આ કલેક્ટર સાથે જોડાયેલો છે અભિશાપ? જ્યાં પણ જાય છે ભાગદોડ થાય છે!
- વિજય કિરણ આનંદની જમીન સાથે જોડાયેલા અધિકારીની છાપ
- સરકાર કોઇ પણ મોટા આયોજન માટે આનંદને સોંપે છે જવાબદારી
- કાશીની ભાગદોડ બાદ હવે મહાકુંભની ભાગદોડ સમયે તેઓ જ ડીએમ
પ્રયાગરાજ : મહાકુંભમાં થયેલી દુર્ઘટના વચ્ચે વારાણસીમાં 9 વર્ષ પહેલા થયેલી ભાગદોડની યાદો ફરી એકવાર તાજી થઇ ગઇ છે. વારાણસીમાં ભાગદોડ દરમિયાન 25 લોકોના મોત થયા હતા. જો કે એક વિચિત્ર દુર્યો પણ છે કે, વારાણસીમાં ભાગદોડ મચી ત્યારે ડીએમ વિજય કિરણ આનંદ હતા. હવે પ્રયાગરાજમાં ભાગદોડ થઇ ત્યારે પણ વિજય કિરણ આનંદ જ ડીએમ છે.
વારાણસી ભાગદોડ સમયે પણ વિજય કિરણ આનંદ હતા ડીએમ
વારાણસી ભાગદોડ બાદ વિજય કિરણ આનંદને વારાણસીના ડીએમ પદ પરથી હટાવી દેવાયા હતા. 2009 બેચના આઇએએસ અધિકારી વિજય કિરણ આનંદની ગણતરી ખુબ જ અનુશાસિત અને જનતા માટે કામ કરનારા અધિકારી તરીકે થાય છે. બાગપતમાં એસડીએમ તરીકે તેમણે પહેલું પોસ્ટિંગ મળ્યું હતું. ત્યાર બાદ તેમણે અનેક જવાબદારી સંભાળી હતી. 2016 માં વિજય કિરણ આનંદને વારાણસીના ડીએમ બનાવવામાં આવ્યા.
આ પણ વાંચો : ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ, ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં હેટ્રિક સર્જી
વારાણસીના જય ગુરૂદેવના કાર્યક્રમમાં થઇ ભાગદોડ
આ દરમિયાન 16 ઓક્ટોબર વારાસણીમાં જય ગુરૂદેવના નામે પ્રખ્યાત પંકજ મહારાજના સત્સંગ પહેલા યાત્રા કાઢી હતી. યાત્રામાં ભાગદોડ મચી ગઇ હતી. આ ભાગદોડમાં 25 લોકોનાં મોત થઇ ગયા હતા.જ્યારે 20 થી વધારે લોકો ઘાયલ થઇ ગયા હતા. ભાગદોડ બાદ અનેક અધિકારીઓને દોષીત માનીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
વારાણસી દુર્ઘટના બાદ પણ તેમને પદ પરથી હટાવાયા હતા
વિજય કિરણ આનંદ પણ ભાગદોડ દુર્ઘટના બાદ સરકારના રોષનો ભોગ બન્યા હતા. તેમને જિલ્લાધિકારી પદ પરથી હટાવી દેવાયા હતા. તેમના પર ત્યારે પણ ભાગદોડ માટે અનુમાન કરતા વધારે લોકોને એકત્ર થવા દેવાનો દોષીત માનવામાં આવ્યા હતા. ભાગદોડ બરોબર ગંગા પર બનેલા પુલ પર બની હતી. કોઇએ પુલ તુટવાની અફવા ફેલાવી અને લોકો બચવા માટે ભાગવા લાગ્યા હતા. જેમાં 25 લોકોનાં મોત થયા હતા. 20 થી વધારે લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : સઉદી અરબમાં ભયાનક માર્ગ દુર્ઘટના, 9 ભારતીયોના ઘટના સ્થળે જ મોત
પ્રયાગરાજ દુર્ઘટના સમયે પણ તેઓ જ મહાકુંભ નગરના ડીએમ છે
હવે પ્રયાગરાજમાં મહાકુંભને ધ્યાને રાખીને મહાકુંભ નગર વસાવવામાં આવ્યું તો તેની સંપુર્ણ જવાબદારી વિજય કિરણ આનંદને સોંપવામાં આવી હતી. તેમને આ નવા નગરના ડીએમ બનાવવામાં આવ્યા હતા. કુંભ નગરના સૌથી ઉચ્ચ અધિકારી એટલે કે મેલાધિકારી પણ વિજય કિરણ આનંદ જ છે. મહાકુંભમાં મૌની અમાવસ્યા તેમની અગ્નિ પરીક્ષા સમાન હતી. જો કે ભાગદોડના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. હાલ તો તેમના પોસ્ટિંગ દરમિયાન થયેલી ભાગદોડ ચર્ચાનો વિષય છે.
આ પણ વાંચો : Mahakumbh: શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું, હેલિકોપ્ટરમાંથી ભક્તો પર પુષ્પવર્ષા


