Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jharkhand : ઓવૈસીની સભામાં લાગ્યા પાકિસ્તાનના નારા, વીડિયો વાયરલ થતાં ચૂંટણી પંચ આવ્યું એક્શનમાં

ઝારખંડમાં AIMIM ના ઉમેદવાર મૂબીન રિઝવી માટે પ્રચાર કરવા માટે હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) આવ્યા હતા. આ દરમ્યાન તેમણે એક જાહેરસભાને સંબોધન કર્યું, જેમાં પાંચ હજાર જેટલા લોકો આવ્યા હતા.આ દરમ્યાન સામે ભીડમાંથી કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા....
jharkhand   ઓવૈસીની સભામાં લાગ્યા પાકિસ્તાનના નારા  વીડિયો વાયરલ થતાં ચૂંટણી પંચ આવ્યું એક્શનમાં
Advertisement
ઝારખંડમાં AIMIM ના ઉમેદવાર મૂબીન રિઝવી માટે પ્રચાર કરવા માટે હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) આવ્યા હતા. આ દરમ્યાન તેમણે એક જાહેરસભાને સંબોધન કર્યું, જેમાં પાંચ હજાર જેટલા લોકો આવ્યા હતા.આ દરમ્યાન સામે ભીડમાંથી કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા. તેને લઈને ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે. વીડિયો તપાસ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અસદુદ્દીન ઓવૈસીની  જાહેરસભાને  પાકિસ્તાન જિંદાબાદના નારા  લાગ્યા 
ઝારખંડમાં બુધવારે એક જાહેરસભામાં પાકિસ્તાન જિંદાબાદના (Pakistan Zindabad)નારા લાગ્યા હતા. આ કિસ્સો ગિરિડીહ જિલ્લાનો છે. હકીકતમાં જોઈએ તો, ડુમરી વિધાનસભા પેટાચૂંટણીમાં (AIMIM)ના ઉમેદવાર મુબીન રિઝવીના પક્ષમાં ડુમરીમાં આવેલી કેબી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સભા થઈ રહી હતી. આ સભાને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસી (Asaduddin Owaisi) વિશાળ જનસભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમ્યાન સામે ભીડમાંથી કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા. તેને લઈને ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે. વીડિયો તપાસ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ત્યારે બીજી  તરફ મંચ પરથી અસદુદ્દીન ઓવૈસીએ તેને રોક્યો હતો. આપને જણાવી દઈએ કે, ડુમરી વિધાનસભા પેટાચૂંટણીને લઈને જ્યાં એક તરફ ઈંડિયા મહાગઠબંધનના નેતા પોતાના ઉમેદવાર બેબી દેવીની જીત પાક્કી કરવા માટે સતત જાહેરસભા કરી રહ્યા છે અને જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. તો વળી બીજી તરફ એનડીએ ઉમેદવાર યશોદા દેવીના પક્ષમાં આજસૂ અને ભાજપના મોટા નેતા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
Advertisement
Advertisement

.

×