દેવાસમાં ભયાનક આગ, પતિ-પત્ની અને 2 બાળકોના કરુણ મોત
- દેવાસ આગ અકસ્માત : આખો પરિવાર આગમાં બળી ગયો
- મધ્યપ્રદેશ: ડેરીમાં આગથી 4 લોકોના મોત
- દેવાસ: પરિવારના 4 લોકો જીવતા બળી ગયા
- આગમાં પતિ, પત્ની અને 2 બાળકોનું દુખદ અવસાન
- દેવાસમાં ભયાનક આગ: શોર્ટ સર્કિટ હોવાની આશંકા
Madhya Pradesh Dewas Fire : મધ્યપ્રદેશના દેવાસ શહેરમાંથી શુક્રવારે રાત્રે ભયાનક ઘટના સામે આવી છે. નયાપુરા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં પતિ-પત્ની અને તેમના 2 બાળકો જીવતા બળી ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં શોકની લાગણીઓ છે.
ઘટનાસ્થળે 4 જિંદગીઓ બળીને થઇ ખાખ
દેવાસના નયાપુરા શહેરમાં આવેલી આ બિલ્ડિંગના ભોંયરામાં દિનેશ નામના વ્યક્તિએ ડેરી ખોલી હતી. ઘરના બીજા માળે તે અને તેની પત્ની ગાયત્રી રહેતા હતા. અકસ્માત સમયે તેમના બે બાળકો ઈશિકા અને ચિરાગ પણ ઘરમાં હાજર હતા. મળતી માહિતી અનુસાર, રાત્રે અચાનક ડેરીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે બિલ્ડિંગનો ઉપરનો માળ પણ આગની ઝપટમાં આવી ગયો હતો. ત્યાં રહેતા દિનેશ, તેમની પત્ની ગાયત્રી અને તેમના બે નાના બાળકો, ઈશિકા અને ચિરાગ, આગમાં ફસાઈ ગયા. આગ એટલી ભીષણ હતી કે સમગ્ર પરિવાર આગની જ્વાળાઓથી બચી ન શક્યા.
#WATCH देवास, मध्य प्रदेश: नयापुरा इलाके में स्थित एक घर में आग लग गई। दमकल की गाड़ियों ने मौके पर पहुंचकर आग पर काबू पाया। घटना में 4 लोगों की मौत हो गई है।
अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/JicxzeMP6l
— ANI_HindiNews (@AHindinews) December 21, 2024
આગના કારણોની તપાસ ચાલુ
પ્રારંભિક રિપોર્ટ્સ અનુસાર, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શંકા છે. ડેરીમાં રહેલા બહુ સામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. આગના સમાચાર મળતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ, પરિવારના કોઈપણ સભ્યને બચાવી શકાયું નહીં.
આ પણ વાંચો: જયપુરમાં ભયાનક અકસ્માત, 40 ગાડીઓમાં લાગી આગ; 30થી વધુ લોકો દાઝ્યા


