India Pakistan War : CM ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને તતડાવ્યું, શરણાગતિ સ્વીકારી લો, નહિતર...
- Omar Abdullah એ Pakistan ને કડક શબ્દોમાં ચેતવણી આપી છે
- શરણાગતિ સ્વીકારી લો, નહિતર નુકસાન ભોગવવું પડશે - Omar Abdullah
- જો પાકિસ્તાન પોતાની બંદૂકોને શાંત કરે તો સારું રહેશે - Omar Abdullah
India Pakistan War : જમ્મુ-કાશ્મીરમાં સરહદ પર પાકિસ્તાન દ્વારા ચાલી રહેલા ગોળીબાર વચ્ચે સીએમ ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા છે. તેમણે અહીં પૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોના ખબર અંતર પુછ્યા છે. ઘાયલોને મળ્યા બાદ મુખ્યમંત્રી Omar Abdullah એ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, Pakistan દ્વારા સામાન્ય લોકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો. તેણે આ તાત્કાલિક બંધ કરવું જોઈએ. પાકિસ્તાને હવે શરણાગતિ સ્વીકારવી જોઈએ નહીંતર તેને જ નુકસાનમાં થશે.
Omar Abdullah આકરાપાણીએ
જમ્મુ-કાશ્મીરના સીએમ Omar Abdullah એ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઘાયલોના ખબર અંતર પુછીને સાંત્વના પાઠવી છે. તેમણે આ પ્રસંગે Pakistan ને પણ આડેહાથ લીધું હતું. તેમણે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, શરણાગતિ સ્વીકારી લો, નહિતર નુકસાન ભોગવવું પડશે. Pahalgam Attackમાં નિર્દોષ લોકો માર્યા ગયા. અમારે તેનો જવાબ આપવો પડ્યો. હવે પાકિસ્તાન આ પરિસ્થિતિને વધુ બગાડી રહ્યું છે. પાકિસ્તાનને આનો ફાયદો થશે નહિ અને તે સફળ પણ થશે નહીં. જો પાકિસ્તાન પોતાની બંદૂકોને શાંત કરે તો સારું રહેશે. તેઓ ગઈકાલે રાત્રે જે બન્યું તેને પ્રોત્સાહન આપવા માંગે છે. આનાથી પાકિસ્તાનને ફક્ત નુકસાન જ થશે. પાકિસ્તાને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચોઃ Pakistan ના ઘમંડનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, 48 કલાકમાં 600 ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા
સુરક્ષા દળોની કરી પ્રશંસા
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું કે, Pakistan એ નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. Pakistan એ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો જોકે આપણા સંરક્ષણ દળોએ બધા ડ્રોનને નષ્ટ કર્યા છે. કાશ્મીરના અનંતનાગ (Anantnag) માં દારૂગોળાના ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ પાકિસ્તાનનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જમ્મુની મુલાકાતે આવેલા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પાકિસ્તાની ગોળીબારથી પૂંછમાં ઘણું નુકસાન થયું છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પીજીઆઈ ચંદીગઢ (PGI Chandigarh) ખસેડવામાં આવ્યા છે.
#WATCH | Samba: On India-Pakistan tensions, J&K CM Omar Abdullah says, " Biggest thing is they have tried to target civilians...they used drones...but the credit goes to our defence forces, they shot down all the drones...in Kashmir's Anantnag ammunition depot was also targeted… pic.twitter.com/uoMrtiNLsp
— ANI (@ANI) May 9, 2025
આ પણ વાંચોઃ સિંધુ સમજૂતીમાં પાકિસ્તાનને મદદ કરવાનો વિશ્વ બેંકે ઇનકાર કર્યો, કહ્યું- અમે કંઈ ના કરી શકીએ


