Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jharkhand: ગિરિડીહના એક ઘરમાં મળ્યા એક સાથે 4 મૃતદેહ

ઝારખંડમાંથી એક હૃદયદ્રાવક ઘટના બનવી રિડીહના એક ઘરમાં મળ્યા એક સાથે 4 મૃતદેહ પોલીસ હત્યનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી Giridih News: ઝારખંડમાં(jharkhand )થી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. રવિવારે સવારે ગિરિડીહ જિલ્લામાં એક ઘરમાંથી ચાર (...
jharkhand  ગિરિડીહના એક ઘરમાં મળ્યા એક સાથે 4 મૃતદેહ
Advertisement
  • ઝારખંડમાંથી એક હૃદયદ્રાવક ઘટના બનવી
  • રિડીહના એક ઘરમાં મળ્યા એક સાથે 4 મૃતદેહ
  • પોલીસ હત્યનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

Giridih News: ઝારખંડમાં(jharkhand )થી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. રવિવારે સવારે ગિરિડીહ જિલ્લામાં એક ઘરમાંથી ચાર ( 3 children) મૃતદેહ મળી આવ્યા હતા. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ત્રણ બાળકો અને એક 36 વર્ષીય પુરુષના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે પિતાએ પહેલા તેના ત્રણ બાળકોને ફાંસી (giridih suicide) આપીને મારી નાખ્યા અને પછી પોતે પણ ફાંસી લગાવી લીધી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

પિતાએ પોતાના સંતાનોની કરી હત્યા

ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ મામલો ગિરિડીહના ખુખરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ગ્રામજનો પાસેથી મળેલી માહિતી મુજબ, આ વ્યક્તિ કડિયાકામનું કામ કરતો હતો. ગયા શનિવારે, તેની પત્ની તેના માતાપિતાના ઘરે ગયા પછી, તેણે પહેલા તેના ત્રણ બાળકોને ફાંસી આપી અને પછી પોતે પણ ફાંસી લગાવી દીધી. આ ઘટનામાં પિતા અને તેના ત્રણ બાળકોનું પણ મોત નીપજ્યું હતું. જોકે, પોલીસ આ મામલાની તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પહેલી નજરે તે ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો મામલો લાગે છે.

Advertisement

આ પણ  વાંચો -Maharana Pratap ના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન

Advertisement

લોકો આશ્ચર્ય થયા

ઘટના અંગે માહિતી આપતાં ગિરિડીહના એસપી બિમલ કુમારે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે તેની પત્ની તેના માતાપિતાના ઘરે ગયા પછી, તે વ્યક્તિએ પહેલા બાળકોને ફાંસી આપીને મારી નાખ્યા અને પછી પોતે પણ ફાંસી લગાવી લીધી. આ ઘટના અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસ ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છે. લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે એક પિતા પોતાના બાળકોને કેવી રીતે મારી શકે છે.

આ પણ  વાંચો -Pakistan : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની હત્યા

ગામમાં શોકનો માહોલ

હરલાડીહ ઓપી વિસ્તાર હેઠળના મહેશલિટ્ટી ગામમાં શનિવારે મોડી રાત્રે એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતા જ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો. મહેશલિટ્ટી ગામના એક ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં ત્રણ બાળકો અને તેમના પિતાના મૃતદેહ મળી આવ્યા હતા.મૃતક પિતા, 36 વર્ષીય સનાઉલ અંસારીનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો, જ્યારે ત્રણ બાળકો, 12 વર્ષની આફરીન પરવીન, 8 વર્ષની ઝેબા નાઝ અને 6 વર્ષના પુત્ર સફૌલના મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યા હતા.

પોલીસ વધુ તપાસ હાથ ધરી

મૃતક પિતા સનાઉલ અંસારી ગામમાં જ કડિયાકામ કરતા હતા. તે ઘરે રેશનની દુકાન પણ ચલાવતો હતો. ઘટનાના દિવસે, મૃતક સનૌલની પત્ની સાઝિયા પરવીન નજીકના ગામમાં તેની માતાના ઘરે ગઈ હતી. રવિવારે સવારે ઘટનાની માહિતી મળતા જ ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. શંકાસ્પદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગિરિડીહ પોલીસ ગંભીરતાથી તપાસમાં રોકાયેલી છે. ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો સાથે FSL ટીમને બોલાવવામાં આવી છે. ડુમરી સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી સુમિત પ્રસાદ, ગિરિડીહ ડીએસપી કૌશર અલી આ કેસની તપાસ કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×