Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IMA કરશે હડતાળ, 17 ઓગસ્ટના રોજ દેશભરમાં તબીબી સેવાઓ ઠપ

Kolkata માં થયેલી હિંસા સામે IMA વિરોધ કરશે કોલકત્તાના સ્થાનિક તબીબોઓ સેવા પર પ્રતિબંધ મૂક્યો FORDA પર તબીબી સમુદાય પર દગો કરવાનો આરોપ Kolkata doctor rape-murder: Kolkata માં એક તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ બનેલી ઘટનાથી નારાજ...
ima કરશે હડતાળ  17 ઓગસ્ટના રોજ દેશભરમાં તબીબી સેવાઓ ઠપ
Advertisement
  • Kolkata માં થયેલી હિંસા સામે IMA વિરોધ કરશે

  • કોલકત્તાના સ્થાનિક તબીબોઓ સેવા પર પ્રતિબંધ મૂક્યો

  • FORDA પર તબીબી સમુદાય પર દગો કરવાનો આરોપ

Kolkata doctor rape-murder: Kolkata માં એક તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ બનેલી ઘટનાથી નારાજ ડોક્ટરોએ દેશના વિવિધ રાજ્યોમાં હડતાલ કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો છે. ત્યારે આ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ 17 ઓગસ્ટે સમગ્ર દેશમાં હડતાળનું એલાન કર્યું છે. IMA દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, સરકારી અને ખાનગી Hospitals આ દેશવ્યાપી હડતાળનો ભાગ હશે અને હડતાલ 17 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી 18 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Kolkata માં થયેલી હિંસા સામે IMA વિરોધ કરશે

દેશની તમામ Hospitals ને સેફ ઝોન જાહેર કરવાની સાથે IMA એ સરકારને કેન્દ્રીય સુરક્ષા કાયદાને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી છે. Kolkata ની RG Kar Mediacal Collage માં થયેલી હિંસા સામે IMA વિરોધ કરશે. આ પહેલા ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ પણ પોતાનો વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આરોગ્ય મંત્રાલયે તબીબી કર્મચારીઓ પરના હુમલાઓને રોકવા માટે કાયદો લાવવા સહિતની તેમની માંગણીઓ પૂરી કરવાની મૌખિક ખાતરી આપ્યા બાદ યુનિયને હડતાલ પાછી ખેંચી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો: કોલકત્તાની હોસ્પિટલમાં તોડફોડ મામલે કુલ 12 આરોપી પોલીસના સકંજામાં

કોલકત્તાના સ્થાનિક તબીબોઓ સેવા પર પ્રતિબંધ મૂક્યો

પરંતુ ડૉક્ટરો તેની આકરી ટીકા કરવામાં આવી હતી. જેના કારણે FORDA એ ફરીથી વિરોધ વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. એઈમ્સ, વીએમએમસી-સફદરજંગ હોસ્પિટલ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલ સહિત દિલ્હીની મુખ્ય સરકારી Hospitals ના નિવાસી ડોકટરોએ સોમવારે સવારે વૈકલ્પિક સેવાઓ બંધ કરી દીધી અને હડતાલ પર ઉતરી ગયા. FORDA એ નવા વિરોધની જાહેરાત એવા સમયે કરી હતી.

FORDA પર તબીબી સમુદાય પર દગો કરવાનો આરોપ

જ્યારે રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (RDA) એ આરોપ લગાવ્યો હતો કે ફેડરેશને તેમની સલાહ લીધા વિના હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. RDA એ FORDA પર તબીબી સમુદાય પર દગો કરવાનો આરોપ પણ મૂક્યો હતો. તબીબોના વિરોધને કારણે દેશના ઘણા ભાગોમાં સ્વાસ્થ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે અને હવે IMA ની જાહેરાત બાદ 17 ઓગસ્ટે સ્વાસ્થ્ય સેવાઓ લગભગ ઠપ થઈ જવાનો ભય છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં કોલકત્તાની તબીબ જેવી ઘટના મહિલા નર્સ સાથે જોવા મળી

Tags :
Advertisement

.

×