જમ્મુ કાશ્મીરમાં રહસ્યમય બિમારીથી હાહાકાર! 17 લોકોના મોત બાદ કંટેનમેન્ટ જોન જાહેર કરાયો
- રાજૌરીમાં રહસ્યમય બિમારીથી મચ્યો હાહાકાર
- સરકાર દ્વારા કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો
- કોઇને પણ ઘુસવા પર પ્રતિબંધ, બહારનું ભોજન પણ નહી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં રહસ્યમય બિમારી ફેલાવાના કારણે હડકંપ મચી ગયો છે. આ ગંભીર બિમારીના કારણે હવે રાજૌરી સંભાગના દુરના બધાલ ગામમાં 17 લોકોનાં મોત થઇ ચુક્યા છે. મરનારા લોકોમાં 17 લોકોમાં ત્રણ અલગ અલગ પરિવારો છે. જેના કારણે હાલ આ સમગ્ર ગામને જ કંટેનમેન્ટ જોન જાહેર કરી દીધો છે.
કંટેનમેન્ટ જોન જાહેર કર્યા બાદ આ ગામના લોકો કોઇ પણ જાહેર કે ખાનગી સમારંભ આયોજિત નહીં કરી શકે અને ન કોઇ કાર્યક્રમમાં ભાગ નહીં લઇ શકે. આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા બાદ એક વ્યક્તિએ આ બિમારીથી પીડિત છે અને તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સૈફ અલી ખાન માટે પડ્યા પર પાટુ, 15000 કરોડ રૂપિયાી સંપત્તી થઇ શકે છે જપ્ત, જાણો સમગ્ર વિવાદ
સતત થઇ રહ્યું છે ગામના લોકોનું મોનિટરિંગ
રાજોરીના જિલ્લા મેજીસ્ટ્રેટ રાજીવ કુમાર ખજુરિયાએ આદેશ આપતા ગામના ત્રણ નિયંત્રણ ક્ષેત્રોમાં વહેંચી દીધું છે. પહેલા ક્ષેત્રમાં તે તમામ પરિવારોનો સમાવેશ થાય છે. જેમના ઘરમાં મોત થયા છે. બીજા નંબર પર કંટેનમેન્ટ જોનમાં તેમને રાખવામાં આવ્યા છે જે રહસ્યમય બિમારીથી પ્રભાવિત લોકોના સંર્કમાં આવી ગયા છે. આ લોકોની સતત મોનિટરિંગ કરવામાં આવશે. તેમને સરકારી મેડિકલ કોલેજ રાજૌરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને ત્યાં જવું ફરજીયાત હશે.
કંટેટમેન્ટ ઝોન 3 માં કવર કરવામાં આવશે આ ઘર
આ ઉપરાંત કંટેનમેન્ટ ઝોન 3 પણ બનાવાયો છે. જેમાં બાકીના ઘરોને કવર કરવામાં આવશે. આ તમામ ઝોનમાં રહેનારા લકો માટે ભોજન અને પાણીની નિગરાની પણ કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે. આદેશોનું સંપુર્ણ પાલન કરાવવા માટે પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત લોકોને રખરખાવ કરવા માટે પણ અધિકારીઓ તહેનાત કરશે.
આ પણ વાંચો : વેપારીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છે સરકારી અધિકારી: પાલ આંબલીયાના ગંભીર આક્ષેપ
બચાવ માટે મકાનો સીલ કરાશે
બિમારીના કારણે પરિવાર ગુમાવનારા પરિવારોના ઘરોને સીલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યાર બાદ પરિવારના લોકો સાથે કોઇને પણ ઘરની અંદર જવાની પરવાનગી નહીં આપવામાં આવે. ઘર સીલ કર્યા બાદ તેમાં માત્ર અધિકૃત કર્મચારીઓ અને અધિકારીઓને જ પ્રવેશ અપાશે.
અધિકારીઓ પર લોકોના ભોજનની જવાબદારી
બિમારી અને લોકોમાં ફેલાઇન જાય તે માટે તે વાતની વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે ગામમાં કોઇ પણ પ્રકારનો જાહેર કે ખાનગી સમારંભ નહીં કરી શકાય. આદેશમાં કહેવાયું છે કે, કંટેનમેન્ટ જોનમાં પરિવારોને અપાયેલા ભોજનની જવાબદારી તહેનાત અધિકારીઓ પર હશે.
આ પણ વાંચો : Gujarat: ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો આક્ષેપ BJPના ધારાસભ્યએ કરતા રાજકીય માહોલ ગરમાયો
સંક્રમિત ખાદ્ય પદાર્થોને જપ્ત કરાશે
આદેશમાં સ્પષ્ટ કહેવાયું છે કે, કંટેનમેન્ટ જોનના પરિવારોને તે જ ભોજન પાણીનો ઉપયોગ કરવો પડશે, જે તંત્ર આપશે. ઘરમાં રહેલા કોઇ પણ ખાદ્ય પદાર્થનું સેવન કરવું પ્રતિબંધિત હશે. સંક્રમિત ઘરોમાં રખાયેલા ખાદ્ય પદાર્થોને તુરંત જ જપ્ત કરવાનો આદેશ અપણ અપાયો છે. આ તમામ એક્શ એવા સમયે લેવાઇ રહ્યો છુ જ્યારે હાલમાં જ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ગામની મુલાકાત લીધી છે.
કઇ કલમ અંતર્ગત કંટેનમેન્ટ જોન જાહેર
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય નાગરિક સંરુક્ષા સંહિતાની કલમ 163 હેઠળ કંટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યો છે. આ કલમ મેજીસ્ટ્રેટને ઇમરજન્સી સ્થિતિમાં લેખિત આદેશ આપવાનો અધિકાર આપે છે.
આ પણ વાંચો : Martyrs' Day: 30 જાન્યુઆરીએ બે મિનિટ માટે થંભી જશે ગુજરાત, મૌન પાળી અપાશે શ્રદ્ધાંજલિ


