Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈને 23 મંદિરો તોડવાના આદેશ આપ્યા હતા', LG ઓફિસનો પર્દાફાશ

મંદિરો તોડવાના નિર્ણય પર LG ઓફિસનું નિવેદન કેજરીવાલે આપી હતી મંદિરો તોડવાની મંજૂરી : LG આતિશીએ LG અને ભાજપ પર આરોપ લગાવ્યા હતા લેફ્ટનન્ટ ગવર્નર (LG) સચિવાલયે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ, CM આતિશી અને AAP દ્વારા...
 અરવિંદ કેજરીવાલ  સત્યેન્દ્ર જૈને 23 મંદિરો તોડવાના આદેશ આપ્યા હતા   lg ઓફિસનો પર્દાફાશ
Advertisement
  • મંદિરો તોડવાના નિર્ણય પર LG ઓફિસનું નિવેદન
  • કેજરીવાલે આપી હતી મંદિરો તોડવાની મંજૂરી : LG
  • આતિશીએ LG અને ભાજપ પર આરોપ લગાવ્યા હતા

લેફ્ટનન્ટ ગવર્નર (LG) સચિવાલયે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ, CM આતિશી અને AAP દ્વારા સાંપ્રદાયિકતાને ભડકાવવાની ખોટી અને ગંદી રાજનીતિનો પર્દાફાશ કર્યો છે. આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની દિલ્હી સરકાર પર નિશાન સાધતા લેફ્ટનન્ટ ગવર્નર (LG) સચિવાલયે એવા દસ્તાવેજોનો પર્દાફાશ કર્યો જેમાં ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે પોતે 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ દિલ્હીના વિવિધ ભાગોમાં 9 મંદિરો તોડી પાડવાની ભલામણ કરી હતી.

કેજરીવાલ અને દિલ્હી સરકારના તત્કાલિન ગૃહ વિભાગના પ્રધાન મનીષ સિસોદિયાએ આ 9 મંદિરોને તોડી પાડવાની ધાર્મિક સમિતિની ભલામણોને મંજૂરી આપી હતી. કેજરીવાલે જે 9 મંદિરોને તોડી પાડવાની મંજૂરી આપી હતી તેમાંથી 7 મંદિરો કરાવલ નગર વિસ્તારમાં આવેલા હતા જ્યારે અન્ય 2 મંદિર ન્યૂ ઉસ્માનપુર વિસ્તારમાં આવેલા હતા.

Advertisement

સત્યેન્દ્ર જૈને 8 મંદિરો તોડવાની મંજૂરી આપી હતી...

આ પહેલા 23 જૂન 2016 ના રોજ દિલ્હી સરકારના તત્કાલિન ગૃહ વિભાગના મંત્રી સત્યેન્દ્ર જૈને પણ દિલ્હીના અલગ-અલગ ભાગોમાં 8 મંદિરોને તોડી પાડવાની મંજૂરી આપી હતી. દસ્તાવેજોમાં એ પણ ખુલાસો થયો છે કે 2016 થી 2023 સુધીમાં, કેજરીવાલ અને તેમના મંત્રીઓ દ્વારા કુલ 24 ધાર્મિક સંરચનાઓને તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં 22 મંદિરો અને માત્ર 1 દરગાહનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, સત્યેન્દ્ર જૈને 17.7.2017 ના રોજ બે અજાણી કબરોને તોડી પાડવા માટેની ધાર્મિક સમિતિની ભલામણોને ફગાવી દીધી હતી, એમ કહીને કે તેનાથી ધાર્મિક લાગણીઓ અને સંવેદનાઓને ઠેસ પહોંચી શકે છે. જો કે, ધાર્મિક સમિતિનું માનવું હતું કે આ ઇમારતોનું કોઈ ઐતિહાસિક મહત્વ નથી અને દર અઠવાડિયે માત્ર 5-10 લોકો જ અહીં આવતા હતા.

Advertisement

આ પણ વાંચો : UP : યોગી સરકારનો મોટો વહીવટી ફેરફાર, 46 અધિકારીઓના નવા પદ સોંપાયા

નિવેદનોને પાછા ખેંચવા જોઈએ...

ફિલ્મીસ્તાન સિનેમાથી DCM ચોક સુધીના ગ્રેડ સેપરેટરના નિર્માણ માટે આ બે કબરોને દૂર કરવી મહત્વપૂર્ણ હતી, જેના માટે ઉત્તર રેલવે દ્વારા MCD ને જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી. સચિવાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત તથ્યોને ધ્યાનમાં રાખીને, લેફ્ટનન્ટ ગવર્નર (LG) સચિવાલય સામે આક્ષેપો કરનારાઓએ તેમના નિવેદનો પાછા ખેંચવા જોઈએ, માફી માંગવી જોઈએ અને ક્ષુદ્ર અને ગંદી રાજનીતિમાં સામેલ થવાથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો : PM મોદીએ અમેરિકામાં થયેલા ટ્રક હુમલા પર શોક વ્યક્ત કર્યો, કહ્યું 'આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો',

આતિશીએ LG અને ભાજપ પર આરોપ લગાવ્યા હતા...

આપને જણાવી દઈએ કે દિલ્હીના CM આતિષીએ પ્રેસ કોન્ફરન્સ કરીને લેફ્ટનન્ટ ગવર્નર (LG) અને ભાજપ પર મંદિર તોડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આતિશીએ કહ્યું હતું કે ધાર્મિક સમિતિની ભલામણ પર LGએ દિલ્હીમાં 7 ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, જેને LGએ નકારી કાઢ્યો હતો. આતિશીએ કહ્યું હતું કે ધાર્મિક સમિતિ હવે સીધો LGને રિપોર્ટ કરે છે. જો આ સમિતિએ પહેલાની જેમ ચૂંટાયેલી સરકારના CMને રિપોર્ટ કર્યો હોત તો દિલ્હી સરકારે ક્યારેય મંદિરો તોડવા દીધા ન હોત. તેના જવાબમાં આજે LG ઓફિસે ડેટા જાહેર કરીને કહ્યું છે કે અરવિંદ કેજરીવાલના આદેશ પર દિલ્હીમાં 23 મંદિરો તોડી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઇટાલીએ સ્મોકિંગ પર લગાવ્યો પ્રતિબંધ, 21000 રૂપિયા દંડ અથવા જેલ

Tags :
Advertisement

.

×