Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : મહાયુતિમાં દિગ્ગજે વધાર્યું ટેન્શન!

મહારાષ્ટ્રમાં મહાયુતિમાં દિગ્ગજે વધાર્યું ટેન્શન! મંત્રીપદ ન મળતા છગન ભુજબળના આકરાં તેવર લડાઈ મંત્રીપદની નહીં, અસ્મિતાની છેઃ ભુજબળ અજીત પવારને કહ્યું શું હું તમારા હાથનું રમકડું છું? યેવલામાં NCPના કાર્યકરો સાથે ભુજબળની બેઠક સૌએ સાથે મળીને નિર્ણય લેવો પડશેઃ...
maharashtra   મહાયુતિમાં દિગ્ગજે વધાર્યું ટેન્શન
Advertisement
  • મહારાષ્ટ્રમાં મહાયુતિમાં દિગ્ગજે વધાર્યું ટેન્શન!
  • મંત્રીપદ ન મળતા છગન ભુજબળના આકરાં તેવર
  • લડાઈ મંત્રીપદની નહીં, અસ્મિતાની છેઃ ભુજબળ
  • અજીત પવારને કહ્યું શું હું તમારા હાથનું રમકડું છું?
  • યેવલામાં NCPના કાર્યકરો સાથે ભુજબળની બેઠક
  • સૌએ સાથે મળીને નિર્ણય લેવો પડશેઃ ભુજબળ

Maharashtra : મહારાષ્ટ્રમાં તાજેતરમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું, જેમાં ઘણા મોટા નેતાઓને સ્થાન ન મળતા રાજકીય ગરમાવો ઊભો થયો છે. NCP ના વરિષ્ઠ નેતા છગન ભુજબલે કેબિનેટમાં સ્થાન ન મળતાં પોતાનો નારાજગી વ્યક્ત કરી હતી અને NCP ના વડા અજિત પવાર સામે આડકતરી રીતે પ્રહાર કર્યો હતો.

અજિત પવાર પર ભુજબલનો આક્ષેપ

છગન ભુજબલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમને મંત્રીમંડળમાં સામેલ કરવાના પક્ષમાં હતા, પરંતુ અંતિમ નિર્ણય અજિત પવારે લીધો હતો. નાસિકમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ભુજબલે કહ્યું, "અજિત પવાર NCP માટે તે જ કામ કરે છે જે દેવેન્દ્ર ફડણવીસ ભાજપ માટે અને એકનાથ શિંદે શિવસેના માટે." આ નિવેદનથી તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. ભુજબળે વધુમાં જણાવ્યું કે મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે સાથે તેમની મુલાકાતને કારણે તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. મરાઠા અનામત મુદ્દે ભુજબલે મનોજ સાથે મુલાકાત કરી હતી, જે હવે વિવાદનું કારણ બની છે. ભુજબલે કહ્યું, "હું નારાજ નથી, પરંતુ અપમાનિત અનુભવું છું."

Advertisement

Advertisement

છગન ભુજબલ થયા ગુસ્સે- શું હું તમારું રમકડું છું?

છગન ભુજબલે વધુમાં કહ્યું કે, મને મે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમને પછીથી ટિકિટ આપવામાં આવી ન હોતી અને હવે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં યેવલા મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભાની બેઠકની ઓફર કરવામાં આવી હતી. ભુજબલે રાજ્યસભાની સીટની ઓફરને પણ ફગાવતાં કડક ટિપ્પણી કરી કે, "મને હવે રાજ્યસભાની ઓફર કરાઈ છે, પણ મેં તે સ્વીકારવાનું યોગ્ય માન્યું નથી. શું હું તમારું રમકડું છું?" છગન ભુજબલના આ નિવેદનોથી મંત્રીમંડળના વિસ્તરણ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં નવો તણાવ ઊભો થયો છે, જે આગળ અનેક નવા રાજકીય મોડ લાવી શકે છે.

આ પણ વાંચો:  Maharashtra Election: ચૂંટણી પંચે VVPAT સ્લિપની કરી ગણતરી, ચોંકાવનારુ પરિણામ આવ્યું સામે

Tags :
Advertisement

.

×