દિવાળી પહેલા Kerala ના મંદિરમાં મોટી દુર્ઘટના, ફટાકડા ફોડતા થયો વિસ્ફોટ; 150થી વધુ લોકો ઘાયલ
- કેરળના મંદિરમાં ફટાકડા ફોડતા થયો વિસ્ફોટ
- ભયાનક ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ
- આ દુર્ઘટનામાં 8 લોકોની હાલત ગંભીર
Kerala News : કેરળના કાસરગોડ જિલ્લાના નીલેશ્વર ગામ પાસે આવેલા વીરકાવુ મંદિરમાં સોમવારે મોડી રાત્રે ફટાકડા (firecrackers) ફોડતા વિસ્ફોટ થયો હતો. આ ભયાનક ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ (Injured) યા છે, જેમાંથી 8 લોકોની સ્થિતિ ગંભીર છે. ફટાકડા ફોડવાના કાર્યક્રમ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે ફટાકડાના સ્ટોરેજમાં આગ લાગતાં આ વિસ્ફોટ થયો હતો.
તાત્કાલિક રાહત અને રેસ્ક્યૂ કામગીરી
આ ઘટનાને પગલે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર થયા હતા અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્રને અસરગ્રસ્ત લોકોની સારવાર સુનિશ્ચિત કરવા અને તેમના પરિવારજનોને મદદરૂપ થવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, પોલીસ ફટાકડાના સ્ટોરેજ અને આગના કારણોની તપાસ શરૂ કરી છે. જોકે આ ફટાકડા નિયમોના ઉલ્લંઘનથી રાખવામાં આવ્યા હતા કે કેમ, તે અંગે પણ તપાસ ચાલુ છે.
મંદિરમાં અફરા-તફરી મચી
મંદિરમાં આગ લાગતાની સાથે જ ત્યાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. આ દરમિયાન ઘણા લોકોને ખબર પણ ન પડી કે આગ લાગી છે, પરંતુ જ્યારે તેમને આ વાતની જાણ થઈ તો લોકો આમ તેમ દોડવા લાગ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં લગભગ 154 લોકો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી લગભગ 8 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ફટાકડામાં ભીષણ આગ, 2ના મોત
વળી, હૈદરાબાદના યાકતપુરા રેલ્વે સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યે પૂર્વ ચંદ્ર નગરમાં બે માળની ઇમારતમાં લાગેલી આગમાં પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું અને અન્ય એક છોકરી ઘાયલ થઈ હતી. બિલ્ડિંગના પહેલા માળે જ્યાં પેસ્ટ્રી પકવવામાં આવી રહી હતી ત્યાં આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ આગ નજીકમાં વેચાણ માટે રાખવામાં આવેલા ફટાકડા અને કપાસના બોક્સમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઉષારાણી (50) અને તેના પતિ મોહન લાલ (58)નું મૃત્યુ થયું હતું અને 18 વર્ષની શ્રુતિ ઘાયલ થઈ હતી. શ્રુતિને ઓસ્માનિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Blast In Train : Indian Railway ને લાગ્યું ગ્રહણ, રોહતકથી દિલ્હી જતી ટ્રેનમાં વિસ્ફોટ...