શિવસેના (UBT) માટે રાજ ઠાકરેની MNS બની 'B' ટીમ?
- મહારાષ્ટ્ર ચૂંટણીમાં રાજ ઠાકરેના હાથમાં કઇ ન આવ્યું
- જીતની આશા હતી પણ ન મળી એક પણ બેઠક
- એકનાથ શિંદેની શીવસેનાનું બગાડ્યું કામ
MNS candidates in Maharashtra : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) રાજ્યની 2024ની વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી, પરંતુ તેમ છતાં, આ પાર્ટીએ એકનાથ શિંદેની શિવસેનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. એવું માનવામાં આવે છે કે, MNS એ હિંદુત્વ તરફી મરાઠી મતદારોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા, જેના પરિણામે આ પાર્ટી કેટલીક લોકપ્રિય બેઠકો પર અસર પહોંચાડવામાં સફળ રહી. MNSને મુંબઈમાં 14% વોટ મળ્યા હતા, જે ખાસ કરીને શિવસેનાના ઐતિહાસિક ગઢ પર અસરકારક સાબિત થયું.
MNS અને શિવસેના (UBT) માટે નુકસાન
MNSના કારણે, શિવસેના (UBT) ને લગભગ 10 બેઠકો પર નુકસાન થયું છે. શિવસેનાના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે MNSએ તેમની પાર્ટીને 10 બેઠકો પર નુકસાન પોહચાડ્યું છે, જ્યાં તેમના ઉમેદવારો હાર્યા છે. આની સાથે, કેટલાક લોકપ્રિય મતવિસ્તારોમાં જેમ કે વરલી, બાંદ્રા ઈસ્ટ, અને માહિમ, જ્યાં શિવસેનાના ઉમેદવારોનો જીતનો માર્જિન ખૂબ નાનો હતો, આ એ સીટો છે જે MNSના ઉમેદવારના પ્રભાવ હેઠળ આવી હતી.
અમિત ઠાકરે માટે નવો અનુભવ
રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે માહિમ બેઠક પરથી ઉમેદવાર હતા, પરંતુ તેમને 33,062 મત મળ્યા. અહીંથી, ઉદ્ધવ સેનાના ઉમેદવાર મહેશ સાવંતે શિવસેનાના સદા સરવણકરને 1,316 મતોથી હરાવ્યા. જો શિવસેના (UBT) ના ઉમેદવાર આ વિધાનસભામાં ન હોત, તો અમિત ઠાકરે પોતાની પ્રથમ ચૂંટણી સરળતાથી જીતી શકતા.
MNS સાથે વાતચીતનો અભાવ
શિવસેના (UBT) ને MNS સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને પક્ષો વચ્ચે ાત બની ન શકી. શિવસેના (UBT) ના વર્લી ચુંટણી વિસ્તારમાં ઉમેદવાર મિલિંદ દેવરાએ જણાવ્યું કે, “અમે MNS સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની ઘણી માંગણીઓ પૂરી કરવા તૈયાર હતા, પરંતુ જો બિનજરૂરી માંગણીઓ કરવામાં આવે છે, તો તે પૂરી કરવી શક્ય નથી. MNS એ B-ટીમ તરીકે કામ કર્યું અને શિવસેના (UBT) માટે એક અનિચ્છનીય સહયોગી બની રહી. જો કે, અમે જાણીએ છીએ કે આ તેમનો ઇરાદો નહોતો. જો માહિમ અને વરલીમાં MNS ન હોત તો અમે બહુ મોટા માર્જિનથી જીત્યા હોત તેમાં કોઈ શંકા નથી.”
MNSના પરિણામોથી શીખ
MNSએ 25 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારોને ઊભા કર્યા હતા, જેમાંથી 12 ઉમેદવારો શિવસેના અને 10 ભાજપના વિરુદ્ધ હતા. આમાંથી કેટલાક માટે, જેમ કે વાણી અને ગુહાગર, MNSના ઉમેદવારોએ શ્રેષ્ઠ પરિણામ આપ્યું હતું. પરંતુ, એ વાત સાચી છે કે શિવસેનાના કારણે MNS ને કોઈ ફાયદો થઈ શક્યો નથી. રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે સાથે પણ આવું જ થયું. તેમને મુંબઈની માહિમ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે ત્રીજા ક્રમે રહ્યા. અહીંથી ઉદ્ધવના શિવસેનાના ઉમેદવારની જીત થઈ હતી.
આદિત્ય અને અમિત ઠાકરે માટે શીખ
આ પરિણામો બંને ભાઈઓ – આદિત્ય અને અમિત ઠાકરે માટે મહત્વપૂર્ણ સંકેતો આપતાં જણાય છે. અમિત ઠાકરેને માહિમની બેઠક પર હારનો સામનો કરવો પડ્યો, અને આ વાત બંનેને યાદ રહી શકે છે. આ ચૂંટણીએ તેમને એક એવો પાઠ ભણાવ્યો છે કે, રાજનીતિમાં, દરેક પક્ષે પોતાના વોટબેંકને મહત્વ આપવું જોઈએ અને વધારે જાગ્રુત રહેવું જોઈએ.
આ પણ વાંચો: નવા સાંસદોને તક આપો, નવા વિચારોને આવકારો : PM Modi ની અપીલ


