Maharashtra પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, કારણ જાણીને ચોંકી જશો
- મુંબઈ પોલીસે 7 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી
- ધરપકડ કરાયેલા લોકોમાં 1 પુરુષ અને 6 મહિલા સામેલ
- MIDC પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી
- વિદેશી અધિનિયમ 1946 ની કલમોનું ઉલ્લંઘન કર્યું
Maharashtra : મુંબઈની MIDC પોલીસ સ્ટેશનેમુંબઈના કુર્લા અને પુણે વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી (Bangladesh)નાગરિકોની ધરપકડ કરી છે. જેમાં 6 બાંગ્લાદેશી મહિલાઓ છે. આ તમામને નોકરીની લાલચ આપીને મુંબઈ લાવવામાં આવ્યા હતા.
મુંબઈ પોલીસે 7 બાંગ્લાદેશીની કરી ધરપકડ
મુંબઈ પોલીસે 7 બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવાના ગુનામાં ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બાંગ્લાદેશી નાગરિક બાયજિદ અયૂબ શેખ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી મહિલાઓને મુંબઈ અને પુણે જેવા શહેરમાં નોકરીની લાલચ આપીને દેહ વ્યપારમાં ધકેલવાના ઈરાદાથી ભારત લાવ્યો હતો. પણ આ પહેલા તમામની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો -S Jaishankar : એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
આ બાંગ્લાદેશીઓ કુર્લામાં રહેતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ બધા બાંગ્લાદેશી નાગરિકો મુંબઈના કુર્લા વિસ્તારમાં કેટલાક મહિનાઓથી ગેરકાયદેસર રીતે રહેતા હતા. આ બધા કોઈપણ માન્ય દસ્તાવેજો વિના મુંબઈમાં રહેતા હતા.પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન, બધાએ સ્વીકાર્યું કે તેઓ બાંગ્લાદેશના નાગરિક છે અને માન્ય દસ્તાવેજો વિના થોડા મહિનાઓથી ભારતમાં રહી રહ્યા હતા.ધરપકડ બાદ, બધાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.
આ પણ વાંચો -Raja Raghuvanshi case : મેઘાલય પોલીસને મોટી સફળતા,હવે ખૂલશે અનેક રહસ્ય!
ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા
એમઆઈડીસી પોલીસે ગુપ્ત સુચનાના આધારે કુર્લા અને પૂણેના વિસ્તારમાંથી દરોડા પાડીને આ તમામને દબોચી લીધા હતા. જો સમય રહેતા આ કાર્વાહી કરવામાં આવી ન હોત તો આ મહિલાઓ એક મોટા દેહ વ્યપારના રેકેટમાં ધકેલાઈ ગઈ હોત. ધરપકડ બાદ, બધાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.


