ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી; 5ના મૃત્યુ પામ્યા
આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
Advertisement
- ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના બનવા પામી છે
- પૌરી ગઢવાલ જિલ્લામાં એક મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ છે
- આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે
Major accident in Uttarakhand : ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના બનવા પામી છે. ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં એક મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ છે અને 100 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ટપ્રાપ્ત માહિતી મુજબ, આ અકસ્માત પૌડીમાં કેન્દ્રીય વિદ્યાલય તરફ જતા રસ્તા પર થયો હતો, જ્યાં બસે નિયંત્રણ ગુમાવી દીધુ હતું અને 100 મીટર નીચે ખાડામાં પડી ગઈ હતી.
Advertisement
આ પણ વાંચો : Chhattisgarh: બીજાપુર નેશનલ પાર્કમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
Advertisement


