Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું Rahul Gandhi ભારતીય નાગરિક નથી? સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યો સવાલ

રાહુલ ગાંધીની નાગરિકતા પર સ્વામીએ પ્રશ્નો ઉઠાવ્યા રાહુલની બ્રિટિશ નાગરિકતા પર મામલો ગરમાયો સ્વામીએ રાજ્ય સરકાર પાસે માંગ્યો સ્ટેટસ રિપોર્ટ રાહુલ ગાંધીની નાગરિકતા મામલે હાઈકોર્ટમાં અરજી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર સંકટના વાદળો જોવા મળી રહ્યા હોય...
શું rahul gandhi ભારતીય નાગરિક નથી  સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યો સવાલ
Advertisement
  • રાહુલ ગાંધીની નાગરિકતા પર સ્વામીએ પ્રશ્નો ઉઠાવ્યા
  • રાહુલની બ્રિટિશ નાગરિકતા પર મામલો ગરમાયો
  • સ્વામીએ રાજ્ય સરકાર પાસે માંગ્યો સ્ટેટસ રિપોર્ટ
  • રાહુલ ગાંધીની નાગરિકતા મામલે હાઈકોર્ટમાં અરજી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર સંકટના વાદળો જોવા મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, સ્વામીએ આ અગાઉ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે, જેની તપાસની માંગ તેઓ કરી રહ્યા છે.

રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા : સુબ્રમણ્યમ સ્વામી

સ્વામીએ કોર્ટને અનુરોધ કર્યો છે કે તે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા આદેશ આપે. આ ઉપરાંત, તેમણે કોર્ટ પાસે કેન્દ્ર સરકાર પાસેથી આ ફરિયાદ પર સ્ટેટસ રિપોર્ટ માંગવાની વિનંતી કરી છે. ઓગસ્ટ 2019માં, સ્વામીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી (Rahul Gandhi) પાસે બ્રિટિશ નાગરિકતા છે અને તેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ પણ છે. સ્વામીએ ભારતીય બંધારણના અનુચ્છેદ 9 અને નાગરિકતા અધિનિયમ 1955નો ઉલ્લેખ કરીને જણાવ્યું કે જો કોઈ ભારતીય નાગરિક બીજા દેશની નાગરિકતા લે છે, તો તેને ભારતીય નાગરિકતા છોડવી પડશે. સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની માંગ પણ કરી છે. 20 એપ્રિલ 2019ના રોજ, આ સંબંધમાં કેન્દ્ર સરકારે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને નોટિસ મોકલી હતી, જેની તપાસ હાલ ચાલી રહી છે.

Advertisement

Advertisement

સ્વામીની કોર્ટ પાસે માંગ

સ્વામીએ કોર્ટ પાસે અનુરોધ કર્યો છે કે તે આ મામલે કાર્યવાહી માટે સરકારને તાત્કાલિક સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરે. સ્વામીએ કહ્યું કે રાહુલ ગાંધી બ્રિટનમાં રજિસ્ટર્ડ કંપની બેકલોપ્સ લિમિટેડના ડિરેક્ટરોમાંના એક છે. તેમણે દાવો કર્યો હતો કે કંપનીએ 2005 અને 2006માં વાર્ષિક રિટર્ન ફાઈલ કર્યું હતું. તેમના મતે રાહુલ ગાંધીની જન્મતારીખ 19 જૂન, 1970 છે. આ સિવાય તેમને બ્રિટનના નાગરિક ગણાવ્યા છે. હવે સ્વામીએ કોર્ટમાં કહ્યું છે કે મેં કેન્દ્ર સરકારને આ ફરિયાદ પર સ્ટેટસ અપડેટ માટે ઘણી વખત કહ્યું છે, જેનો કોઈ જવાબ મળ્યો નથી. તેમણે હવે કોર્ટ પાસે માંગ કરી છે કે તેમણે સરકારને આ મુદ્દે કાર્યવાહીની સ્થિતિ વિશે પૂછવું જોઈએ.

આ પણ વાંચો:  Rahul Gandhi હરોળમાં શા માટે બેઠા પાછળ? કારણ આવ્યું સામે

Tags :
Advertisement

.

×