ગહલોત BJP માં જોડાયા, AAP પર લગાવ્યા ગંભીર આક્ષેપ, ED-CBI અંગે કર્યો મોટો ઘટસ્ફોટ
- Kailash Gahlot એ AAP માંથી રાજીનામું આપી BJP માં જોડાયા
- દિલ્હીના લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ પ્રાપ્ત નથી થઇ રહી
- આમ આદમી પાર્ટી સતત ભાજપ સાથે લડવામાં સમય બરબાદ કરે છે
નવી દિલ્હી : કૈલાશ ગહલોતે ભાજપ નેતા મનોહરલાલ ખટ્ટર, દુષ્યંત ગૌતમ અને હર્ષ મલ્હોત્રાની હાજરીમાં ભાજપનું સભ્યપદ સ્વિકાર્યું હતું. ગહલોતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ પાર્ટી છોડી રહ્યા છે.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ચુકેલા ગહલોત આજે ભાજપમાં જોડાઇ ગયા હતા. તેમણે ભાજપ હેડક્વાર્ટરમાં અધિકારીક રીતે ભાજપની ઉમેદવારી લીધી હતી. કૈલાશ ગહલોત ભાજપ નેતા મનોહરલાલ ખટ્ટર, દુષ્યંત ગૌતમ અને હર્ષ મલ્હોત્રાની હાજરીમાં ભાજપનું સભ્યપદ સ્વિકાર્યું હતું. ભાજપમાં જોડાયા બાદ ગહલોતે કહ્યું કે, આમ આદમી પાર્ટી છોડવી મુશ્કેલ હતી પરંતુ મે એક જ રાતમાં નિર્ણય કરી લીધો હતો.
આ પણ વાંચો : Ahmedabad શહેરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો, બુટલેગર અને તેના સાગરીતોએ કરી એક યુવકની હત્યા
મે કોઇના દબાણમાં આવી આપ નથી છોડ્યું
ગહલોતે કહ્યું કે, જે લોકો નેરેટિવ બનાવી રહ્યા છે કે, મે કોઇના દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે તે ખોટો છે. મે આજ સુધી કોઇના પણ દબાણમાં કામ નથી કર્યું. 2015 થી મારા રાજનીતિક જીવનમાં મે કોઇના દબાણમાં કોઇ કામ નથી કર્યું. આ એક ગેરસમજ છે. કૈલાશ ગહલોતે કહ્યું કે, આ નેરેટિવ બનાવાઇ રહ્યું છે કે, મે ઇડી કે સીબીઆઇના દબાણમાં આમ આદમી પાર્ટી છોડી તે વાત ખોટી છે. હું એક વકીલ છું અને વકીલાત છોડીને પાર્ટીમાં જોડાયો હતો. કારણ કે અમને એક પાર્ટીમાં એક વ્યક્તિને આશા છોડી હતી. મારો ઇરાદો માત્ર લોકોની સેવા કરવાનો હતો.
આ પણ વાંચો : Kashmira Shah ને વિદેશમાં ભયાનક અકસ્માત
એક દિવસ પહેલા જ છોડી હતી આમ આદમી પાર્ટી
એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ છોડ્યું હતું. બીજી તરફ આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, તેમની મરજી છે તેઓ જ્યાં ઇચ્છે ત્યાં જઇ શકે છે. ગહલોતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, નવો બંગ્લો જેવી શરમજનક અને વિચિત્ર વિવાદ છે, જે આમ આદમી પાર્ટીના લોકોને શંકામાં નાખી રહ્યા છે. આમ આદમીમાં વિશ્વાસ કરે છે. હવે સ્પષ્ટ છે કે, દિલ્હી સરકાર પોતાના મહત્તમ સમય કેન્દ્ર સાથે લડવામાં જ વિવાતે છે. દિલ્હીની કોઇ વાસ્તવિક પ્રગતિ થઇ શકી નથી. મારી પાસે આપથી અલગ થવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી બચ્યો અને તેના માટે આમ આદમી પાર્ટીની પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
આ પણ વાંચો : Maharashtra Election : ભાજપના સૂત્ર "એક હૈ તો સેફ હૈ" પર રાહુલ ગાંધીનો કટાક્ષ
દિલ્હીના નાગરિકોને નથી મળી રહી પ્રાથમિક સુવિધાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાશ ગહલોતે આપ પર આરોપ લગાવતા કહ્યું કે, એક દર્દનાક વાત છે કે લોકોના અધિકારો માટે લડવાના બદલે માત્ર રાજનીતિક એજન્ડા માટેસતત રાજનીતિક પાર્ટી સાથે સતત લડી રહ્યા છે. જેના કારણે દિલ્હીના લોકોને મુળભુત સુવિધા મળવામાં પણ તકલીફ થઇ રહી છે. મે પોતાના રાજનીતિક યાત્રા દિલ્હીના લોકોની સેવા કરવાની પ્રતિબદ્ધતાની સાથે શરૂ કરી હતી અને મે એવું કરવાનું ચાલુ રાખવા માંગુ છું. આ જ કારણ છે કે મારી પાસે કોઇ પણ પાર્ટીથી અલગ થવાનો વિકલ્પ નથી બચ્યો અને હું આમ આદમી પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ છોડી રહ્યો છું.
આ પણ વાંચો : Surat: ઝોલાછાપ તબીબોનું સૌથી મોટું કારસ્તાન! પાંડેસરામાં શરૂ કરી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં...


