ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra: બાળાસાહેબ હયાત હોત તો ઓપરેશન સિંદૂર માટે PM મોદીને સ્વીકારતા

ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રતિમાનું અનાવરણ ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો ગોળીઓનો જવાબ ગોળીઓથી હશે Maharashtra:દેશના ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાંદેડમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ નાઈકની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ તકે તેમણે એમ કહ્યું કે, બાળા સાહેબ આજે...
10:28 PM May 26, 2025 IST | Hiren Dave
ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રતિમાનું અનાવરણ ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો ગોળીઓનો જવાબ ગોળીઓથી હશે Maharashtra:દેશના ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાંદેડમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ નાઈકની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ તકે તેમણે એમ કહ્યું કે, બાળા સાહેબ આજે...
Amit Shah in Nanded

Maharashtra:દેશના ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાંદેડમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ નાઈકની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ તકે તેમણે એમ કહ્યું કે, બાળા સાહેબ આજે હયાત હોત તો ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદીને સ્વીકારત, તેઓ મોદીજીને ગળે લગાવત.

ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો

ગૃહમંત્રીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો છે કે, ભારતીય સેના અને ભરતવાસીઓને મુશ્કેલી ન પહોંચાડવી જોઈએ, નહિતર ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઓપરેશન સિંદૂર પછી વિદેશ મોકલવામાં આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ અંગે પ્રશ્નો ઉઠાવવા બદલ ઉદ્ધવ જૂથના શિવસેના પર નિશાન પણ સાધ્યું હતું.

આ પણ  વાંચો -Delhi Court: WFI ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણને મોટી રાહત, કોર્ટે POCSO કેસ કર્યો બંધ

ગોળીઓનો જવાબ ગોળીઓથી હશે

શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ આપી જ દીધો છે કે, જો કોઈ નિર્દોષ નાગરિકો પર હુમલો કરશે તો ગોળીઓનો જવાબ ગોળીઓથી હશે. પાકિસ્તાની આતંકવાદીઓને શોધીને મારી નાંખશે. દીકરીઓના કપાળ પર સિંદૂર લગાવવું સસ્તું નથી, જે કોઈ તેમને નુકસાન પહોંચાડશે તેને લોહીથી જવાબ આપવો પડશે.

આ પણ  વાંચો -Tej pratap yadav : ચૂંટણીને લઇને નાટકો છે, યાદવ પરિવાર અંગે ઐશ્વર્યાનો આરોપ

મોદીની સરકાર અહીં 11 વર્ષથી છે

વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે, લોહી અને પાણી એકસાથે વહેશે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનું શું થયું છે તે કોણ જાણે છે, જો બાળા સાહેબ આજે અહીં હોત, તો તેઓ ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદીને સ્વીકારત. અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાન ભૂલી ગયું છે કે મોદીની સરકાર અહીં 11 વર્ષથી છે.

 

Tags :
Amit ShahAmit Shah in MaharashtraAmit Shah in NandedAmit Shah on Operation Sindooranyone attack on IndiaGoli ka Jawab Gola Se Diya Jayega
Next Article