મેં ઝુકુંગા નહીં....અનુરાગ ઠાકુરના આરોપ પર ભડક્યા મલ્લિકાર્જુન ખડગે
- ખડગેએ અનુરાગ ઠાકુરના વકફ જમીન હડપ કરવાના આરોપો પર વળતો પ્રહાર કર્યો
- ભાજપના લોકો ગમે તે આરોપો લગાવી રહ્યા છે, તેમણે તે સાબિત કરવા જોઈએ
- તમે આરોપો સાબિત કરી બતાવો, તો હું રાજીનામું આપી દઈશ:ખડગે
Mallikarjun Kharge: ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વક્ફ બિલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર આરોપો લગાવ્યા હતા, જેના પર હવે ખડગેએ વળતો પ્રહાર કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જો મારી પાસે એક ઇંચ પણ વકફ જમીન હોય તો તે સાબિત કરો. તેમણે એમ પણ કહ્યું કે, જો ભાજપના લોકો મને ડરાવીને નમાવવા માંગતા હોય, તો હું તેમને યાદ અપાવી દઉં કે હું તૂટી જઈશ પણ ક્યારેય નમવાનો નથી.
ભાજપના લોકો ગમે તે આરોપો લગાવી રહ્યા છે: ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરના વકફ જમીન હડપ કરવાના આરોપો પર વળતો પ્રહાર કર્યો. ખડગેએ કહ્યું, આ ભાજપના લોકો ગમે તે આરોપો લગાવી રહ્યા છે, તેમણે તે સાબિત કરવા જોઈએ, હું ઝૂકીશ નહીં. તેમણે વધુમાં કહ્યું કે, તમે આરોપો સાબિત કરી બતાવો, તો હું રાજીનામું આપી દઈશ. મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવવા બદલ ગૃહના નેતા પાસેથી માફી માંગવાની પણ માંગ કરી. કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષે કહ્યું કે, અનુરાગ ઠાકુરે લોકસભામાં જે કહ્યું તે ખોટું છે, તેમણે માફી માંગવી જોઈએ. મારી પાસે એક ઇંચ પણ વકફ જમીન નથી.
ખડગેએ અનુરાગ ઠાકુર પર વળતો પ્રહાર કર્યો
મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા કહ્યું કે, જો મારા પર લગાવવામાં આવેલા આરોપો સાબિત થશે તો હું રાજીનામું આપી દઈશ. ભાજપના લોકો મને ડરાવવા માંગે છે, હું બિલકુલ ઝૂકીશ નહીં, મેં આજ સુધી કોઈની પાસેથી એક ઇંચ જમીન નથી લીધી, મારી લાગણીઓને ઠેસ પહોંચી છે. ખડગેએ અનુરાગ ઠાકુર પાસેથી રાજીનામું લેવાની પણ માંગ કરી. તેમણે કહ્યું કે, જો અનુરાગ ઠાકુર તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાબિત કરવામાં અસમર્થ હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ અને જો મારા પરના આરોપો સાબિત થશે તો હું રાજીનામું આપી દઈશ. ખડગેએ આગળ કહ્યું, હું એક મજૂરનો દીકરો છું.
I rise in deep anguish. My life has always been an open book, full of struggles and battles, but I have always upheld the highest values in public life. After almost 60 years in politics, I don't deserve this.
Yesterday, completely false and baseless charges were hurled at me in… pic.twitter.com/dlvz5ba76H
— Congress (@INCIndia) April 3, 2025
આ પણ વાંચો : સોનિયા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું- ભારત Surveillance State બનવા તરફ..!
મારું જીવન હંમેશા ખુલ્લી કિતાબ જેવુ રહ્યું: ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, મારું જીવન હંમેશા ખુલ્લી કિતાબ જેવુ રહ્યું છે. સંઘર્ષો અને લડાઈઓથી ભરેલું રહ્યું છે, પરંતુ મેં હંમેશા જીવનમાં ઉચ્ચતમ મૂલ્યો જાળવી રાખ્યા છે. રાજકારણમાં લગભગ 60 વર્ષ પછી, હું તેને લાયક નથી. ગઈકાલે, અનુરાગ ઠાકુરે લોકસભામાં મારા પર સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવ્યા. જ્યારે મારા સાથીદારોએ તેમને પડકાર ફેંક્યો, ત્યારે તેમને તેમની ટિપ્પણીઓ પાછી ખેંચવાની ફરજ પડી. તેમણે કહ્યું, પરંતુ નુકસાન થઈ ગયું છે.
અનુરાગ ઠાકુરે શું આરોપ લગાવ્યો?
બુધવારે લોકસભામાં વકફ બિલ પર ચર્ચા દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારત વકફના ભયથી મુક્ત હોવું જોઈએ કારણ કે કોંગ્રેસના શાસન દરમિયાન બનેલા વકફ કાયદાનો અર્થ 'ખાતા ન બહી, જો વકફ કહે વહી સહી' એવો હતો. વકફ બિલ પર વાત કરતી વખતે અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ લીધું, જેના પછી ગૃહમાં હોબાળો થયો. ભાજપના સાંસદે કહ્યું હતું કે વકફ બોર્ડનો હેતુ મુસ્લિમ સમુદાયના કલ્યાણ માટે મિલકતોનું સંચાલન કરવાનો હતો, પરંતુ કોંગ્રેસ અને તેના સાથીઓએ રાજકીય સમર્થન આપીને તેને વોટ બેંકનું એટીએમ બનાવી દીધુ.
કોંગ્રેસ પર પ્રહાર કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે કર્ણાટકમાં થયેલા વકફ કૌભાંડમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ હતા. તેમણે કોંગ્રેસ પર વધુ પ્રહારો કરતા કહ્યું કે તે ક્યારેક જાતિના નામે તો ક્યારેક ધર્મના નામે લોકોને વિભાજીત કરે છે. કર્ણાટક વિધાનસભાના અહેવાલમાં, ફક્ત એક જ નહીં પરંતુ અનેક કોંગ્રેસના નેતાઓના નામ પ્રકાશમાં આવ્યા છે જેમણે વકફ મિલકત હડપ કરી છે અને કૌભાંડ કર્યું છે.
આ પણ વાંચો : Waqf Bill પાસ થવા પર શું બદલાશે? જાણો નવા અને જૂના બિલ વચ્ચેનો તફાવત


