Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કુંભકર્ણ ઉંઘણશી નહોતો વૈજ્ઞાનિક હતો, રાવણે ખોટી અફવા ઉડાવી હતી: આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલે કહ્યું કે, કુંભકર્ણ 6 મહિના સુધી સુતો નહોતો પરંતુ ગુપ્ત રીતે સંશોધન કરતો હતો અને યંત્રો બનાવતો હતો.
કુંભકર્ણ ઉંઘણશી નહોતો વૈજ્ઞાનિક હતો  રાવણે ખોટી અફવા ઉડાવી હતી  આનંદીબેન પટેલ
Advertisement
  • કુંભકર્ણ ઉંઘણશી નહી પરંતુ વૈજ્ઞાનિક હતો
  • રિસર્ચમાં ખલેલ ન પડે તે માટે રાવણે અફવા ઉડાવી
  • રાવણે સીતા માતાનું અપહરણ એક વિમાનમાં જ કર્યું હતું

લખનઉ : આનંદીબેન પટેલે કહ્યું કે, કુંભકર્ણ 6 મહિના સુધી સુતો નહોતો પરંતુ ગુપ્ત રીતે સંશોધન કરતો હતો અને યંત્રો બનાવતો હતો. રાજ્યપાલે કહ્યું કે, રાવણે આ વાત બધાથી છુપાવવા માટે અફવા ફેલાવી હતી. કુંભકર્ણ 6 મહિના સુવે છે તેવી અફવાના કારણે કોઇ તેને ડિસ્ટર્બ કરી ન શકે. તેમણે કહ્યું કે, આ નોલેજ આપણી પાસે નથી પરંતુ પુસ્તકોમાં બધુ જ લખેલું છે.

આ પણ વાંચો : મુસ્લિમ પ્રેમીએ હિન્દુ પ્રેમિકાનો સરાજાહેર હાથ કાપી નાખ્યો, જુઓ Video

Advertisement

કુંભકર્ણ ઉંઘણશી નહી પરંતુ ટેક્નોક્રેટ હતો

ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે રામાયણના પાત્ર કુંભકર્ણ અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કુંભકર્ણ ટેક્નોક્રેટ હતો. તે અનેક ટેક્નોલોજીનો નિષ્ણાંત હતો. તે 6 મહિના સુતો નહોતો પરંતુ ગુપ્ત રીતે રિસર્ચ કરીને યંત્રો બનાવતો હતો. રાજ્યપાલે કહ્યું કે, તેને રિસર્ચમાં કોઇ ખલે ન પડે તે માટે તે 6 મહિના સુવે છે તેવી અફવા રાવણે ફેલાવી હતી. તેમણે કહ્યું કે, આ નોલેજ આપણી પાસે નથી પરંતુ પૌરાણિક પુસ્તકોમાં તમામ ઉલ્લેખ છે.

Advertisement

આ પણ વાંચો : Noida માં મોટી દુર્ઘટના, ઈમારત ધરાશાયી થવાથી કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કાર્ય ચાલુ

દીક્ષાંત સમારોહમાં પહોંચ્યા હતા રાજ્યપાલ

મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ લખનઉના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ભાષા યુનિવર્સિટીના 9માં દીક્ષાંત સમારોહમાં પહોંચ્યા હતા. દરમિયાન તેમણે રામાયણના પાત્ર કુંભકર્ણને ટેક્નોક્રેટ ગણાવ્યો હતો. 6 મહિના સુતો નહોતો પરંતુ ગુપ્ત રીતે રિસર્ચ કરીને યંત્ર બનાવતો હતો. રાવણ તેને તેવું કરવા માટે કહેતો હતો. રાવણ આ વાત લોકોથી છુપાવવા માટે અફવા ઉડાવી હતી કે તે 6 મહિના સુધી સુઇ રહે છે.

આ પણ વાંચો : PCB:પાકિસ્તાન ટીમના ફરી બદલાયા કોચ,આ ખેલાડીને મળી મોટી જવાબદારી

આપણે ટેક્નોલોજી બાબતે સમગ્ર વિશ્વ કરતા એડવાન્સ હતા

તેમણે કહ્યું કે, લોકોને ખબર હોવી જોઇએ કે રાવણે વિમાન દ્વારા સીતાજીનું અપહરણ કર્યું હતું. શું તમે વિચાર્યું હતું. અગાઉ પણ આનંદીબેન પટેલનો એક વીડિયો ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ઉત્તર પ્રદેશ સરકારે 19 જુલાઇને એક મોટા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું હતું. જેના હેઠળ રાજ્યમાં 36.51 કરોડ વૃક્ષો લગાવાયા હતા. તે માટે પ્રદેશ સરકારે અનેક જિલ્લાના વન વિભાગના સહયોગથી પ્લાન્ટેશન ડ્રાઇવ આયોજિત કરવામાં આવી હતી. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા માટે સીતાપુર પહોંચ્યા હતા. જો કે અહીં પુરતી વ્યવસ્થા નહીં હોવાના કારણે અધિકારીઓ પર ભડક્યાં હતા.

આ પણ વાંચો : 'છોટા પોપટ, કોંગ્રેસને કરશે ચૌપટ', રાહુલ ગાંધીના 'Safe' નિવેદન પર ભાજપનો પલટવાર

Tags :
Advertisement

.

×