Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jharkhand : લિવ-ઈન પાર્ટનરની હત્યા, શરીરના 40-50 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા!

ખુંટીમાં કસાઈની ખૂની હત્યા: લિવ-ઈન પાર્ટનરના શરીરના કરી નાખ્યા 40-50 ટુકડા ઝારખંડમાં હત્યાનો ચોંકાવનારો મામલો: લિવ-ઈન પાર્ટનરનું ગળો દબાવીને હત્યા ઝારખંડમાં કસાઈની દુકાનમાં કામ કરતા શખ્સે લિવ-ઈન પાર્ટનરની કરી હત્યા! ખુંટીમાં ભયાનક હત્યા: બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા બાદ...
jharkhand   લિવ ઈન પાર્ટનરની હત્યા  શરીરના 40 50 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા
Advertisement
  • ખુંટીમાં કસાઈની ખૂની હત્યા: લિવ-ઈન પાર્ટનરના શરીરના કરી નાખ્યા 40-50 ટુકડા
  • ઝારખંડમાં હત્યાનો ચોંકાવનારો મામલો: લિવ-ઈન પાર્ટનરનું ગળો દબાવીને હત્યા
  • ઝારખંડમાં કસાઈની દુકાનમાં કામ કરતા શખ્સે લિવ-ઈન પાર્ટનરની કરી હત્યા!
  • ખુંટીમાં ભયાનક હત્યા: બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા બાદ લિવ-ઈન પાર્ટનરની કરી હત્યા!

Jharkhand Murder Case : ઝારખંડના ખુંટી જિલ્લામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં 25 વર્ષીય એક શખ્સ નરેશ ભેંગરાએ પોતાની લિવ-ઈન પાર્ટનરનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી અને પછી તેના શરીરના 40 થી 50 ટુકડા કરી નાખી. આ બનાવ 8 નવેમ્બરે બન્યો હતો, પરંતુ પોલીસ દ્વારા આ કેસના મુદ્દે તપાસ કર્યા બાદ 24 નવેમ્બરે આ હિંસક ઘટના પ્રકાશમાં આવી.

અમાનવીય હત્યા

ઘટના સામે આવ્યા પછી, 24 નવેમ્બરના રોજ જરીયાગઢ પોલીસ સ્ટેશનના જોરદાગ ગામમાં એક રખડતા કૂતરાના પાસેથી માનવ શરીરના અંગો મળ્યા હતા. ત્યાર પછી, પોલીસે વધુ તપાસ કરતા, નરેશે પોતાની લિવ-ઈન પાર્ટનરને મારી તેની 40થી 50 ટુકડા કરી નાખી તેના શરીરના ટુકડાને નજીકના જંગલમાં જંગલી પ્રાણીઓના ખોરાક માટે છોડી દીધા હતા. જણાવી દઇએ કે, નરેશ અને 24 વર્ષીય મહિલા લગભગ ઘણો સમય તમિલનાડુમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. નરેશ હવે ઝારખંડ (Jharkhand) પાછો આવ્યો હતો અને ત્યારબાદ તેણીને કોઈપણ પૂર્વ સંકેત આપ્યા વિના બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા. 8 નવેમ્બરે જ્યારે નરેશ પોતાના ગામ ખુંટી આવ્યો, ત્યારે તેણે બીજી સ્ત્રીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. તે તેણીને જરિયાગઢ પોલીસ સ્ટેશન હેઠળના જોરદાગ ગામમાં તેના ઘરની નજીકના જંગલમાં લઈ ગયો અને શરીરના ટુકડા કરી દીધા. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

કસાઈની દુકાનમાં નોકરી

નરેશ એક કસાઈ તરીકે તમિલનાડુમાં કામ કરતો હતો અને ચિકન કાપવામાં નિષ્ણાત હતો. પોલીસના જણાવવા મુજબ, નરેશે મહિલાના શરીરના 40 થી 50 ટુકડા કર્યા અને પછી તેને જંગલમાં જંગલી પ્રાણીઓ માટે છોડવાની ઘટના કબૂલ કરી લીધી હતી. 24 નવેમ્બરે, પોલીસે આ માર્ગ પર શરીરના અંગો મેળવ્યા, જેના કારણે ગુનાને જાહેર કરવામાં આવ્યો. આ ઘટના બાદ, પોલીસને જાણવા મળ્યું કે નરેશે સૌ પ્રથમ મહિલાને એક જગ્યાએ લઈ જવાનું વિચાર્યું અને બાદમાં તેની સાથે દુષ્કર્મ કરીને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી, નરેશે લાશના ઘણા ભાગોને કાપી નાખ્યા અને પોતાના ઘરે પર પરત ફર્યો. મહિલાની માતાને આ બનાવ વિશે માહિતી મળી અને તે સ્થળ પર પહોંચી. તેણે પોતાની પુત્રીના આધાર કાર્ડ અને અન્ય વ્યક્તિગત સામાનની ઓળખ કરી. આ પછી, નરેશને પકડવામાં આવ્યો અને તેણે કબૂલ કર્યું કે તેની લિવ-ઈન પાર્ટનરની હત્યા અને તેના ટુકડા કરવામાં તેનો હાથ છે.

Advertisement

શ્રદ્ધા વોકર કેસ સાથે તુલના

આ કિસ્સો શ્રદ્ધા વોકર નામની યુવતીના કિસ્સા સાથે તુલના કરવામાં આવી રહ્યો છે, જેમાં તેના લિવ-ઈન પાર્ટનરે કઇંક આવી જ રીતે તેની હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને ટુકડાઓમાં વિભાજિત કરીને રેફ્રિજરેટરમાં રાખી હતી.

આ પણ વાંચો:  Mumbai માં Air India ના પાયલોટે કરી આત્મહત્યા!, બોયફ્રેન્ડની કરાઈ ધરપકડ

Tags :
Advertisement

.

×