્યું છે

Advertisement

વિપક્ષી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) ને માત્ર એક બેઠક પર જીત હાંસલ થઈ હતી. તો બીજી તરફ ભાજપ અને કોગ્રેસને એક પણ બેઠક પર જીત મળી નથી. આ વખતે SDF સીએમ પવન કુમાર ચામલિંગની પાર્ટી જે સિક્કિમમાં 24 વર્ષ સુધી શાસન કર્યા પછી 2019 માં સત્તા પરથી દૂર કરવામાં આવી હતી. તે સિક્કિમની એકમાત્ર શ્યારી બેઠક જીતી શકી હતી.

Advertisement

પાર્ટીએ સિક્કિમમાં સતત બીજી વખત સરકાર બનાવી

ચૂંટણી પંચના ડેટા અનુસાર, સિક્કિમમાં SKM કુલ 32 વિધાનસભા બેઠકોમાંથી 31 પર રેકોર્ડ જીત નોંધાવી છે. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ પોતે બે વિધાનસભા બેઠકો રેનોક અને સોરેંગ-ચાકુંગ પર જીત મેળવી છે. તેમની પત્ની કૃષ્ણા કુમારી રાય પણ નામચી-સિંઘીથાંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે. લગભગ 11 વર્ષ પહેલા બનેલી તેમની પાર્ટીએ સિક્કિમમાં સતત બીજી વખત સરકાર બનાવી છે.

PM Modi એ SKM પાર્ટીને અભિનંદન પાઠવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) પાર્ટી અને મુખ્ય પ્રધાન તમાંગને 2024ની સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે X.com પર લખીને જણાવ્યું હતું કે, સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2024 માં જીત મેળવવા બદલ SKM પાર્ટી અને તેના મુખ્યમંત્રી તમાંગને શુભકામનાઓ. હું આવનારા સમયમાં સિક્કિમના વિકાસને આગળ વધારવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કાર્ય કરવા માટે આતુર છું.

લોકોએ પણ આ કામના આધારે જ મતદાન કર્યું છે

ત્યારે આ મુખ્યમંત્રી પ્રેમ સિંહ તેમાંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું સિક્કિમના લોકોનો આભાર વ્યક્ત કરું છું. તેમણે પાર્ટીની મહેનતનો સ્વીકાર કર્યો. પવન કુમાર ચામલિંગ માત્ર 2019 માં સંપૂર્ણ રીતે હાર્યા હતા, પરંતુ આ એક લોકતંત્ર છે. જે કામ તે 25 વર્ષની અંદર ના કરી શક્યા અમે તે કામને 5 વર્ષની અંદર કરી બતાવ્યું. તો લોકોએ પણ આ કામના આધારે જ મતદાન કર્યું છે.

આ પણ વાંચો: Vistara airline flight UK 02: પેરિસથી મુંબઈ જતી વિસ્તારા ફ્લાઈટને બોમ્બની ધમકી મળી, ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

Tags :
Advertisement

.

×