Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kolkata Murder Case : મુખ્ય આરોપીએ કહ્યું - હું તો નિર્દોષ છું, મને...

કોલકતા મર્ડર કેસમાં આવ્યો નવો વળાંક આરોપી સંજય રોયે કહ્યું- હું નિર્દોષ છું સંજય રોય - મને આરોપી બનાવવામાં આવી રહ્યો છે Kolkata Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ( Kolkata RG kar Medical College...
kolkata murder case   મુખ્ય આરોપીએ કહ્યું   હું તો નિર્દોષ છું  મને
Advertisement
  • કોલકતા મર્ડર કેસમાં આવ્યો નવો વળાંક
  • આરોપી સંજય રોયે કહ્યું- હું નિર્દોષ છું
  • સંજય રોય - મને આરોપી બનાવવામાં આવી રહ્યો છે

Kolkata Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ( Kolkata RG kar Medical College and Hospital)ના ડૉક્ટરની હત્યા અને દુષ્કર્મ (Murder and Rape) ના કેસમાં આરોપી સંજય રોયે (Sanjay Roy) તેની વકીલ કવિતા સરકારને કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. સંજય રોયની CCTV ફૂટેજના આધારે ક્રૂર હત્યાના આરોપમાં એક દિવસ પછી 10 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેનું બ્લૂટૂથ હેડસેટ પણ સેમિનાર હોલની અંદરથી મળી આવ્યું હતું જ્યાં આ ઘટના બની હતી. તેના વકીલના કહેવા પ્રમાણે, તેણે પોલીગ્રાફ ટેસ્ટ (Polygraphy Test) દરમિયાન પણ પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.

મને આરોપી બનાવવામાં આવી રહ્યો

એક અહેવાલ અનુસાર, સંજય રોયને 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં મહિલાની કથિત હત્યા બાદ તેણે આગળ શું કર્યું તે પણ સામેલ હતું. તેણે CBI અધિકારીઓને કહ્યું કે આ પ્રશ્ન ખોટો છે કારણ કે તેણે તેની હત્યા કરી નથી.  ગુજરાત ફર્સ્ટ આ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાની પુષ્ટી કરતું નથી. રિપોર્ટ અનુસાર, રોયે પોલીગ્રાફ ટેસ્ટમાં દાવો કર્યો હતો કે જ્યારે ટ્રેઇની ડોક્ટર હોસ્પિટલના સેમિનાર હોલમાં દાખલ થયો ત્યારે તે બેભાન હતો. તેણે દાવો કર્યો હતો કે, તેણે 9 ઓગસ્ટના રોજ સેમિનાર રૂમની અંદર ડોક્ટરને લોહીના પૂળામાં પડેલી જોઇ હતી. તેણે દાવો કર્યો કે, તે ડરી ગયો અને રૂમની બહાર ભાગી ગયો. સંજય રોયે એવો પણ દાવો કર્યો હતો કે, તે પીડિતાને ઓળખતો પણ નથી અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે નિર્દોષ છે તો તેણે પોલીસને કેમ કહ્યું નહીં, રોયે કહ્યું કે તેને ડર હતો કે કોઈ તેના પર વિશ્વાસ કરશે નહીં.

Advertisement

Advertisement

અન્ય કોઈ ગુનેગાર પણ હોઈ શકે છે - વકીલ

બીજી તરફ કવિતા સરકારે કહ્યું છે કે, ગુનેગાર કોઈ અન્ય પણ હોઈ શકે છે. તેણે કહ્યું, "જો તે આટલી સરળતાથી સેમિનાર હોલમાં પહોંચી ગયો હોત, તો તે દર્શાવે છે કે તે રાત્રે સુરક્ષામાં ખામી હતી અને અન્ય કોઈ તેનો લાભ લઈ શક્યું હોત." નોંધનીય છે કે 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. તેણી 36 કલાકની શિફ્ટ બાદ આરામ કરવા માટે હોલમાં ગઈ હતી. પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર જાતીય હુમલો અને 25 બાહ્ય અને બહુવિધ આંતરિક ઇજાઓ મળી આવી હતી.

આ પણ વાંચો:  IMA નો મોટો નિર્ણય, RG Kar Medical College ના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×