Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેરળમાં દેશનું માથું શરમથી ઝૂકાવી દે તેવી ઘટના! પોલીસે 57 આરોપીની કરી ધરપકડ

દેશનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના કેરળમાંથી સામે આવી છે. પથાનમથિટ્ટા જિલ્લામાં એક સગીરા સાથે કથિત જાતીય શોષણના કેસમાં 59 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં પોલીસે 57 આરોપીની ધરપકડ કરી છે.
કેરળમાં દેશનું માથું શરમથી ઝૂકાવી દે તેવી ઘટના  પોલીસે 57 આરોપીની કરી ધરપકડ
Advertisement
  • કેરળમાં દેશનું માથું શરમથી ઝૂકાવી દે તેવી ઘટના!
  • ઈન્સ્ટા પર મિત્રતા બાદ સગીરા સાથે દુષ્કર્મનો સિલસિલો
  • 62 શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
  • અત્યાર સુધીમાં પોલીસે 57 આરોપીની કરી ધરપકડ
  • અન્ય બે ફરાર આરોપીઓ દેશની બહાર હોવાનો દાવો
  • એલાવુમથિટ્ટા પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ

દેશનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના કેરળમાંથી સામે આવી છે. પથાનમથિટ્ટા જિલ્લામાં એક સગીરા સાથે કથિત જાતીય શોષણના કેસમાં 59 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં પોલીસે 57 આરોપીની ધરપકડ કરી છે. અન્ય ફરાર બે આરોપીઓ દેશની બહાર હોવાનો પોલીસે દાવો કર્યો છે. સગીરાના નિવેદનના આધારે 4 અલગ અલગ પોલીસ મથકમાં કુલ 30 કેસ નોંધવામાં આવ્યા છે. આરોપીઓમાં 5 સગીર પણ સામેલ છે. સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઈ છે. 5 વર્ષમાં 62 લોકોએ જાતીય શોષણ કર્યાની ફરિયાદ પીડિતાએ નોંધાવી છે. યૌન શોષણ કરનારા મોટાભાગના આરોપીઓ કોચ, ક્લાસમેટ અને સ્થાનિક છે.

57 આરોપીની ધરપકડ, બે ફરાર

આ કેસમાં અત્યાર સુધીમાં 57 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ દેશની બહાર હોવાની પોલીસની પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે. આરોપીઓમાં 5 સગીર પણ સામેલ છે. પોલીસે સગીરાના નિવેદનના આધારે કુલ 30 અલગ અલગ કેસ 4 અલગ પોલીસ મથકમાં નોંધ્યા છે. પઠાણમથિટ્ટા જિલ્લાના વડા વીજી વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, પોલીસે રવિવારે સવારે 25 વર્ષીય આરોપીને કસ્ટડીમાં લીધો હતો. પીડિતાનું કહેવું છે કે, છેલ્લા 5 વર્ષમાં લગભગ 60 લોકોએ તેના પર દુષ્કર્મ કર્યું હતું અને તેને બ્લેકમેલ પણ કરવામાં આવી હતી. જ્યારે શિક્ષકોએ પીડિતાના વર્તનમાં ફેરફાર જોયો, ત્યારે તેમને શંકા ગઈ અને તેમણે જિલ્લા બાળ કલ્યાણ સમિતિને આ અંગે જાણ કરી. જ્યારે સમિતિએ પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું, ત્યારે તેનું બધું દુઃખ બહાર આવી ગયું.

Advertisement

13 વર્ષની ઉંમરે તેના પર પહેલીવાર દુષ્કર્મ થયો હતો

પીડિતાના નિવેદનના આધારે, કેરળના 4 પોલીસ સ્ટેશનમાં 30 FIR નોંધવામાં આવી છે. આ આરોપીઓમાં 5 સગીરોનો પણ સમાવેશ થાય છે. આ બાબત પોલીસને પણ મૂંઝવી રહી છે. શરૂઆતની તપાસ મુજબ, પીડિતા 13 વર્ષની ઉંમરથી જ સામૂહિક દુષ્કર્મનો ભોગ બની રહી હતી. છેલ્લા 5 વર્ષમાં તેના પર ઘણા લોકોએ દુષ્કર્મ કર્યો છે. ઘણા આરોપીઓ પીડિતાને બસ સ્ટેન્ડ નજીક પોતાની કારમાં અલગ અલગ જગ્યાએ લઈ જતા હતા, જ્યાં દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાઓ આચરવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2024 માં, પીડિતાને પઠાણમથિટ્ટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેના પર હુમલો થયો હતો. ગયા વર્ષે, એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર પીડિતાનો સંપર્ક કર્યો હતો. તે તેણીને રન્નીના રબરના બગીચામાં લઈ ગયો અને અન્ય 3 પુરુષો સાથે મળીને પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યો. પીડિતાના મતે, આ ઘટના તેના મિત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. 5 વર્ષ પહેલાં, મિત્રએ પીડિતા પર કપટથી સામૂહિક દુષ્કર્મ કર્યો હતો અને ત્યારથી, આ 5 વર્ષ સુધી ચાલુ રહ્યું.

Advertisement

આ પણ વાંચો :  Kerala માં 18 વર્ષની ખેલાડીનું 4 વર્ષથી યૌન શોષણ, 64 આરોપીઓની સંડોવણી

Tags :
Advertisement

.

×