Maharashtra : શિવસેનાનો સ્પષ્ટ સંદેશ - જો એકનાથ શિંદેેને મુખ્યમંત્રી..!
- મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે?
- મહારાષ્ટ્ર રાજકારણમાં ગરમાવો યથાવત
- શિવસેનાનો દાવો: શિંદેના કાર્યને માન્યતા આપવી જોઈએ
- શિવસેના: એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં
- મહાયુતિમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી
- રાજકીય દબાણ વચ્ચે મુખ્યમંત્રી પદ પર ચર્ચા
- શિવસેનાનો સ્પષ્ટ સંદેશ: શિંદે મુખ્યમંત્રી બનવા લાયક
- રામદાસ આઠવલેના નિવેદન પર શિવસેનાનું પ્રત્યુત્તર
- શિંદેના નેતૃત્વે મહાયુતિને મળી જીત: શિવસેના
- દબાણ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો સસ્પેન્સ
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે મહાયુતિ માટે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે કે, મુખ્યમંત્રી કોણ બનશે. જીહા, આ મુદ્દે આજે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનમાં આ મુદ્દે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય થયો નથી. શિવસેનાએ આ મુદ્દે પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં.
શિવસેનાનો દાવો – શિંદેના કાર્યને માન્યતા આપવી જોઈએ
શિવસેનાના પ્રવક્તા સંજય સિરસાટે આ મુદ્દે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી, અને તેમના કારણે જ મહાયુતિને સફળતા મળી છે. તેમનું માનવું છે કે દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ આ બાબત સ્વીકારી છે. શિવસેનાએ માંગણી કરી છે કે જે ચહેરાએ ચૂંટણી લડીને જીત મેળવવામાં યોગદાન આપ્યું છે, તેને મુખ્યમંત્રીપદ માટે પ્રાથમિકતા મળવી જોઈએ. તેઓએ કહ્યું કે જો એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે તો આગામી ચૂંટણીમાં મહાયુતિને વધુ ફાયદો થશે. શિંદેના પદના સંકેતથી લોકોમાં સકારાત્મક સંદેશ જશે. શિવસેનાનો દાવો છે કે એકનાથ શિંદેને મુખ્યમંત્રીપદ આપવું યોગ્ય અને ન્યાયસંગત રહેશે.
#WATCH | Mumbai: Shiv Sena leader Sanjay Shirsat says, "We want the CM to be from Shiv Sena. We fought the election under the leadership of CM Eknath Shinde and I believe that top leaders will also bless him... You will be able to see the new government in Maharashtra maximum by… pic.twitter.com/k0sp2NJlpo
— ANI (@ANI) November 27, 2024
રામદાસ આઠવલેના નિવેદન પર શિવસેનાનો પ્રત્યુત્તર
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદન અંગે પણ શિવસેનાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, શિવસેના આઠવલેના નિવેદનને ગંભીરતાથી લેતી નથી. આ ટિપ્પણી રાજકીય રીતે હળવી માનવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ચેલી રહેલા રાજકીય દબાણ વચ્ચે આખરી નિર્ણય શું થશે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: જાણો BJP નો 'પ્લાન C' શું છે?, શિંદે જૂથે સમર્થન માટે અજિત પવારનો સંપર્ક કર્યો...!


