Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Manipur Violence : મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવનાર મુખ્ય આરોપીને મળી આ ખતરનાક સજા

દેશનું એક રાજ્ય મણિપુર આજે હિંસા અને આક્રોશમાં હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. રાજ્યની બે મહિલાઓના નગ્ન પરેડ વીડિયો સામે આવ્યા બાદથી સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો છે. આજે તમામના મોંઢે સવાલ છે કે આવું કોઇ મહિલાઓ સાથે કેવી...
manipur violence   મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવનાર મુખ્ય આરોપીને મળી આ ખતરનાક સજા
Advertisement

દેશનું એક રાજ્ય મણિપુર આજે હિંસા અને આક્રોશમાં હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. રાજ્યની બે મહિલાઓના નગ્ન પરેડ વીડિયો સામે આવ્યા બાદથી સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો છે. આજે તમામના મોંઢે સવાલ છે કે આવું કોઇ મહિલાઓ સાથે કેવી રીતે કરી શકે. જોકે, આ સમગ્ર ઘટના અંગે પોલીસ પણ જવાબદાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે મહિલાઓને નગ્ર કરી પરેડ કરનાર મુખ્ય આરોપી પર લોકોનો ગુસ્સો ફૂંટ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ગુસ્સામાં આવી ટોળાએ ગુરુવારે મુખ્ય આરોપીના ઘરને આગ લગાવી દીધી હતી.

મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ

Advertisement

મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. હિંસા વચ્ચે, બે મહિલાઓની નગ્ન પરેડ અને અમાનવીય રીતે તેમની છેડતીના વિરોધમાં લોકોનો ગુસ્સો આસમાને છે. મણિપુરના ચુરાચંદપુરમાં આદિવાસી મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સામે આવ્યા બાદ એક વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી. મહિલાઓ સાથે જે અભદ્ર વર્તન કરનાર મુખ્ય આરોપી હુઇરેમ હેરોદાસ મેઇટીના ઘરને આગ લગાવી દીધી છે. તેટલું જ નહીં પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાનો આ મુખ્ય સુત્રધાર હવે તેમની પકડમાં આવી ગયો છે. ગત મોડી સાંજે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડની માહિતી આપી હતી. અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસ સતત દરોડા પાડી રહી છે.

Advertisement

આ ઘટના મણિપુરમાં 4 મેના રોજ બની હતી

મણિપુરમાં, કંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ મહિલાઓને નગ્ન પરેડ કરવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો હતો. મણિપુરમાં પણ તણાવ વધ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ મણિપુર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે એક મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ કરી છે.

PM મોદીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો

આ મામલે સુઓમોટો સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે સરકારને કાર્યવાહી માટે અલ્ટીમેટમ આપ્યું છે. ગુરુવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટ પછી, રાષ્ટ્રીય મહિલા આયોગ, હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લીધુ છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ કહ્યું કે, ભીડ દ્વારા બે મહિલાઓના કથિત રીતે નગ્ન કરી પરેડ કરાવવાના મામલે તેમણે મણિપુર સરકાર અને રાજ્યના પોલીસ વડાને નોટિસ જારી કરી છે. એક નિવેદનમાં, NHRCએ જણાવ્યું હતું કે તે આવા "બર્બર ઘટનાઓ" થી નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને સમાજના નબળા વર્ગો માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે જાણવા માંગે છે.

હિંસા ક્યારે શરૂ થઈ

ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની મૈતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પર્વતીય જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી રાજ્યમાં અથડામણ શરૂ થઈ ગઈ. ત્યારથી રાજ્યમાં હિંસાની આગમાં ઓછામાં ઓછા 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતેઈ છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. બીજી તરફ, આદિવાસી સમુદાયો - નાગા અને કુકી લોકો 40 ટકા વસ્તી ધરાવે છે અને તેઓ મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

આ પણ વાંચો - મણિપુરમાં માનવતા મરી પરવારી… મહિલાઓને નગ્ન પરેડ કરાવવામાં આવી, Video Viral

આ પણ વાંચો – AHMEDABAD NEWS : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત, કોન્સ્ટેબલ સહિત 10 નાં મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×