Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના! સ્કૂલની છત ધરાશાયી થતાં 5 બાળકના મોત

Rajasthan School Roof Collapse : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પીપલોદી ગામની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની ઇમારતની છત શુક્રવારે સવારે અચાનક ધરાશાયી થઈ ગઈ.
રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના  સ્કૂલની છત ધરાશાયી થતાં 5 બાળકના મોત
Advertisement
  • રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના
  • સ્કૂલની છત ધરાશાયી થતાં 5 બાળકના મોત
  • 30થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા
  • અનેક બાળકો કાટમાળમાં દટાયાની આશંકા
  • રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ
  • મનોહરથાણાની પીપલોદી સ્કૂલની ઘટના

Rajasthan School Roof Collapse : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લા (Jhalawar district) માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પીપલોદી ગામ (Piplodi village) ની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની ઇમારતની છત શુક્રવારે સવારે અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં 5 બાળકોના મોત (5 children died) થયા છે, જ્યારે 30થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ (seriously injured) થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, બચાવ કાર્ય હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ભારે વરસાદ દરમિયાન પીપલોડી સ્કૂલની છત ધરાશાયી

શુક્રવારે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોડી ગામની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે ભયાનક ઘટના બની હતી. સવારે વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ માટે શાળામાં હાજર હતા, તે દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો હતો. અચાનક વરસાદના કારણે શાળાની જૂની છત તૂટી પડી, જેના કારણે વિદ્યાર્થીઓ તેના નીચે દટાઈ ગયા. પ્રારંભિક માહિતી મુજબ, ઓછામાં ઓછા 5 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે અને અનેક અન્ય ઘાયલ થયા છે. બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે. વળી, ઘાયલ બાળકોને મનોહર થાણા સીએસસીમાં લાવવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે શાળાની છત તૂટી પડી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને હાલમાં રાહત તથા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Advertisement

Advertisement

અશોક ગેહલોતે ચિંતા વ્યક્ત કરી

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, "ઝાલાવાડના મનોહરથાણામાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી ઘણા બાળકો અને શિક્ષકો ઘાયલ થયાના અહેવાલો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જાનહાનિ ઓછી થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય."

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, રાજસ્થાન સરકારના શિક્ષણ મંત્રી મદન દિવાલરે કહ્યું, "ઝાલાવાડની એક શાળામાં એક દુ:ખદ ઘટના બની છે. તે દુઃખદ છે, બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. છત કેવી રીતે તૂટી તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં શરૂ થયેલો હિન્દી-મરાઠી વિવાદ હવે સંસદ સુધી પહોંચ્યો

Tags :
Advertisement

.

×