Shibu Soren Death: પુત્ર મુખ્યમંત્રી, પોતે રહ્યા 11 વખત સાંસદ, જાણો કોણ છે શિબુ સોરેનના પરિવારના સભ્યો?
- Jharkhand ના પૂર્વ મુખ્યમંત્રી Shibu Soren નું નિધન
- 81 વર્ષની વયે ગંગારામ હોસ્પિટલમાં લીધા અંતિમશ્વાસ
- શૂન્ય થઈ ગયો, ગુરુજી ચાલ્યા ગયાઃ Hemant Soren
- 19 જાન્યુઆરી 1944માં હજારીબાગમાં જન્મ્યા હતા
- દિશોમ ગુરુ અને ગુરુજીના નામે જાણીતા હતા
ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના ભૂતપૂર્વ અધ્યક્ષ શિબુ સોરેનનું 81 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના પુત્ર અને ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચારની જાણ કરી છે.
શિબુ સોરેન, જેમને લોકો પ્રેમથી 'ગુરુજી' તરીકે પણ ઓળખતા હતા, તેઓ ઝારખંડના રાજકીય અને સામાજિક દ્રષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. તેઓ આદિવાસી અધિકાર કાર્યકર્તા અને અનુભવી રાજકારણી તરીકે જાણીતા હતા.
Jharkhand ના પૂર્વ મુખ્યમંત્રી Shibu Soren નું નિધન
81 વર્ષની વયે ગંગારામ હોસ્પિટલમાં લીધા અંતિમશ્વાસ
શૂન્ય થઈ ગયો, ગુરુજી ચાલ્યા ગયાઃ Hemant Soren
19 જાન્યુઆરી 1944માં હજારીબાગમાં જન્મ્યા હતા
દિશોમ ગુરુ અને ગુરુજીના નામે જાણીતા હતા | Gujarat First#Jharkhand #ShibuSoren… pic.twitter.com/6rbHxS3I1g— Gujarat First (@GujaratFirst) August 4, 2025
શિબુ સોરેનનો રાજકીય અને પારિવારિક વારસો
શિબુ સોરેને ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ આઠ વખત લોકસભાના સભ્ય અને ત્રણ વખત રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. તેમના અવસાન સમયે પણ તેઓ રાજ્યસભાના સભ્ય હતા, અને તેમનો બીજો કાર્યકાળ હજુ પૂરો થયો નહોતો.
પારિવારિક જીવન:
- શિબુ સોરેનના પત્ની રૂપી સોરેન છે અને તેમને ચાર સંતાનો છે.
- દુર્ગા સોરેન: તેમનો સૌથી મોટો પુત્ર, જેમનું નિધન થઈ ચૂક્યું છે. તેમની પત્ની સીતા સોરેન અને ત્રણ પુત્રીઓ જયશ્રી, રાજશ્રી અને વિજયશ્રી છે.
- અંજની સોરેન: તેમની પુત્રી, જે સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે.
- હેમંત સોરેન: ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી અને JMMના નેતા. તેમના પત્ની કલ્પના સોરેન છે, જેઓ પણ રાજકારણમાં સક્રિય છે. તેમને બે પુત્રો, નિખિલ અને અંશ છે.
- બસંત સોરેન: સૌથી નાનો પુત્ર, જે ઝારખંડમાં ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેમના પત્ની હેમલતા સોરેન છે અને તેમને બે પુત્રીઓ તારા અને તાની છે.
- આમ, શિબુ સોરેનનો વારસો તેમના પરિવારના સભ્યો દ્વારા રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.


