એર માર્શલ એકે ભારતીએ કહ્યું- પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓની લડાઈને પોતાની લડાઈ બનાવી
- ઓપરેશન સિંદૂર સફળ, વડાપ્રધાને આર્મી વડાઓ સાથે બેઠક યોજી
- ભારતીય સેનાનો ખુલાસો: 100થી વધુ આતંકી ઠાર
- પાકિસ્તાની દાવાઓનો સેનાએ પર્દાફાશ કર્યો
- ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
India-Pakistan Conflict : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ સરહદ પર શાંતિ જોવા મળી રહી છે. દરમિયાન, દિલ્હીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય લશ્કરી વડાઓ, સીડીએસ અનિલ ચૌહાણ, એનએસએ અજિત ડોભાલ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે બેઠક યોજી હતી. જણાવી દઇએ કે, ભારતીય સેનાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના દાવાઓનો પર્દાફાશ કર્યો હતો. સેનાએ માહિતી આપી કે, ઓપરેશન સિંદૂર હેઠળ અમારા લક્ષ્યો પ્રાપ્ત થયા છે. અમે પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો ઘણી વખત યોગ્ય જવાબ આપ્યો છે. સેનાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી દરમિયાન 40 પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત, આતંકવાદીઓના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા, જેમાં 3 મોટા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. માર્યા ગયેલા આ 3 ખતરનાક આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અને મસૂદ અઝહરના સાળા યુસુફ અઝહરનો સમાવેશ થાય છે.
પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓની લડાઈને પોતાની લડાઈ બનાવી : એર માર્શલ એકે ભારતી
May 12, 2025 2:51 pm
એર માર્શલ એકે ભારતીએ કહ્યું, 'ગઈકાલે અમે પાકિસ્તાન અને POKમાં હાજર આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી તે ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપી હતી. અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે હતી. એટલા માટે 7 મેના રોજ અમે ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓ પર જ હુમલો કર્યો, પરંતુ દુઃખની વાત એ છે કે પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને ટેકો આપવાનું યોગ્ય માન્યું અને આતંકવાદીઓની લડાઈને પોતાની લડાઈ બનાવી દીધી.
પ્રેસ કોન્ફરન્સની શરૂઆત અબ રણ હોગા ગીતથી થઈ
May 12, 2025 2:48 pm
સેનાની સંયુક્ત પત્રકાર પરિષદ 'અબ રણ હોગા' ગીતથી શરૂ થઈ.
ઓસ્ટ્રેલિયન મીડિયાએ પાકિસ્તાની સેનાની મજાક ઉડાવી
May 12, 2025 2:21 pm
ઓસ્ટ્રેલિયન મીડિયાએ પાકિસ્તાની સેનાની મજાક ઉડાવી છે. સ્કાય ન્યૂઝ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે પાકિસ્તાની સેનાએ ભારતની પ્રેસ કોન્ફરન્સની નકલ કરી છે.
બપોરે 02:30 વાગ્યે DGMO પ્રેસ કોન્ફરન્સ
May 12, 2025 1:50 pm
ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે અત્યાર સુધી કોઈ વાતચીત થઈ નથી. DGMO રાજીવ ઘાઈ આજે બપોરે 02:30 વાગ્યે પ્રેસ સાથે વાતચીત કરશે.
પાકિસ્તાની સેનાએ ફરી એકવાર કબૂલ્યું કે...
May 12, 2025 1:50 pm
પાકિસ્તાની સેનાએ ફરી એકવાર મીડિયામાં પોતાના સૂત્રનો પુનરોચ્ચાર કર્યો છે. પાકિસ્તાની સેનાએ પોતાની સેનાને 'જેહાદી આર્મી' અને પોતાના જનરલને 'જેહાદી જનરલ' કહ્યું છે.
ઓપરેશન સિંદૂરે આખી દુનિયાને આપણી બહાદુરી બતાવી : પાત્રા
May 12, 2025 1:38 pm
સંબિત પાત્રાએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર અમારી સૌથી મોટી સિદ્ધિ છે. આ ઓપરેશનથી આખી દુનિયાને ભારતની તાકાત દેખાડી દીધી, આપણે બતાવ્યું કે આપણે દુશ્મનના અંદર જઈને તેમનો નાશ કેવી રીતે કરી શકીએ છીએ.
સેનાની વીરતાને સલામ : ભાજપ
May 12, 2025 1:34 pm
ભાજપના નેતા અને પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ જે રીતે અદમ્ય હિંમત અને બહાદુરી બતાવી તે અદ્ભુત છે. આપણી સેનાએ દુશ્મનોને ખૂબ જ મુશ્કેલીમાં મુક્યા અને આતંકવાદીઓના ઘરોમાં એટલી બધી તબાહી મચાવી કે તેઓ તેને ક્યારેય ભૂલી શકશે નહીં.
DGMO સ્તરની બેઠકનો સમય બદલાયો
May 12, 2025 1:32 pm
ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO સ્તરની બેઠકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ બેઠક સાંજે થશે. પહેલા તે આજે બપોરે 12 વાગ્યે થવાનું હતું.
યુદ્ધવિરામ પછી 32 એરપોર્ટ ખુલ્યા
May 12, 2025 1:23 pm
ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન બંધ કરાયેલા 32 એરપોર્ટને ફરીથી ખોલવામાં આવશે. આ માહિતી એરપોર્ટ ઓથોરિટી દ્વારા સોમવારે (12 મે, 2025) એક પ્રેસ રિલીઝ જારી કરીને આપવામાં આવી હતી. AAI એ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 32 એરપોર્ટ ખોલવા માટે એરમેનને નોટિસ (NOTAM) જારી કરી છે.
Operation Sindoor : ભારતીય એરસ્પેસ તમામ ઉડાનો માટે ખુલી । Gujarat First@PMOIndia @rajnathsingh @DefenceMinIndia @HMOIndia #oprationsindoor #oprationsindoor2 #IndiaPakistanWar #Indianairspace #indiapakistantensions #indianarmy #gujaratfirst pic.twitter.com/4ThAmvpWT4
— Gujarat First (@GujaratFirst) May 12, 2025
વાતચીત પછી, DGMO આર્મી ચીફને બ્રીફ કરશે
May 12, 2025 1:21 pm
DGMO વચ્ચેની વાતચીત અંગે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ભારતે કહ્યું છે કે હવે દરેક આતંકવાદી હુમલો ભારત વિરુદ્ધ યુદ્ધ માનવામાં આવશે. યુદ્ધવિરામનું ઉલ્લંઘન યુદ્ધનું કૃત્ય માનવામાં આવશે, અને નાગરિક લક્ષ્યો પરના હુમલાઓને પણ યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે. આજની વાતચીત પછી, DGMO આર્મી ચીફને બ્રીફ કરશે, ત્યારબાદ આર્મી ચીફ PM મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને સમગ્ર વાતચીતની માહિતી આપશે.
PM સાથેની મુલાકાતમાં વિક્રમ મિશ્રી પણ હાજર રહ્યા હતા
May 12, 2025 1:19 pm
PM નિવાસસ્થાને એક મોટી બેઠક થઈ હતી. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ત્રણેય સેનાના વડાઓ, સીડીએસ અનિલ ચૌહાણ, એનએસએ અજિત ડોભાલ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાજર રહ્યા હતા. ભારતનું ટોચનું નેતૃત્વ વિક્રમ મિશ્રીની સાથે ઊભું જોવા મળ્યા જેમને તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા.
ઓપરેશન સિંદૂર પર બપોરે 02:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
May 12, 2025 1:13 pm
આજે બપોરે 12 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તરની વાતચીત થઇ અને હવે માહિતી મળી રહી છે કે, બપોરે 2:30 વાગ્યે 'ઓપરેશન સિંદૂર' પર એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે.


