Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Manipur : સળગતા રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરાયો, રાજ્યપાલને મળ્યા NDAના ધારાસભ્યો

ભારતના સળગતા રાજ્ય મણિપુર (Manipur) માં રાજ્ય સરકાર બનવાની કવાયત હાથ ધરાઈ છે. રાજ્યપાલ અજયકુમાર ભલ્લા (Ajay Kumar Bhalla) સાથે ભાજપ અને NPP ના ધારાસભ્યોએ સૂચક મુલાકાત કરી છે. વાંચો વિગતવાર.
manipur   સળગતા રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરાયો  રાજ્યપાલને મળ્યા ndaના ધારાસભ્યો
Advertisement
  • Manipur માં સરકાર રચવાની કવાયત તેજ
  • ભાજપ અને NPPના ધારાસભ્યોએ કર્યો દાવો
  • રાજ્યપાલ Ajay Kumar Bhalla સાથે કરી સૂચક મુલાકાત

Manipur : ભારતના સળગતા રાજ્ય મણિપુર (Manipur) માં રાષ્ટ્રપતિ શાસન અમલી છે. હવે મણિપુરમાં ફરીથી રાજ્ય સરકાર રચાય તેવી કવાયત થઈ રહી છે. ભાજપ અને NPP ના ધારાસભ્યોએ મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લા (Ajay Kumar Bhalla) સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ મણિપુરમાં રાજ્ય સરકારની રચના થશે તેવી સંભાવનાઓ તેજ થઈ ગઈ છે.

ઈમ્ફાલમાં રાજ્યપાલ સાથે મુલાકાત

Manipur માં કાયદો અને વ્યવસ્થા કથળ્યા બાદ ભાજપના મુખ્યમંત્રી એન. બિરેનસિંહ (N. Birensinh) એ રાજીનામુ આપી દીધું હતું. ત્યારથી આ સળગતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અમલી છે. જો કે આજે ઈમ્ફાલમાં રાજ્યપાલ અજયકુમાર ભલ્લા સાથે ભાજપ, NPP ના ધારાસભ્યોએ એક મુલાકાત કરી છે. ઉલ્લેખનિય છે કે મણિપુરમાં હિંસા બેકાબૂ થઈ ગયા બાદ તત્કાલીન મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજીનામું આપી દીધું હતું. ત્યારથી મણિુપરમાં રાષ્ટ્રપતિ શાસન છે.

Advertisement

આ પણ વાંચોઃ Gram Panchayat Election : 8326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે, પરિણામ 25મી જૂને

Advertisement

શું કહે છે ભાજપના ધારાસભ્ય ?

આજે ઈમ્ફાલમાં મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લા સાથે ભાજપ, NPP ના ધારાસભ્યોએ એક મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામ (Thokchom Radheshyam) એ કહ્યું કે, કોંગ્રેસ સિવાય કુલ 44 ધારાસભ્યો મણિપુરમાં સરકાર બનાવવા તૈયાર છે. મણિપુરમાં કુલ 60 બેઠકો છે. તેથી NDA પાસે સરકાર બનાવવા માટે પૂરતી સંખ્યામાં ધારાસભ્યો છે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મણિપુરમાં સરકાર રચવાનો દાવો કરતો પત્ર પણ લખવામાં આવ્યો હતો. જેમાં કુલ 44 ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચોઃ Odisha : નકસલવાદીઓએ વિસ્ફોટકો ભરેલી ટ્રક લૂંટી લેતા ચકચાર મચી ગઈ, 2 રાજ્યોની પોલીસ એલર્ટ મોડ પર

Tags :
Advertisement

.

×