ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra: આતંકવાદ મામલે ATSની મોટી કાર્યવાહી, થાણે સહિત અનેક સ્થળોએ દરોડા

મહારાષ્ટ્રમાં ATS ને મળી મોટો સફળતા મુંબઈ ટ્રેનો બ્લાસ્ટના આરોપીની ધરપકડ થાણેના પડઘા અને બોરીવલીમાં મોટા પાયે દરોડા Maharashtra ATS : મહારાષ્ટ્રમાં આતંકવાદ(Terrorist Saqib Nachan) વિરોધી દળ એટલે કે ATS એ આતંકવાદ સાથે જોડાયેલા મામલે થાણે(Thane)ના પડઘામાં રેડ પાડી...
03:28 PM Jun 02, 2025 IST | Hiren Dave
મહારાષ્ટ્રમાં ATS ને મળી મોટો સફળતા મુંબઈ ટ્રેનો બ્લાસ્ટના આરોપીની ધરપકડ થાણેના પડઘા અને બોરીવલીમાં મોટા પાયે દરોડા Maharashtra ATS : મહારાષ્ટ્રમાં આતંકવાદ(Terrorist Saqib Nachan) વિરોધી દળ એટલે કે ATS એ આતંકવાદ સાથે જોડાયેલા મામલે થાણે(Thane)ના પડઘામાં રેડ પાડી...
Terrorist Saqib Nachan

Maharashtra ATS : મહારાષ્ટ્રમાં આતંકવાદ(Terrorist Saqib Nachan) વિરોધી દળ એટલે કે ATS એ આતંકવાદ સાથે જોડાયેલા મામલે થાણે(Thane)ના પડઘામાં રેડ પાડી છે. જેમાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મૂમેન્ટ ઓફ ઇન્ડિયાનો(SIMI) પૂર્વ સભ્ય સાકિબ નાચનના ઘરનો પણ સમાવેશ થાય છે. આ એજ છે જે 2003-04માં મુંબઈમાં ટ્રેનો અને બસોમાં બોમ્બ વિસ્ફોટોના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

પડઘા અને બોરીવલીમાં દરોડા

મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ સોમવારે થાણેના પડઘા અને બોરીવલીમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા. ATS એ આતંકવાદ સંબંધિત કેસમાં સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI) ના ભૂતપૂર્વ અધિકારીના ઘરે પણ દરોડા પાડ્યા હતા, જેમની 2003-04માં મુંબઈમાં ટ્રેનો અને બસોમાં બોમ્બ વિસ્ફોટોના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ  વાંચો -'કાશ્મીરી પંડિતોની વાપસી જરૂરી, હું સ્વાગત માટે જઇશ' - મહેબૂબા મુફ્તી

મહારાષ્ટ્ર એટીએસની કાર્યવાહી

મહારાષ્ટ્ર એટીએસના જણાવ્યા મુજબ સાકિબ નાચન પહેલા મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન અને મુલુંડ બોમ્બ વિસ્ફોટ મામલા સહિત 2002-03માં બે આતંકી હુમલામાં દોષિત જાહેર થયો હતો. આરોપ છે કે 2017માં પોતાની સજા પૂરી કર્યા બાદ કટ્ટરપંથી ગતિવિધિઓ ફરીથી શરૂ કરી દીધી.એક અધિકારીએ વધારે માહિતી આપતા જણાવ્યુ કે થાણે પોલીસની સાથે એટીએસની એક ટીમ દ્વારા જિલ્લાના પડઘા ગામમાં તપાસ શરૂ કરવામાં આવી. એટીએસની ટીમ તરફથી કરવામાં આવેલી તપાસમાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મૂમેન્ટ ઓફ ઇન્ડિયાનો પૂર્વ સભ્ય સાકિબ નાચનના ઘરનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે અમે કેટલાક વ્યક્તિઓની ઓળખ કરી છે. તેમના અનુસાર તપાસ ચાલી રહી છે. અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પડઘામાં કંઇ ગરબડ તો નથી ને.મહત્વનું છે કે આ પહેલા પણ 2023માં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકી સંગઠન આઇએસઆઇએસ પર દેશવ્યાપી કાર્યવાહી હેઠળ થાણેના પડઘામાં તપાસ શરૂ કરી હતી. અને નાચન સહિત અનેક લોકોની ધરપકડ પણ કરી હતી.

આ પણ  વાંચો -'લગ્ન કરવો ગુનો નથી, બે લગ્ન આપણી પરંપરા છે' - RJD સાંસદ

3 દિવસ પહેલા ATSએ 1ને ઝડપ્યો

એક મીડિયા રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર એટીએસ દ્વારા 3 દિવસ પહેલા 27 વર્ષીય એન્જિનિયર રવિન્દ્ર વર્માની ધરપકડ કરી હતી. તે પાકિસ્તાનની જાસૂસી એજન્સી પીઆઇઓના સંપર્કમાં હતો. આરોપી યુવકે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત સંવેદનશીલ અને ગોપનીય જાણકારી સોશિયલ મીડિયા દ્વારા પીઆઇઓના એજન્ટને આપી હતી. રવિન્દ્ર સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલ એક પ્રાઇવેટ કંપનીમાં કરે છે. તપાસમાં સામે આવ્યું હતું કે યુવક 2021માં ફેસબુક દ્વારા પાકિસ્તાની જાસૂસના એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ મે2023 સુધી તેણે સોશિયલ મીડિયા દ્વારા માહિતી લીક કરી હતી.રવિન્દ્ર વર્મા સાથે પાકિસ્તાની એજન્ટે મહિલા બનીને ફેસબુક પર દોસ્તી કરી હતી ત્યારબાદ મહત્વની જાણકારી તેની પાસેથી મેળવતો.

Tags :
ATS raids in ThaneMaharashtra ATSmaharashtra newsMaharashtra PoliceTerrorist Saqib Nachan
Next Article