Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lucknow: આતંકવાદ મુદ્દે CM યોગી આદિત્યનાથનું મોટું નિવેદન

આતંકવાદ મુદ્દે સીએમ યોગી આદિત્યનાથનું મોટું નિવેદન આતંકવાદ કૂતરાની પૂંછડી જેવો છે:CM યોગી આતંકવાદી હુમલો યુદ્ધ મનાશે:CM યોગી આતંકવાદને કચડી નાખવાનો છે:CM યોગી આતંકવાદી શાંતિ અને પ્રેમની ભાષા નહી સમજે:CM યોગી દરેકે આ અભિયાનમાં એકજૂટ થવાનું છે:CM યોગી  ...
lucknow  આતંકવાદ મુદ્દે cm યોગી આદિત્યનાથનું મોટું નિવેદન
Advertisement
  • આતંકવાદ મુદ્દે સીએમ યોગી આદિત્યનાથનું મોટું નિવેદન
  • આતંકવાદ કૂતરાની પૂંછડી જેવો છે:CM યોગી
  • આતંકવાદી હુમલો યુદ્ધ મનાશે:CM યોગી
  • આતંકવાદને કચડી નાખવાનો છે:CM યોગી
  • આતંકવાદી શાંતિ અને પ્રેમની ભાષા નહી સમજે:CM યોગી
  • દરેકે આ અભિયાનમાં એકજૂટ થવાનું છે:CM યોગી

Uttar pradesh : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ સુપરસોનિક (BrahMos Missile) ક્રુઝ મિસાઇલના ઉત્પાદન માટે નવા એકમનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી (CM yogi adityanath)આદિત્યનાથ પણ હાજર રહ્યા. તેમણે કહ્યું કે આતંકવાદ કૂતરાની પૂંછડી છે, જે ક્યારેય સીધી નહીં થાય અને તેને હવે કચડી નાખવાનો સમય આવી ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારત હવે આતંકવાદ (Terrorism)સામે દ્રઢ પ્રતિસાદ આપશે.

Advertisement

Advertisement

લખનૌમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું

આ ઉત્પાદન એકમ લખનૌમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા વિકસિત મિસાઇલોનું ઉત્પાદન કરશે. આ મિસાઇલોની રેન્જ 290થી 400 કિલોમીટર સુધીની હશે અને તેની મહત્તમ ઝડપ મેક 2.8 હશે. બ્રહ્મોસ મિસાઇલ DRDO અને રશિયાની NPO માશિનોસ્ટ્રોયેનિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ મિસાઇલ જમીન, હવા અને પાણીમાંથી ચલાવી શકાય છે અને તેમાં ‘ફાયર એન્ડ ફોરગેટ’ તકનીક છે.

આ પણ  વાંચો -Rahul Gandhi એ પત્ર લખીને PM મોદી પાસે કરી આ મોટી માંગ, જાણો

100 બ્રહ્મોસ મિસાઇલોનું ઉત્પાદન કરવામાં આવશે

દર વર્ષે 80 થી 100 બ્રહ્મોસ મિસાઇલોનું ઉત્પાદન કરવામાં આવશે. આ ઉપરાંત દર વર્ષે 100 થી 150 નક્સટ જનરેશન બ્રહ્મોસ મિસાઇલો પણ બનાવવામાં આવશે, જેનું વજન ઓછું હશે (1,290 કિગ્રા) અને તેની રેન્જ 300 કિલોમીટરથી વધુ રહેશે. નવી બ્રહ્મોસ મિસાઇલના કારણે સુખોઈ ફાઇટર જેટ્સ હવે એક નહીં પરંતુ ત્રણ મિસાઇલો લઈ જઈ શકશે.

આ પણ  વાંચો -VADODARA : શિનોર પાસે ST બસ ઝાડમાં ઘૂસી, 6 ઇજાગ્રસ્ત

2021માં તેનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ માટે 200 એકર જમીન ઉત્તર પ્રદેશ સરકારે મફતમાં આપી હતી. 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી અને 2021માં તેનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. ફક્ત સાડા ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે.

સંરક્ષણ સાધનોના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાશે

આજના કાર્યક્રમ દરમિયાન ટાઇટેનિયમ અને સુપર એલોયના ઉત્પાદન માટે સ્ટ્રેટેજિક મટિરિયલ ટેકનોલોજી કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે ડિફેન્સ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ (DTIS) નો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો, જે મિસાઇલો અને અન્ય સંરક્ષણ સાધનોના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાશે.

Tags :
Advertisement

.

×