પત્નીની જાણ બહાર દાગીના ગિરવે મૂકવા વિશ્વાસઘાત અને દંડનીય : Kerala High Court
- મહિલાએ પતિ ઉપર અનેક આરોપો લગાવ્યો હતા
- સત્ર ન્યાયાલયમાં પણ તેની સજા માન્ય ગણવામાં આવી હતી
- 5 લાખ રૂપિયા ભૂગતાન સ્વરૂપે પત્નીને આપવાનો આદેશ
Wife's Gold Without Her Consent Is Criminal : Kerala High Court એ તાજેતરમાં પત્નીઓ અને મહિલાઓની પક્ષમાં એક ચૂકાદો આપ્યો છે. જોકે આ ચૂકાદામાં મહિલાઓના આભૂષણોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે Kerala High Court એ પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ કે પતિ એ પત્નીઓના આભૂષણો ગેરનીતિ કરીને તોના આભૂષણો ધિરાણ ઉપર અથવા વહેંચીને પોતાનો આર્થિક લાભ સંતોષવું ગેરકાનૂની અને દોષીપાત્ર છે. ત્યારે આ નિર્ણય આવવાની સાથે મહિલાઓમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે.
મહિલાએ પતિ ઉપર અનેક આરોપો લગાવ્યો હતા
Kerala High Court માં આ નિર્ણય ન્યાયાધીશ એ બદરુદ્દીનની પીઠે ફટકાર્યો છે. જોકે આ નિર્ણય Kerala High Court એ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અરજી અંતર્ગત કર્યો હતો. ત્યારે ગેરનીતિ અને વિશ્વાસઘાત કરીને દ્વારા મહિલાના આભૂષણો વહેંચવા ઉપર તેને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે આ અરજી આરોપીની પત્ની દ્વારા જ Kerala High Court માં કરવામાં આવી હતી. Kerala High Court માં સુનાવણી દરમિયાન મહિલાએ પતિ ઉપર અનેક આરોપો લગાવ્યો હતા.
આ પણ વાંચો: મસ્જિદમાં જય શ્રી રામ બોલવું એ ધર્મ વિરોધી કૃત્ય નથી : Karnataka High Court
Husband Pledging Wife's Gold Without Her Consent Is Criminal Breach Of Trust U/S 406 Of IPC: Kerala High Courthttps://t.co/HdBG6FJ4Z8
— Live Law (@LiveLawIndia) October 22, 2024
સત્ર ન્યાયાલયમાં પણ તેની સજા માન્ય ગણવામાં આવી હતી
Kerala High Court માં પત્નીએ જણાવ્યું હતું કે, તેના પતિએ તેની જાણકારી આપ્યા વિના વિશ્વાસઘાત કરીને એક ખાનગી ધિરાણ કંપનીમાં તેના 50 સોનાના આભૂષણોને ગિરવે મૂક્યા છે. ત્યારે આ તમામ ઘરેણા મહિલાને લગ્નના સમયે તેની માતા દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે તેના પતિએ આ તમામ ઘરેણા બેંકના લોકરમાં મૂક્યા હોવાનું કહ્યું હતું. તો Kerala High Court એ પતિને ધારા 406 અંતર્ગત 6 મહિના માટે જેલની સજા ફટકારી છે. જોકે આરોપી પતિએ આ મામલે સત્ર ન્યાયાલયમાં આ અંગે અરજી કરી હતી. તો સત્ર ન્યાયાલયમાં પણ તેની સજા માન્ય ગણવામાં આવી હતી.
5 લાખ રૂપિયા ભૂગતાન સ્વરૂપે પત્નીને આપવાનો આદેશ
જોકે સત્ર ન્યાયાલમાં આરોપીએ પતિએ પત્ની દ્વારા અન્ય આરોપોને પડકાર આપતી પણ અરજી કરી હતી. ત્યારે સત્ર ન્યાયાલયએ બંને અરજીઓ ઉપર વિચાર કરીને 5 લાખ રૂપિયા ભૂગતાન સ્વરૂપે પત્નીને આપવાનો આદેશ જાહેર કર્યો છે. તે ઉપરાંત 6 મહિના સુધી જેલની હવા ખાવા માટે પણ કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Mathura : શ્રી કૃષ્ણ ભૂમિ-શાહી ઈદગાહ વિવાદ, High Court એ મુસ્લિમ પક્ષની અરજી ફગાવી


