Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતે પાકના વધુ એક અધિકારીને ‘persona non grata’કર્યા જાહેર, 24 કલાકમાં દેશ છોડવા આદેશ

ભારત સરકારે એક મોટું પગલું પાકિસ્તાની અધિકારીને non grata જાહેર કર્યો પ્રવૃત્તિઓમાં અધિકારી સંડોવણી India Pakistan Conflict: ભારત સરકારે એક મોટું રાજદ્વારી પગલું ભરતા, નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને 'Persona non grata' (અનિચ્છનીય વ્યક્તિ)...
ભારતે પાકના વધુ એક અધિકારીને ‘persona non grata’કર્યા જાહેર  24 કલાકમાં દેશ છોડવા આદેશ
Advertisement
  • ભારત સરકારે એક મોટું પગલું
  • પાકિસ્તાની અધિકારીને non grata જાહેર કર્યો
  • પ્રવૃત્તિઓમાં અધિકારી સંડોવણી

India Pakistan Conflict: ભારત સરકારે એક મોટું રાજદ્વારી પગલું ભરતા, નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને 'Persona non grata' (અનિચ્છનીય વ્યક્તિ) જાહેર કર્યો છે. ભારતમાં તેમની સત્તાવાર ભૂમિકા અનુસાર ન હોય તેવી પ્રવૃત્તિઓમાં આ અધિકારી સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.ભારતે આજે આ સંદર્ભમાં પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને ડિમાર્ચ (બીજા દેશ સામે લેવાયેલ રાજદ્વારી પગલું) જારી કર્યું અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની બહાર મોકલવા જણાવ્યું.

પાક અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવા આદેશ

જોકે, સરકારે પાકિસ્તાની અધિકારીની ઓળખ અને તે કયા પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતો તે અંગે કોઈ માહિતી આપી નથી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં ફરજ બજાવતા એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યા છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે આજે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને એક ડિમાર્ચ જારી કરવામાં આવ્યું હતું.તમને જણાવી દઈએ કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે, અને ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને ઘણા દિવસો સુધી સરહદ પારથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા.

Advertisement

આ પણ  વાંચો -TB Elimination Campaign: TB નાબૂદ અભિયાનની PM મોદીએ કરી સમીક્ષા

Advertisement

ભારત દ્વારા પર્સોના non grata જાહેર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ તેમના x એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે. વિદેશ મંત્રાલયે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં ફરજ બજાવતા એક પાકિસ્તાની સ્ટાફ સભ્યને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે આજે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને એક ડિમાર્ચ જારી કરવામાં આવ્યું હતું.

આ પણ  વાંચો -PM Modi CCS Meeting : PM મોદી આવતીકાલે CCS સાથે યોજશે બેઠક,જાણો કયા મુદ્દે ચર્ચા થશે

પર્સોના નોન ગ્રેટા જાહેર થવાનો અર્થ શું થાય છે?

જ્યારે કોઈ વ્યક્તિને "પર્સોના નોન ગ્રેટા" જાહેર કરવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ થાય કે તે દેશમાં તેનું સ્વાગત નથી અને તેના રાજદ્વારી વિશેષાધિકારો રદ કરવામાં આવ્યા છે. આના પરિણામે સામાન્ય રીતે તેમને રાજદ્વારી મિશનમાંથી તેમના દેશમાં પાછા મોકલવામાં આવે છે અને તેમની ફરજો સમાપ્ત કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તેઓ હવે યજમાન દેશ દ્વારા રાજદ્વારી સ્ટાફના સભ્યો તરીકે ઓળખાતા નથી.

Tags :
Advertisement

.

×